- પોલીસે કારમાંથી 4.5 કરોડની રોકડ રકમ સાથે કુલ 2 લોકોની ધરપકડ કરી
- તલાશી લેતાં કારમાં સીટની નીચે ગુપ્ત ખાનામાં રોકડ મળી આવી
- રોકડ દિલ્હીથી ગુજરાતમાં લઈ જતા હોવાનું બહાર આવ્યું
ડુંગરપુર(રાજસ્થાન): જિલ્લાના બિછીવાડા પોલીસ દ્વારા આજે શનિવારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજસ્થાન-ગુજરાતમાં રતનપુર બોર્ડર પર નાકાબંધી દરમિયાન પોલીસે કારમાંથી 4.5 કરોડની રોકડ રકમ સાથે કુલ 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: રામોલમાંથી 1.34 કરોડની રોકડ રકમ સાથે એક વ્યક્તિની અટકાયત
તલાશી લેતાં કારમાંથી મળી 4.5 કરોડની રોકડ રકમ
બિછીવાડા પોલીસ સ્ટેશનના અધિકારી મોહમ્મદ રિઝવાન ખાને જણાવ્યું કે, રતનપુર બોર્ડર પર ઉદેપુરથી આવી રહેલી એક કારને રોકીને તલાશી લેતાં કારમાં સીટની નીચે ગુપ્ત ખાનું બનાવવામાં આવ્યું હતું. પોલીસે જ્યારે ગુપ્ત ખાનું ખોલ્યું ત્યારે તેમાં મોટી સંખ્યામાં નોટોનાં બંડલ દેખાયાં હતા. આ બાદ, કારમાં સવાર બન્ને શખ્સો રોકડ અંગે સંતોષકારક જવાબો આપી શક્યા નહીં.
આ પણ વાંચો: જેતપુરમાં 2 લાખ જેટલી રોકડ રકમની લૂંટ કરી ઈસમો ફરાર
કારમાં સવાર 2 લોકોની ધરપકડ કરવામાં આવી
આ સમયે બિછીવાડા પોલીસે નોટોથી ભરેલી કાર કબજે કરી 2 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. આ બાદ, પોલીસે કબજે કરેલી કાર અને આરોપીને લઇને પોલીસ મથકે પહોંચ્યા હતા અને નોટોની ગણતરી કરી હતી. આથી, પોલીસે કારમાંથી 4,49,99,500 રોકળ રૂપિયા કબજે કર્યા હતા. આ ઘટનામાં પોલીસે ગુજરાતના પાટણના રહેવાસી રણજીત રાજપૂત અને ઊંઝાના નિતીન પટેલની ધરપકડ કરી છે. ડેપ્યુટી મનોજ સમરીયાના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં આરોપીઓ રોકડ દિલ્હીથી ગુજરાતમાં લઈ જતા હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત, પોલીસને આ સમગ્ર મામલો હવાલાના ધંધા સાથે સંબંધિત હોવાનું શંકા છે. આથી, પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે.