ETV Bharat / bharat

'તું નહિં તો તારો કટ આઉટ પણ ચાલશે'... વિદેશી મહેમાનોએ PM મોદીના કટ આઉટ સાથે લીધી તસવીરો, કહી આ વાતો... - વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન મોદીએ સુરતમાં વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કર્યું છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં દેશ-વિદેશના હિરા ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જોકે, અહીં વડાપ્રધાન મોદી સાથે જે લોકો તસ્વીર લઈ શક્યા ન હતાં કેવા વિદેશી મહેમાનોએ પીએ મોદીના કટિંગ સાથે તસ્વીરો ખેંચાવી હતી અને પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતાં.

વિદેશી મહેમાનોએ PM મોદીના કટ આઉટ સાથે લીધી તસવીરો

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 17, 2023, 4:32 PM IST

વિદેશી મહેમાનોએ PM મોદીના કટ આઉટ સાથે લીધી તસવીરો

સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગ અને ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું હતું. ડાયમંડ બુર્સ ખાતે દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ હાજરી આપી હતી. વિદેશથી આવેલા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો પીએમ મોદીથી આટલી હદે પ્રભાવિત હતા કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તસવીર લઈ શક્યા નહોતા. પરંતુ તેમના કટ આઉટ સાથે તસવીર લેતા નજરે પડ્યા હતા. એટલું જ નહીં તમામ લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સુરત ડાયમંડ બુર્સના વખાણ પણ કર્યા હતાં.

ભારત અને અરબ દેશો વચ્ચે સંબંધ ગાઢ બનશે: સાઉદી અરબથી આવેલા અબ્દુલ્લા સલાહે જણાવ્યું હતું કે, હું સુરતને ધન્યવાદ કહેવા માગું છું. સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ધન્યવાદ કહીશ કે, તેઓ સુરત માટે ખુબ સરસ કામ કરી રહ્યા છે. સુરતના લોકો માટે આ ખૂબ જ મહત્વનો દિવસ છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ બનવાના કારણે હવે વિદેશમાં રહેતા લોકોને સુરત આવવા માટે સરળતા થઈ જશે. જેના કારણે સુરત ડાયમંડ બુર્સ પ્રવાસીઓ થી વ્યસ્ત રહેશે. અરબ દેશો ભારત સાથે વ્યવસાય કરવા માંગે છે. હવે ભારત તેમજ અરબ દેશો વચ્ચે સંબંધ ગાઢ બનશે.

હીરા ઉદ્યોગમાં પરિવર્તન: વર્લ્ડ ડાયમંડ કાઉન્સિલના પ્રમુખ ફેરિયર ઝુબેકી એ જણાવ્યું હતું કે, હું લંડન થી છું અને છેલ્લા 15 વર્ષથી ડાયમંડ ઉદ્યોગ માટે હું સુરત આવતી રહું છું. હીરા ઉદ્યોગમાં ખૂબ જ સરસ પરિવર્તન જોઈ રહી છું. અહીં આવીને ગર્વ અનુભવી રહી છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં હીરા ઉદ્યોગમાં કઈ રીતે પરિવર્તન આવશે તે અંગેની જાણકારી આપી. જે આખા વિશ્વ સાથે જોડાશે. હીરાની જેમ આ હીરા ઉદ્યોગ પણ ભવિષ્યમાં વધુ ચમકશે.

ઇન્ડિયા સુપર ઇકોનોમી બને તે માટે પ્રયત્નશીલ: ડીટીસીના ઉચ્ચ અધિકારી પૌલએ જણાવ્યું હતું કે, સુરતમાં ખૂબ જ શાનદાર બિલ્ડીંગ તૈયાર થયું છે. ઇન્ડિયા સુપર ઇકોનોમી બને તે માટે પ્રયત્નશીલ જોવા મળે છે.

ડાયમંડ બુર્સ અદભુત: બેનડીસ્કેસ્ટન એ જણાવ્યું હતું કે, પીએમ મોદીની સ્પીચ અંગે કહેવું મુશ્કેલ છે, કારણ કે તે ગુજરાતીમાં હતું પરંતુ ડાયમંડ બુર્સ અદભુત છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ શાનદાર છે, જે હીરા ઉદ્યોગ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત આવનાર વર્ષોમાં વિશ્વનો ત્રીજો સૌથી વધુ સારી આર્થિક સ્થિતિ ધરાવનાર દેશ બનશે એ આ બિલ્ડીંગ જોઈને ખબર પડે છે.

  1. સુરત એક સમયે 'સન સિટી' તરીકે જાણીતું હતું, પરંતુ આજે અહીંના લોકોએ પોતાની મહેનતથી તેને 'ડાયમંડ સિટી' બનાવ્યું : PM Modi
  2. સુરતમાં સોના-ચાંદી અને હીરાથી બે કિલો વજનની ડાયમંડ બુર્સની પ્રતિકૃતિ બનાવાઈ, હિરા ઉદ્યોગપતિની કરામત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.