નવી દિલ્હીઃ પૂર્વ ક્રિકેટર દિનેશ મોંગિયાએ પોતાની રાજકીય ઇનિંગની શરૂઆત કરી દીધી છે, તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા(DINESH MONGIA JOINING BJP) છે, તેઓ 2003 ક્રિકેટ વર્લ્ડ કપ ટીમનો ભાગ હતાં(He was also part of 2003 Cricket World Cup).
ઓસ્ટ્રેલિયા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યું કર્યું
મોંગિયાએ 28 માર્ચ 2001ના રોજ ઓસ્ટ્રેલિયા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યું કર્યું(Mongia Australia against international cricket debut) હતું. ભારત માટે તેઓ 57 ODI અને એક T20 ઈન્ટરનેશનલ મેચ પણ રમી ચુક્યા છે. ODI ક્રિકેટમાં તેમણે 27.95ની એવરેજથી 1,230 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને 4 અડધી સદી સામેલ છે. તે જ સમયે, એકમાત્ર T20 મેચમાં તેમણે 38 રનની ઇનિંગ રમી હતી. ODI ક્રિકેટમાં તેમણે એકમાત્ર સદી માર્ચ 2002માં ગુવાહાટીમાં ઝિમ્બાબ્વે સામે ફટકારી હતી, ત્યારે તેમણે 147 બોલમાં 17 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 159 રન બનાવ્યા હતા.
T20 મેચ રમનાર પ્રથમ ભારતીય ખેલાડી હતાં
મોંગિયા વિશે એક રસપ્રદ તથ્ય એ પણ છે કે, તેઓ T20 મેચ રમનાર પ્રથમ ભારતીય ખેલાડી(Dinesh Mongia became first Indian to play a T20 match) છે, વર્ષ 2004માં ઈંગ્લેન્ડની કાઉન્ટી ક્લબ લંકાશાયર દ્વારા કરારબદ્ધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિદેશી ખેલાડી તરીકે ઈજાગ્રસ્ત થયેલા ઓસ્ટ્રેલિયાના સ્ટુઅર્ટ લોના સ્થાને મોંગિયાની પસંદગી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Captain Amarinder Singh Join BJP: કહયુ, અમે ભાજપ સાથે ચૂંટણી લડીશું અને જીતીશું
આ પણ વાંચો : તમિલનાડુ: DMK નેતા દુરાઈ સામી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા