મુંબઈ: ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીએ રવિવારે માર્ગ અકસ્માતમાં જીવ (Cyrus Mistry Road Accident) ગુમાવ્યા બાદ, તેમનો પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, તેના પગ અને માથામાં ગંભીર ઈજાની પુષ્ટિ થઈ (Cyrus Mistry Post mortem Report) છે. આ સિવાય શરીરના અન્ય ભાગોમાં પણ ઈજા જોવા મળી હતી. પ્રાથમિક અહેવાલ મુજબ સાયરસ અને તેના મિત્ર જહાંગીરનું મોત માથામાં ઈજાના કારણે થયું છે. તેના વિસેરાને પણ વધુ તપાસ માટે સાચવવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, આ અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીના શરીરના આંતરિક અંગો ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેને મેડિકલ ટર્મમાં પોલીટ્રોમા કહેવામાં આવે છે. જેના કારણે સાયરસ મિસ્ત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ભયાનક માર્ગ અકસ્માતમાં ચકનાચૂર થઈ ગયેલી કારને જોઈને અનુમાન લગાવી શકાય છે કે, કારની સ્પીડ કેટલી હશે ? (Former Tata Sons chairman Cyrus Mistry dead )
મળતી માહિતી મુજબ, સાયરસ મિસ્ત્રીના પરિવારના મોટાભાગના લોકો વિદેશમાં રહે છે, જે મોડી રાત સુધીમાં મુંબઈ પહોંચી જશે, તેથી મંગળવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ( Cyrus Mistry Dead)
પોલીસ તપાસમાં AGOની મદદ લેશે: સાયરસ મિસ્ત્રી અકસ્માત કેસની તપાસમાં પાલઘર પોલીસ અકસ્માતના વાસ્તવિક કારણ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. આ તપાસમાં પોલીસ એક NGOની પણ મદદ લેશે. આ NGO હાઇવે અકસ્માતોનું વિશ્લેષણ અને અભ્યાસ કરે છે. આ સાથે, ભવિષ્યમાં આવા અકસ્માતો ન થાય તે માટે તે વહીવટીતંત્ર સાથે મળીને કામ કરે છે. આવતીકાલે આ NGOના લોકો પોલીસની સાથે તપાસમાં જોડાશે.
9 મિનિટમાં 20 કિ.મી ચાલી હતી કાર : પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે સાયરસ મિસ્ત્રીનું મોત નીપજતા માર્ગ અકસ્માતની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન મિસ્ત્રી અને તેમના એક સહ-યાત્રીએ સીટ બેલ્ટ પહેર્યો ન હતો, તેમની કાર સ્પીડમાં હતી અને ડ્રાઈવરે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. લક્ઝરી કારની સ્પીડ એટલી વધુ હતી કે, તેણે પાલઘર જિલ્લાના ચરોટી ચેકપોસ્ટને પાર કર્યા બાદ માત્ર નવ મિનિટમાં 20 કિમીનું અંતર કાપ્યું હતું.
ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે અકસ્માત! : પોલીસે માહિતી આપી હતી કે, ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી અને અન્ય એક વ્યક્તિનું રવિવારે મુંબઈ નજીક પાલઘરમાં અકસ્માતનો ભોગ બનેલી મર્સિડીઝ કાર મુંબઈના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ચલાવી રહ્યા હતા. એક પોલીસ અધિકારીએ PTIને જણાવ્યું હતું કે, પ્રાથમિક માહિતી સૂચવે છે કે કાર સ્પીડમાં હતી અને ડ્રાઈવરે ખોટી દિશામાં (ડાબેથી) બીજા વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. ગાયનેકોલોજિસ્ટ અનાહિતા પંડોલે (55) અને તેમના પતિ ડેરિયસ પંડોલે (60) મુંબઈથી લગભગ 120 કિમી દૂર બપોરે 3 વાગ્યે થયેલા માર્ગ અકસ્માતમાં બચી ગયા હતા, જ્યારે મિસ્ત્રી (54) અને ડેરિયસના ભાઈ જહાંગીર પંડોલે મૃત્યુ પામ્યા હતા.
તેઓએ જણાવ્યું કે, જ્યારે મિસ્ત્રી અને જહાંગીર પાછળની સીટ પર બેઠા હતા, ત્યારે ડેરિયસ આગળની સીટ પર હતો અને અનાહિતા વાહન ચલાવી રહી હતી. એક પ્રત્યક્ષદર્શીએ અગાઉ જણાવ્યું હતું કે, "કાર એક મહિલા ચલાવી રહી હતી, જેણે ડાબી બાજુથી બીજા વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિયંત્રણ ગુમાવ્યું અને રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી."
સાયરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં મોત : મુંબઈ-અમદાવાદ હાઈવે પર ચરોટી ખાતે સૂર્યા બ્રિજ પાસે રવિવારે એક માર્ગ અકસ્માતમાં ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી સહિત બે લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને નજીકની કાસાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં તેને વાપી મોકલી દેવામાં આવ્યા હતા. માહિતી બાદ કાસા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, સાયરસ મિસ્ત્રી કારમાં અમદાવાદથી મુંબઈ આવી રહ્યા હતા. તેની કારમાં કુલ ચાર લોકો હતા.
આ વર્ષે 28 જૂને સાયરસના પિતા અને બિઝનેસ ટાયકૂન પલોનજી મિસ્ત્રી (93)નું અવસાન થયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, “આશાજનક બિઝનેસ લીડર સાયરસ મિસ્ત્રીના અકાળે અવસાનથી આઘાત લાગ્યો છે. તેમના નિધનથી ઈન્ડસ્ટ્રીને મોટી ખોટ પડી છે.