- રાહુલ ગાંધી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે આસામ પહોંચ્યા
- આસામમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 2 રેલીઓને સંબોધન કરશે
- આસામ વિધાનસભાની ચૂંટણી માટે 3 તબક્કામાં મતદાન યોજાશે
ગુવાહાટી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે આસામ પહોંચ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી 2 રેલીઓને સંબોધન પણ કરશે. આ પહેલા રાહુલ ગાંધીએ કામખ્યા મંદિરની મુલાકાત લીધી હતી અને દેવીના આશીર્વાદ લીધા હતા.
આ પણ વાંચો: આસામ વિધાનસભા ચૂંટણી : 3 અરબપતિ ઉમેદવારો મેદાનમાં
આસામના લોકો સમજી ગયા છે: રાહુલ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે, આસામના લોકો સમજી ગયા છે કે જુમલાઓ અને પ્રગતિ વચ્ચે કોઈ સંબંધ નથી. તેમણે ટ્વિટ કર્યું હતું કે, કેન્દ્ર સરકારે ચાના બગીચાના કામદારો સહિત દૈનિક વેતન મજૂરોના આંસુ લૂછવા શું કર્યું? જુમલાઓ અને પ્રગતિને એકબીજા સાથે કંઈ લેવાદેવા નથી- જનતા આ સમજી ચૂકી છે.
આસામમાં 3 તબક્કામાં મતદાન
આસામ વિધાનસભાની ચૂંટણી માટે 3 તબક્કામાં મતદાન ચાલશે. 27 માર્ચે પ્રથમ તબક્કાના મતદાન પૂર્ણ થયું છે. બીજા તબક્કાના મતદાન 1 એપ્રિલે અને ત્રીજા તબક્કાના મત 6 એપ્રિલે યોજાશે.
આ પણ વાંચો: આસામમાં સીએએનો વિરોધ કરનારા એક થઈ ગયા છે : ગૌરવ ગોગોઇ
કામાખ્યા મંદિરમાં પૂજા કરી
કામાખ્યા મંદિરમાં પૂજા કર્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ 5 ગેરંટી આપી છે, આ આપણી ચૂંટણીનો મુખ્ય મુદ્દો છે. અમે ભાજપ નથી, છત્તીસગઢ, પંજાબ, કર્ણાટકમાં અમે કહ્યું હતું કે દેવું માફ કરી દેવામાં આવશે. કોંગ્રેસે આસામના લોકોને 5 વચનો આપ્યા છે. પ્રથમ ગેરંટી સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ છે, બીજી - નિ:શુલ્ક વીજળીના 200 યુનિટ, ત્રીજી - ગૃહિણીઓ માટે મહિને 2000 રૂપિયા, ચોથા - ચાના બગીચાના મજૂરોનું લઘુતમ વેતન 365 રૂપિયા અને પાંચમી - પાંચ લાખ નોકરીઓ.