ETV Bharat / bharat

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ 6 નવેમ્બર સુધી EDની કસ્ટડીમાં, પૂછપરછ દરમિયાન વકીલ પણ રહેશે હાજર - અનિલ દેશમુખના વકીલ અનિકેત નિકમ

EDએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન અનિલ દેશમુખની 13 કલાકની પૂછપરછ કર્યા પછી ધરપકડ કરી હતી. ત્યારે ગઈકાલે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તો EDએ 6 નવેમ્બર સુધી અનિલ દેશમુખના રિમાન્ડ મેળવી લીધા છે. તે દરમિયાન અનિલ દેશમુખના વકીલ અનિકેત નિકમ પણ હાજર રહેશે. આ માટે કોર્ટે તેમને મંજૂરી આપી છે.

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ 6 નવેમ્બર સુધી રહેશે EDની કસ્ટડીમાં, પૂછપરછ દરમિયાન અનિલ દેશમુખના વકીલ પણ રહેશે હાજર

author img

By

Published : Nov 3, 2021, 2:09 PM IST

  • મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખના 6 નવેમ્બર સુધી EDની કસ્ટડીમાં રહેશે
  • EDએ કોર્ટમાંથી 6 નવેમ્બર સુધી અનિલ દેશમુખના રિમાન્ડ મેળવી લીધા છે
  • EDની પૂછપરછ દરમિયાન અનિલ દેશમુખના વકીલ અનિકેત નિકમ પણ હાજર રહેશે

મહારાષ્ટ્રઃ પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની ED દ્વારા 13 કલાકની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી.તેમને ગઈકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને 6 નવેમ્બર સુધી ED કસ્ટડીમાં રિમાન્ડ મેળવ્યા હતા. અનિલ દેશમુખની આજે ED દ્વારા પૂછપરછ કરવામાં આવશે, જે દરમિયાન અનિલ દેશમુખના વકીલ અનિકેત નિકમ પણ હાજર રહેશે અને કોર્ટે તેમને મંજૂરી આપી છે.

અનિલ દેશમુખ આખરે ED સમક્ષ હાજર થયા

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ દ્વારા લગાવવામાં આવેલા આરોપ પછી આખરે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ ED સમક્ષ હાજર થયા હતા. મંગળવારે સવારે (1 નવેમ્બર) અનિલ દેશમુખ EDની ઓફિસમાં રૂબરૂ હાજર થયા હતા.

અનિલ દેશમુખ પર આરોપો

પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ પર 100 કરોડ રૂપિયાની ખંડણીનો આરોપ લગાવ્યા બાદ પરમબીર સિંહે રાજીનામું આપવું પડ્યું હતું. EDએ અનિલ દેશમુખને પૂછપરછ માટે બોલાવ્યા બાદ મહાવિકાસ અઘાડીએ પરમબીર સિંહ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. પરમબીર સિંહ સામે ખંડણી વસૂલાતના આરોપો દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, પરમબીર સિંહને થાણે પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા હતા, પરંતુ તેમણે જવાબ આપ્યો નહતો. એટલે થાણે પોલીસે સિંહ વિરૂદ્ધ લુકઆઉટ નોટિસ પણ જાહેર કરી હતી.

પૂર્વ ગૃહપ્રધાન દેશમુખે સચિન વાઝેને બાર અને રેસ્ટોરાંમાંથી પૈસા ઉઘરાવવાનું કહ્યું હતું

છેલ્લા કેટલાક મહિનામાં, પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખે વારંવાર વાઝેને તેમના જ્ઞાનેશ્વર નિવાસસ્થાન પર બોલાવ્યો હતો અને તેમને દર મહિને 100 કરોડ રૂપિયા જમા કરાવવા કહ્યું હતું. અનિલ દેશમુખે કહ્યું હતું કે, મુંબઈમાં 1,750 બાર અને રેસ્ટોરાં છે અને જો તેમાંથી દરેકમાંથી 2થી 3 લાખ રૂપિયા એકત્ર કરવામાં આવે તો પણ મહિને 40થી 50 કરોડ રૂપિયા સરળતાથી મળી જશે. બાકીની રકમ અન્ય રીતે જમા કરી શકાય છે.

મુંબઈના પૂર્વ કમિશનર પરમબીર સિંહે અનિલ દેશમુખ પર ગંભીર આક્ષેપ કર્યા હતા

અનિલ દેશમુખ પર આક્ષેપ છે કે, તેઓ પોલીસ અધિકારીઓને તેના ઘરે બોલાવતા હતા. તેમ જ તેઓ આ અધિકારીઓને પૈસા વસૂલવા માટે ટાર્ગેટ આપતા હતા. સાથે જ તેઓ નાણાકીય બાબતોમાં સલાહ-સૂચન પણ આપતા હતા. તે પૈસા વસૂલવા માટે પોલીસ અધિકારીઓનો ઉપયોગ કરતા હત. તેમનું ભ્રષ્ટ વર્તન ઘણા પોલીસ અધિકારીઓના ધ્યાન પર આવ્યું હતું, જેમાં મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ દ્વારા દેશમુખ પર લગાવવામાં આવેલા આરોપોનો સમાવેશ થાય છે. તેમણે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને લખેલા પત્રમાં આ આરોપો લગાવ્યા હતા.

EDના પાંચ વખત સમન્સ

અનિલ દેશમુખને આ આરોપોના સંદર્ભમાં તેમની પૂછપરછ કરવા માટે EDએ 5 વખત સમન્સ પાઠવ્યું હતું. EDએ પણ સંકેત આપ્યો હતો કે, જો તે પૂછપરછમાં હાજર નહીં થાય તો તેમની 'લુકઆઉટ' નોટિસ જાહેર કરવામાં આવી શકે છે.

કોર્ટે દેશમુખને 16 નવેમ્બર સુધીમાં સ્થિતિ સ્પષ્ટ કરવા નિર્દેશ કર્યો હતો

કોર્ટે દેશમુખને 16 નવેમ્બર સુધીમાં પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવા નિર્દેશ આપ્યો હતો. હાઈકોર્ટે CBIને પરમબીર સિંહ દ્વારા દેશમુખ પર લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપોની પ્રાથમિક તપાસ કરવા અને કાયદાની જરૂરિયાત મુજબ આગળની કાર્યવાહી કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. તો EDએ દેશમુખને 5 વખત પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છતા તેઓ હાજર થયા નહતા.

અનિલ દેશમુખે હાઈકોર્ટમાં કરેલી અરજી પર કોર્ટે અનેક પ્રશ્નો ઉઠાવ્યા

આ કેસમાં અનિલ દેશમુખે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે, કોર્ટે દેશમુખની અરજી પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ મામલે કોર્ટે હજી સુધી ચુકાદો આપ્યો નથી. જોકે, અનિલ દેશમુખ વારંવાર EDની પૂછપરછમાં ગેરહાજર રહેતા હોવાથી મુંબઈ સેશન્સ કોર્ટે તેમને સમન્સ પાઠવ્યા હતા. તેમને 16 નવેમ્બર સુધીમાં તેમની ભૂમિકા સ્પષ્ટ કરવા સૂચના આપવામાં આવી હતી. તો આ તરફ EDએ તપાસમાં સહકાર ન આપવા બદલ અનિલ દેશમુખ વિરૂદ્ધ વિશેષ કોર્ટમાં અરજી પણ કરી હતી. સમન્સમાં તેમને પૂછપરછના સંદર્ભમાં કેટલાક દસ્તાવેજો સાથે તેમની મુંબઈની ઓફિસમાં રહેવાનું કહેવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.