ETV Bharat / bharat

આજે 'ભારત રત્ન' પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પ્રથમ પુણ્યતિથી

author img

By

Published : Aug 31, 2021, 12:40 PM IST

આજે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પ્રથમ પુણ્યતિથિ છે. દેશના તમામ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. હંમેશા ઝગઝગાટથી દૂર રહીને પડદા પાછળ કામ કરવાની મુખર્જીની શૈલી હતી.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પ્રથમ પુણ્યતિથી

  • પ્રણવ મુખર્જીની પ્રથમ પુણ્યતિથી પર દેશના તમામ મોટા નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી
  • મુખર્જીને 2011માં ભારતમાં સર્વશ્રેષ્ઠ પ્રશાસક પુરસ્કારથી સમ્માનિત કરાયા હતા
  • પ્રણવ મુખર્જીએ 2012થી 2017 સુધી ભારતના 13માં રાષ્ટ્રપતિના રૂપમાં કાર્ય કર્યું

નવી દિલ્હી- 'ભારત રત્ન' પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની આજે પ્રથમ પુણ્યતિથિ છે. પ્રણવ મુખર્જીનું નિધન 31 ઓગસ્ટ 2020એ દિલ્હીની આર્મિ હોસ્પિટલમાં થયું હતું. તેમની પ્રથમ પુણ્યતિથિ પર દેશના તમામ મોટા નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આપી શ્રદ્ધાંજલિ

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તેમને શ્રદ્ધાંજલિ આપી. પ્રણવ દાને યાદ કરતા મુખ્યપ્રધાને લખ્યું- વરિષ્ઠ રાજનેતા, ભારતીય રાજનીતિમાં કર્મઠતા, શુચિતા અને સમર્પણની પ્રતિમૂર્તિ, 'ભારત રત્ન', પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પ્રથમ પુણ્યતિથિ પર તેમને વિનમ્ર જદ્ધાંજલિ.

  • वरिष्ठ राजनेता, भारतीय राजनीति में कर्मठता, शुचिता एवं समर्पण की प्रतिमूर्ति, 'भारत रत्न', पूर्व राष्ट्रपति प्रणब मुखर्जी जी की प्रथम पुण्यतिथि पर उन्हें विनम्र श्रद्धांजलि।

    राष्ट्र निर्माण हेतु आपके द्वारा किए गए रचनात्मक कार्यों को सदैव स्मरण किया जाएगा।

    — Yogi Adityanath (@myogiadityanath) August 31, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પ્રણવ મુખર્જીને કોંગ્રેસના શીર્ષ સંકટમોચક માનવામાં આવતા હતા

ભારતના 13માં રાષ્ટ્રપતિ રહેલા પ્રણવ મુખર્જીને 26 જાન્યુઆરી 2019એ ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. તેઓને કોંગ્રેસના સંકટમોચક માનવામાં આવતા હતા. ભારત રત્ન પ્રણવ મુખર્જીનો જન્મ 11 ડિસેમ્બર, 1935માં પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં થયો હતો. તેમની ગણતરી દેશના મોટા રાજનીતિજ્ઞોમાં થાય છે. પ્રણવ મુખર્જીએ 2012થી 2017 સુધી ભારતના 13માં રાષ્ટ્રપતિના રૂપમાં કાર્ય કર્યું. રાષ્ટ્રપતિના રૂપમાં ચૂંટાયા પહેલા મુખર્જી 2009થી 2012 સુધી કેન્દ્રીય વિત્ત પ્રધાન હતા. તેમને કોંગ્રેસના શીર્ષ સંકટમોચક માનવામાં આવતા હતા.

શિક્ષા

પ્રણવ મુખર્જીએ કલકત્તા વિશ્વવિદ્યાલયથી ઇતિહાસ અને રાજનીતિ વિજ્ઞાનમાં સ્નાતક અને સ્નાતકોત્તરની સાથે-સાથે કાનૂનની ડિગ્રી હાંસિલ કરી હતી.

પ્રારંભિક જીવન

રાજનીતિક સફર શરૂ કરતા પહેલા પ્રણવ મુખર્જી કલકત્તામાં ડિપ્ટી એકાઉન્ટંટ-જનરલ( પોસ્ટ અને ટેલીગ્રાફ) ના કાર્યાલયમાં અપર ડિવીઝન ક્લાર્ક હતા. 1963માં તેઓ વિદ્યાનગર કોલેજમાં રાજનીતિ વિજ્ઞાનના લેક્ચરર બન્યા અને 'દેશર ડાક' ની સાથે પત્રકારના રૂપમાં પણ કામ કર્યું.

પ્રણવ મુખર્જીના જીવન સાથે જોડાયેલું રોચક તથ્ય

  • પ્રણવ દાના પિતા, કામદા કિંકર મુખર્જીએ ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લીધો હતો તથા 1952 અને 1964 વચ્ચે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રતિનિધિના રૂપમાં પશ્ચિમ બંગાળ વિધાન પરિષદના સદસ્ય હતા.
  • પ્રણવ મુખર્જીએ 1969માં રાજનીતિમાં પગ મૂક્યો. તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તેમને કોંગ્રેસની ટિકીટ પર રાજ્યસભા માટે ચૂંટાવા માટે મદદ કરી હતી.
  • ત્યારબાદ તે ઇન્દિરા ગાંધીના ભરોસાપાત્ર બની ગયા અને 1973માં તેઓ કેબિનેટ પ્રધાનનાં રૂપમાં શામેલ થયા.
  • 1975-77ના વિવાદાસ્પદ કટોકટી દરમિયાન, તેમના પર (અન્ય ઘણા કોંગ્રેસી નેતાઓની જેમ) ઘોર મનસ્વીતાનો આરોપ લાગ્યો હતો.
  • વર્ષ 1984માં તેઓ ભારતના નાણામંત્રી બન્યા. આ પહેલા 1982થી 1984 સુધી ઘણા મંત્રાલયોનો જવાબદારી સંભાળી હતી.
  • પ્રણવ મુખર્જી 1980થી 1985 સુધી રાજ્યસભામાં સદન નેતા પણ રહ્યા.
  • મુખર્જી પોતાને ઇન્દિરાના ઉત્તરાધિકારી માનતા હતા, પરંતું રાજીવ ગાંધીના કારણે તેઓ કામયાબ નહી થયા. ત્યારબાદ તેમણે પોતાની પાર્ટી રાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસ બનાવી, જે રાજીવ ગાંધીની સંમતિ બાદ 1989 માં કોંગ્રેસમાં ભળી ગયો.
  • વર્ષ 1991માં રાજીવ ગાંધીની હત્યા બાદ, મુખર્જીની રાજનીતિક કારકિર્દીની શરૂઆત થઇ. જ્યારે વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવે તેમને 1991માં યોજના આયોગના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા અને 1995માં વિદેશ પ્રધાન બન્યા.
  • મુખર્જી 1998માં સોનિયા ગાંધીની કોંગ્રેસ અધ્યક્ષના રૂપમાં તાજપોશીના પ્રમુખ વાસ્તુકાર હતા.
  • સોનિયા ગાંધીની રાજનીતિમાં શામેલ થવા માટે સહમત થયા બાદ મુખર્જી તેમના રાજનીતિક ગુરુઓમાંથી એક હતા અને મુશ્કિલ પરિસ્થિતિઓમાં સોનિયાનું માર્ગદર્શન કરતા હતા અને તેમની સાસુ ઇન્દિરા ગાંધીનો દાખલો બેસાડતી હતી.
  • મુખર્જીને 2011માં ભારતમાં સર્વશ્રેષ્ઠ પ્રશાસક પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
  • પ્રણવ મુખર્જી એ ભારતીય રાજનેતાઓમાંથી છે, જેમને વિત્ત, રક્ષા અને વિદેશ ત્રણ પ્રમુખ મંત્રાલયોને સંભાળ્યું છે.
  • તેઓ ઉદારીકરણ પહેલા અને ઉદારીકરણ પછી કાળમાં બજેટ જાહેર કરવાવાળા એકમાત્ર નાણાં પ્રધાન છે.
  • શિક્ષક ઈન્દિરા ગાંધીએ એક વખત મુખર્જીને સૂચવ્યું હતું કે, તેમણે અંગ્રેજી શિક્ષક રાખવો જોઈએ અને તેમનું ઉચ્ચારણ સુધારવું જોઈએ. પરંતુ તેમણે તેમ કરવાનો ઇનકાર કર્યો, તેમના બંગાળી ઉચ્ચારમાં અંગ્રેજી બોલવાનું પસંદ કર્યું.
  • મુખર્જી એક સમયે પોતાના ટ્રેડમાર્ક ડનહિલ પાઇપથી ધૂમ્રપાન માટે પ્રસિદ્ધ હતા. તેમણે કેટલાય વર્ષો પહેલા ધૂમ્રપાન છોડી દીધુ હતું અને પછી બીજાને ધૂમ્રપાન છોડવાની સલાહ આપતા હતા.

પ્રથમ ચૂંટણી જીત્યા પછી તેમનું નિવેદન

વર્ષ 2004માં જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળા સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન સત્તામાં આવ્યા, ત્યારે મુખર્જીએ પહેલીવાર લોકસભા બેઠક જીતી અને 2012 સુધી કેટલાય પ્રમુખ મંત્રાલયો જેવા કે, રક્ષા, વિદેશ મામલા અને નાણાંનો કારોબાર સંભાળ્યો. આ ઉપરાંત કેટલાય પ્રધાનોના સમૂહના પ્રમુખ અને લોકસભામાં સદન નેતા પણ રહ્યા.

પ્રણવ મુખર્જીએ 2004 સુધી ક્યારેય લોકસભા ચૂંટણી જીતી ન હતી, આ કારણથી કોંગ્રેસના કેટલાક નેતા તેમને બિના જનાધાર વાળા તેના પણ કહેતા હતા. જ્યારે તેઓ પશ્ચિમ બંગાળના જંગીપુર લોકસભા સીટથી 2004માં ચૂંટણી જીત્યા, ત્યારે તેઓ ખુશીથી રડી પડ્યા હતા. ચૂંટણી જીત્યા પછી તેમણે કહ્યું હતું, 'મારા માટે આ સપના સાચા થવા જેવા છે, એવું સપનું જે લાંબા સમય સુધી મારી સાથે રહ્યા.'

રાષ્ટ્રપતિના રૂપમાં જ્યારે 25 જુલાઇ, 2017એ તેમનો કાર્યકાળ સમાપ્ત થયો, ત્યારે મુખર્જીએ 'સ્વાસ્થ્ય જટિલતાઓ ના કારણે ફરી રાષ્ટ્રપતિ ચૂંટણી ન લડવા અને રાજનીતિમાથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો.'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.