ETV Bharat / bharat

હજારીબાગમાં ભયાનક માર્ગ અકસ્માત, 4ના મોત, 30થી વધુ ઈજાગ્રસ્ત - હજારીબાગમાં ભયાનક માર્ગ અકસ્માત

હજારીબાગમાં (road accident in hazaribag) ફરી એકવાર ભયાનક માર્ગ (Four killed in road accident in Hazaribag) અકસ્માત સર્જાયો છે. જેમાં 4 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.

Etv Bharatહજારીબાગમાં ભયાનક માર્ગ અકસ્માત, 4ના મોત, 30થી વધુ ઘાયલ

author img

By

Published : Oct 2, 2022, 10:35 PM IST

ઝારખંડ: ઝારખંડના હજારીબાગ જિલ્લાના કટકમસાંડીમાં એક (road accident in hazaribag) ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. ગયાથી ઓડિશા જઈ રહેલી પેસેન્જર બસ અને ટ્રક વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. જેમાં 4 લોકોનાં મોત થયાં. જ્યારે 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટના શનિવારે મોડી રાત્રે 2.30 વાગ્યાની હોવાનું કહેવાય છે. ઘટનાની માહિતી મળતાં જ, પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી મૃતદેહને બસમાંથી બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઘણા લોકોની હાલત ગંભીર: સાઈરામ નામની બસ મુસાફરોને (Four killed in road accident in Hazaribag) લઈને ગયાથી હજારીબાગ થઈને ઓડિશા જઈ રહી હતી. દરમિયાન કટકમસાંડીમાં સામેથી આવતી ટ્રક અને બસ વચ્ચે અકસ્માત થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે, બંને વાહનો રોડ પર પલટી ગયા હતા. જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયું હતું.

ટ્રક ચાલક ફરારઃ ઘણા લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. જેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃત્યુ પામેલા તમામ લોકો ઓડિશાના રહેવાસી હતા. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર છે. થોડા દિવસો પહેલા, હજારીબાગના તાતીઝરિયા વિસ્તારમાં પણ 1 અકસ્માત થયો હતો. જેમાં 8 લોકોના મોત થયા હતા. જ્યારે 46 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગિરિડીહથી રાંચી જઈ રહેલી બસ હજારીબાગના તાતીઝારિયા ખાતે નદીમાં પડી હતી. જેના કારણે આ અકસ્માત થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.