બુલંદશહેર: ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં આવેલા એક મકાનમાં અચાનક ધડાકો થયો હતો. બપોરના સમયે થયેલા આ વિસ્ફોટમાં આખું મકાન ધરાશાઈ થઈ ગયું, જેમાં ચાર વ્યક્તિઓના મૃત્યું થયા છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે, 2 કિમી સુધી એનો આવાજ સાંભળવા મળ્યો હતો. વિસ્ફોટને કારણે મકાન, બારી તથા બારણા તૂટી ગયા હતા. આ વિસ્ફોટ કેવી રીતે થયો એ અંગેનું કારણ સ્પષ્ટ નથી. પોલીસ અને રાહત આપનારી ટીમે યુદ્ધના ધોરણે કામ ચાલું કરી દીધું હતું.
આ પણ વાંચો: Sukesh Accused Kejriwal: કેજરીવાલની વિનંતી પર TRS ઓફિસમાં આપવામાં આવ્યા 15 કરોડ
આ મકાનમાં કેમિકલ તૈયાર કરવામાં આવતું હતું. આ મકાન ખેતરની વચ્ચે બનાવવામાં આવ્યું હતું. સામાન્ય રહેણાક વિસ્તારથી દૂર હતું. વિસ્ફોટ શા કારણે થયો એ હજું સુધી જાણી શકાયું નથી. વિસ્ફોટ થવાને કારણે સમગ્ર વિસ્તારમાં તથા નજીકની સોસાયટીમાં ધુમાંડા સિવાય કંઈ દેખાતું ન હતું.--શ્લોક કુમારસિંહ (પોલીસ અધિકારી, તપાસ સાથે જોડાયેલા)
મૃતદેહ અસ્તવ્યસ્ત: જ્યારે પોલીસ ટુકડી ઘટના સ્થળે પહોંચી ત્યારે મૃતદેહ પણ વિખરાયેલા પડ્યા હતા. કોઈનો હાથ નીકળી ગયો હતો. તો કોઈના પગ છૂટા પડી ગયા હતા. ચાર વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા છે. હજુ પણ બીજા મૃતદેહ કાળમાળમાં હોઈ શકે છે. જોકે, આ અંગેની શોઘખોળ ચાલું છે. યુદ્ધના ધોરણે કાળમાળ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Punjab News: કોંગ્રેસ નેતા નવજોત સિદ્ધુ પટિયાલા જેલમાંથી થઈ શકે છે મુક્ત
મૃતકની ઓળખ બાકી: સંપૂર્ણ રીતે કાળમાળ દૂર થશે એ પછી આખરે શું થયું હતું એ સ્પષ્ટ થશે. જિલ્લા અધિકારી ચંદ્ર પ્રકાશસિંહે જણાવ્યું કે, રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ ટૂકડી પણ તપાસ કરી રહી છે. પ્રાથમિકતા એ રહેશે કે, કોઈ પણ ભોગે કાળમાળને દૂર કરી દેવામાં આવે. મૃતકોની ઓળખ કરીને એના સ્વજનોને જાણ કરવામાં આવશે. પોલીસે જણાવ્યું હતું કે, જ્યારે અમને કોલ મળ્યો એ સમયે એવા વાવડ મળ્યા હતા કે, કોઈ મોટો સિલિન્ડર બ્લાસ્ટ થયો છે.