- ભારતમાંથી મળી આવ્યા છે કોરોનાના ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટ
- ICMRના પૂર્વ વડા દ્વારા આ બન્ને વેરિયન્ટ અંગે આપવામાં આવી માહિતી
- લોકો સતાવતા સૌથી સામાન્ય અને સૌથી વધારે પ્રશ્નોના આપ્યા ઉત્તર
ન્યૂઝ ડેસ્ક : ડેલ્ટા પ્લસ વેરિયન્ટની સંક્રમણશક્તિ અને ફેફસા પર અસર વધારે થાય છે. આ ઉપરાંત મોનોક્લોનલ એન્ટીબોડીની પણ અસર પણ તે ઘટાડતું હોવાથી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Union Health Ministry) દ્વારા તાજેતરમાં જ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (Delta Plus Variant) અંગે રાજ્યોને ચેતવણી આપવામાં આવી છે અને તેને વેરિયન્ટ ઓફ કન્સર્ન (Variant of Concern) જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે ઈન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચ (ICMR) ના એપિડેમોલોજી એન્ડ કોમ્યુનિકેબલ ડિસીઝ (Epidemiology and Communicable Diseases) વિભાગના પૂર્વ વડા ડૉ. રમણ ગંગાખેડકરે આ બન્ને વેરિયન્ટ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટ અંગે લોકોના મનમાં ઉદ્ભવતા સૌથી વધુ પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા.
આ પણ વાંચો - મળો કોરોના વાઈરસ પરિવારના બે ભારતીય સદસ્યોને...
મ્યૂટેશને ધારણ કર્યું ગંભીર સ્વરૂપ
ડૉ. ગંગાખેડકરના જણાવ્યા પ્રમાણે, " એવી કોઈ આંકડાકીય માહિતી નથી, જેના આધારે કહી શકાય કે કોરોનાનો Delta Plus Variant એ Delta Variant કરતા વધારે ઝડપી પ્રસરે છે, પરંતુ ડેલ્ટા વેરિયન્ટ ખૂબ જ વધારે પ્રસર્યો છે અને તેને વેરિયન્ટ ઓફ કન્સર્ન (Variant of Concern) જાહેર કરવામાં આવ્યો છે. જેથી ડેલ્ટા પ્લસ વેરિયન્ટને પણ તે મુજબ જ ગણવામાં આવે. હાલમાં આ મ્યૂટેશને ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે."
આ પણ વાંચો - કોરોના વાઈરસનું ડેલ્ટા વેરિયન્ટ ડેલ્ટા પ્લસમાં ફેરવાતા બન્યું ખતરનાક
પ્રશ્ન - શું ડેલ્ટા પ્લસ વેરિયન્ટ શરીરના અન્ય અંગોને અસર કરે છે ?
જવાબ - ડેલ્ટા પ્લસ (Delta Plus Variant) અંગોને ચોક્કસ નુક્સાન પહોંચાડે છે. હું જ્યારે ડેલ્ટા વેરિયન્ટ સેલ ટૂ સેલ ટ્રાન્સફર (Cell to Cell Transfer) થઈ શકતો હોવાની વાત કરુ છું. એનો અર્થ એ થાય છે કે, હું શરીરના અંગોને પહોંચાડતા નુક્સનાનની જ વાત કરુ છું. જો આ મ્યૂટેશન મગજ સુધી પહોંચે, જ્યાં તે સરળતાથી સેલ ટૂ સેલ ટ્રાન્સમિટ થઈ શકે છે. ત્યાં તે વધુ ઘાતકી રીતે ન્યૂરોલોજિકલ લક્ષણો (Neurological Symptoms) છોડી શકે છે. પરંતુ આ તમામ બાબત એકમાત્ર વસ્તુ પર નિર્ભર કરે છે કે, તમે ક્યા અંગ વિશે વાત કરો છો. જો આ વાત સાચી સાબિત થાય તો શરીરના મોટાભાગના આંતરિક અંગોને તેની અસર પડી શકે છે.
આ પણ વાંચો - કોરોનાના વેરિયન્ટ ડેલ્ટા પ્લસને ભારતમાં 'વેરિયન્ટ ઓફ કન્સર્ન' જાહેર કરાયો
પ્રશ્ન - શું Delta Variant એ Delta Plus Variant કરતા વધારે જીવલેણ છે ?
જવાબ - અત્યાર સુધી આપણે એટલું જ જાણીએ છીએ કે, ડેલ્ટાના બે મ્યુટેશન છે. આ પૈકીનું L452R. આ ચોક્કસ મ્યૂટેશનની સંક્રમણ પ્રસરાવવાની શક્તિ અન્ય મ્યૂટેશનો કરતા વધારે છે. જેથી આ મ્યૂટેશન એક વ્યક્તિના શરીરમાંથી અન્ય વ્યક્તિના શરીરમાં અને એક સેલમાંથી અન્ય સેલમાં વધારે ઝડપથી પ્રસરી શકે છે. આ સિવાય અન્ય એક મ્યૂટેશન પણ સામે આવ્યું છે. જેને P871R નામ આપવામાં આવ્યું છે. આ ચોક્કસ મ્યૂટેશન અત્યાર સુધી જોવામાં આવેલા તમામ મ્યૂટેશન્સ કરતા વધારે જોખમી છે.
આ પણ વાંચો - કોરોનાનો નવો વેરિયન્ટ Lambda વિશ્વના 29 દેશોમાં મચાવી રહ્યો છે હાહાકાર, WHO એ લીધી ગંભીરતાથી નોંધ
પ્રશ્ન - શું ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટ પર મોનોક્લોનલ એન્ટીબોડીની અસર થાય છે ?
જવાબ - સામાન્ય રીતે વાઇરસ જ્યારે શરીરમાં પ્રવેશે છે. ત્યારે તે વ્યક્તિની સેલ્યુલર મેકેનિઝમનો ઉપયોગ કરીને વધારે પાર્ટિકલ્સ પેદા કરે છે. આ પ્રક્રિયામાં મૂળ સેલ નાશ પામે છે અને વાઇરસ ખુલ્લામાં આવી જાય છે. જ્યારબાદ તે અન્ય સેલને નુક્સાન પહોંચાડે છે. કોરોના વાઇરસના કિસ્સામાં જ્યારે આ પ્રક્રિયા થતી હોય ત્યારે જો દર્દીને મોનોક્લોનલ એન્ટીબોડી (Monoclonal Antibody) આપવામાં આવે તો શરીરમાં સેલ બહાર ફરતા વાઇરસના પાર્ટિકલનો નાશ કરે છે. આ માટે જ કોરોનાના Delta Variant અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (Delta Plus Variant) ને બાદ કરતા તમામ મ્યૂટેશનમાં મોનોક્લોનલ એન્ટીબોડી (Monoclonal Antibody)ની સારવાર ઉપયોગી નીવડે છે. જ્યારે આ બન્ને વેરિયન્ટમાં વધુ એક પ્રક્રિયા હોય છે. આ વાઇરસ જ્યારે વ્યક્તિના સેલમાં પ્રવેશે છે ત્યારે તેની આસપાસમાં એક જાળ બનાવે છે. જે નજીકમાં આવેલા અન્ય સેલને જકડી લે છે. જ્યારબાદ એક સેલમાંથી વાઇરસ સીધો જ અન્ય સેલમાં પ્રવેશે છે. જેને સેલ ટૂ સેલ ટ્રાન્સફર (Cell to Cell Transfer) કહેવામાં આવે છે. આ કિસ્સામાં વાઇરસ ખુલ્લામાં રહેતો જ ન હોવાથી મોનોક્લોનલ એન્ટીબોડી (Monoclonal Antibody)ની તેના પર અસર નહિવત છે.