- કેપ્ટન અમરિંદર સિંહ અમિત શાહને મળવા પહોંચ્યા
- પંજાબના રાજકારણમાં દિવસેને દિવસે વધી રહ્યો છે ગરમાવો
- અમરિંદર સિંહ ભાજપમાં જોડાઈ તેવી શકવાની શક્યતા
નવી દિલ્હી : કેપ્ટન અમરિંદર સિંહ અમિત શાહ ( Union Home Minister Amit Shah)ને મળવા પહોંચ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, 18 સપ્ટેમ્બરે પંજાબ (Punjab Congress)ના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદથી કેપ્ટન અમરિંદર ( Captain Amarinder Singh) કોંગ્રેસથી નારાજ છે. અમરિંદર સિંહે નવજોત સિંહ સિદ્ધુ પ્રત્યે આક્રમક વલણ અપનાવ્યું છે.
અમરિંદર સિંહ અમિત શાહને મળશે
આ પહેલા મંગળવારે ભાજપના સાંસદ શ્વેત મલિકે કહ્યું હતું કે, અમરિંદર સિંહ અમિત શાહને મળશે. ભારતની સૌથી જૂની પાર્ટી તેના સભ્યોને એકજૂથ રાખવામાં નિષ્ફળ રહી છે. કોંગ્રેસ અલગ પડી રહી છે. આ ઉપરાંત, શ્વેત મલિકે પણ સિદ્ધુ પર કટાક્ષ કર્યો હતો. સિદ્ધુના રાજીનામા અંગે તેમણે કહ્યું હતું કે, જો સિદ્ધુ ભાજપમાં હોત તો તેઓ પોતાનો મુદ્દો પાર પાડવામાં મક્કમ રહ્યા હોત. આ સાથે તેમણે કહ્યું હતું કે, રાજીનામું માત્ર બ્લેકમેલિંગ છે. તેમણે એવો પણ દાવો કર્યો કે, કેપ્ટન અમરિંદર સિંહ બુધવારે ગૃહપ્રધાન અમિત શાહને મળશે.
કેપ્ટન આવશે તો ભાજપને પણ થશે ફાયદો
પંજાબના મુખ્યપ્રધાન પદ છોડતી વખતે કેપ્ટન અમરિંદર સિંહે સ્પષ્ટ કર્યું હતું કે, વિકલ્પ ખુલ્લો છે. છેલ્લા કેટલાક દિવસોથી ભાજપના નેતાઓ પણ કેપ્ટનની પ્રશંસા કરતા થાકતા નથી, ભાજપ સાથે કેપ્ટનની નિકટતા વધી રહી છે. કેપ્ટનની ખેડૂતોમાં મજબૂત પકડ છે અને બન્નેનું કોમ્બિનેશન કેપ્ટન અને ભાજપ બન્ને માટે વરદાન સાબિત થઈ શકે છે.
સિદ્ધુના રાજીનામાનો શું સંદેશ હશે?
કેપ્ટન અમરિંદર સિંહએ રાજીનામું આપ્યા બાદથી મૌન છે, પરંતુ મંગળવારે પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિદ્ધુએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું, જે પંજાબના લોકો અને કોંગ્રેસના કાર્યકરો માટે સારો સંદેશો નહતો. સિદ્ધુને પ્રધાનોની પસંદગી અને પોર્ટફોલિયોનું વિતરણ પસંદ નહોતું.
આ પણ વાંચો: