ETV Bharat / bharat

છત્તીસગઢના પૂર્વ પ્રધાન રજિંદરપાલ સિંહ ભાટિયાએ કરી આત્મહત્યા

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રધાન રજિંદરપાલ સિંહ ભાટિયા(Rajinderpal Singh Bhatia)એ સુસાઇડ (Suicide) કર્યું છે.

છત્તીસગઢના પૂર્વ પ્રધાન રજિંદરપાલ સિંહ ભાટિયાએ કરી આત્મહત્યા
છત્તીસગઢના પૂર્વ પ્રધાન રજિંદરપાલ સિંહ ભાટિયાએ કરી આત્મહત્યા
author img

By

Published : Sep 19, 2021, 10:42 PM IST

  • રજિંદર પાલ સિંહની આત્મહત્યાના કારણનો ખુલાસો થઇ શક્યો નથી
  • સાંજે તેઓ પોતાના ઘરે એકલા હતા
  • રવિવારે સાંજે 7 વાગે તેમણે આ ઘાતક પગલું ઉઠાવ્યું હતું

રાજનાંદગામ- છત્તીસગઢ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રધાન રજિંદરપાલ સિંહ ભાટિયાએ સુસાઇડ કર્યું છે. પોલીસ પાસેથી મળેલી સૂચના અનુસાર રજિંદરપાલ સિંહે પોતાના ઘરમાં સુસાઇડ કર્યું છે. હજુ સુધી આ આત્મહત્યાના કારણનો ખુલાસો થઇ શક્યો નથી. રવિવારે સાંજે 7 વાગે તેમણે આ ઘાતક પગલું ઉઠાવ્યું હતું. તેમણે પોતાના છૂરિયા સ્થિત ઘરમાં સુસાઇડ કરીને જીવન લીલા ખતમ કરી દીધી. તેઓ અહીં પોતાના નાના ભાઇ સાથે રહેતા હતા. સાંજે તેઓ પોતાના ઘરે એકલા હતા. જ્યારે ભાઇ ઘરે પહોંચ્યા તો જોયું તેમની બોડી ફાંસીના ફંદે લટકી રહી છે. રજિંદર પાલ સિંહની આત્મહત્યાના કારણનો ખુલાસો થઇ શક્યો નથી.

ભાટિયાના સુસાઇડના સમાચાર બાદ સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઇ ગઇ

ભાટિયાના સુસાઇડના સમાચાર બાદ સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઇ ગઇ છે. બધા આ ઘટનાને લઇને શોકમાં છે. અત્યારસુધી પોલીસને ઘરમાંથી કંઇ મળ્યું નથી. ના સુસાઇડ નોટ મળી છે. પોલીસ પરિવારજનોને પૂછતાછ કરીને આ કેસના મૂળ સુધી પહોંચવાના પ્રયાસ કરી રહી છે.

રજિંદરપાલ સિંહ ભાટિયાની રાજનીતિક સફર

રજિંદરપાલ સિંહ ભાટિયા ભાજપના કદાવર નેતાના રૂપમાં ઓળખાય છે. તેઓ પરિવહન પ્રધાન અને CSIDCનું ચેરમેન પદ સંભાળી ચૂક્યા છે. વર્ષ 2014માં વિધાનસભા ચૂંટણીમાં જ્યારે તેઓને ભાજપ તરફથી ટિકિટ આપવામાં નહી આવી તો તેમણે નિર્દલીય ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં તેઓ બીજા સ્થાને રહ્યા હતા. વર્ષ 2003માં રજિંદરપાલ સિંહ ભાટિયાને ભાજપે ટિકિટ આપી અને તે ધારાસભ્ય બન્યા. ત્યારબાદ તેઓએ પ્રધાન પદ સંભાળ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.