નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઈરસ (Corona cases in India)અને ઓમિક્રોન વેરિયન્ટના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે ચૂંટણી પંચે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને (Preparations for the Assembly elections) અંતિમ સ્વરૂપ આપવાનું શરૂ કરી દીધું છે. તમામ દળ અત્યારથી મોટી મોટી રેલીઓ યોજી રહ્યું છે અને આ રેલીઓમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી રહી છે. તેવામાં આગામી ચૂંટણી અંગે કેટલાક પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ. વાય. કુરેશીએ (Former CEC SY Quraishi on Assembly Elections) કહ્યું હતું કે, કોરોના મહામારીની વચ્ચે રેલીઓ યોજવી (Ban on Organizing Rallies due to Corona Epidemic) ખતરનાક છે.
આ પણ વાંચોઃ UP Assembly Elections 2022: ભાજપ પોતાના ચૂંટણી ઢંઢેરા માટે આજથી તમામ વર્ગના લોકો સાથે કરશે વાતચીત
કોરોના મહામારી વચ્ચે અનેક રાજ્યમાં થઈ ચૂકી છે ચૂંટણી
વિધાનસભા ચૂંટણી કરાવવા અંગે કુરેશીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મહામારી દરમિયાન અનેક દેશોમાં ચૂંટણી થઈ છે. અહીં પણ બિહારથી લઈને પશ્ચિમ બંગાળ અને કેરળથી લઈને તમિલનાડુ સુધી અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થઈ ચૂકી છે. કોવિડ-19 સંબંધિત દિશા-નિર્દેશના મતે, જો ચૂંટણી કરાવવામાં આવે તો કોઈ તકલીફ નથી. રેલીઓનું આયોજન ખતરનાક છે, જે બંધ થવું (Former CEC SY Quraishi on Assembly Elections) જોઈએ.
દિવસમાં રેલી અને રાત્રે કરફ્યૂનો કોઈ અર્થ નહીં
નેતાઓ દ્વારા મોટી મોટી રેલીઓ કરાવવા અને રાત્રે કરફ્યૂ લગાવવાના નિર્ણય પર એસ. વાય. કુરેશીએ જણાવ્યું હતું કે, દિવસમાં રેલી અને રાત્રે કરફ્યૂનો કોઈ અર્થ નથી. આનાથી તો સમાધાન નથી નીકળવાનું. આનાથી સંક્રમણ નથી રોકાવાનું.
આ પણ વાંચોઃ UP Assembly Elections 2022: અખિલેશ યાદવની મોટી જાહેરાત, સત્તામાં આવશે તો આપશે મફત વીજળી
સરકારે આચારસંહિતા લાગુ થાય તે પહેલા પગલા ઉઠાવવા જોઈએ
ચૂંટણી દરમિયાન કોરોના સંક્રમણ રોકવામાં ચૂંટણી પંચની ભૂમિકા અંગે તેમણે (Former CEC SY Quraishi on Assembly Elections) કહ્યું હતું કે, ચૂંટણી પંચ તો પછીથી પિક્ચરમાં આવશે. જ્યારે ચૂંટણીઓની જાહેરાત થશે અને આચારસંહિતા લાગુ થશે. આ પહેલા તો સરકારે પગલા ઉઠાવવા જોઈએ. અત્યારે તો સરકારના જ નિયમ કાયદા લાગુ છે. રાત્રે કરફ્યૂ તો સરકારે જ લગાવ્યો છે. સરકારે આ રેલીઓના આયોજન પર પ્રતિબંધ (Former CEC SY Quraishi on Assembly Elections) લગાવવો જોઈએ. ચૂંટણીની જાહેરાત પછી ચૂંટણી પંચે પહેલું કામ આ રેલીઓ પર પ્રતિબંધ લગાવવાનું (Ban on Organizing Rallies due to Corona Epidemic) કરવું જોઈએ.
ચૂંટણી પંચના પ્રોટોકોલનું થવું જોઈએ પાલન
ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત કોરોના પ્રોટોકોલના ઉલ્લંઘનના સંબંધમાં તેમણે કહ્યું હતું કે, ચૂંટણી પંચના પ્રોટોકોલ ખૂબ જ સાચા છે. જો તેનું યોગ્ય રીતે પાલન થવું જોઈએ. જો એમ નહીં થાય તો તે બેદરકારી છે. કોઈ પણ સંજોગોમાં નિયત પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. પંચે તમામ સંજોગોમાં આ સુનિશ્ચિત કરવું પડશે.
સરકાર વ્યવસ્થા કરે તો ઓછા તબક્કામાં થઈ શકે છે ચૂંટણી
કોવિડ મહામારી વચ્ચે ચૂંટણી ઓછા તબક્કામાં કરાવવાના સંબંધમાં પૂર્વ ચૂંટણી કમિશનર કુરેશીએ (Former CEC SY Quraishi on Assembly Elections) જણાવ્યું હતું કે, ચૂંટણી પંચે તેની પર ધ્યાન આપવું જોઈએ તથા સરકારે આમાં સહયોગ આપવો જોઈએ. એક જ વારમાં સુરક્ષા સંબંધિત તમામ વ્યવસ્થા કરવામાં આવી શકે છે. જો સરકાર આની વ્યવસ્થા કરે તો ઓછામાં ઓછા તબક્કા કે પછી એક કે બે તબક્કામાં મતદાન પૂર્ણ થઈ શકે છે.