- ચૂંટણી માટે તોડી બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા
- લગ્નના વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાઇરલ
- ગામની સેવા માટે લગ્ન કર્યાનો દાવો
બલિયા: યૂપીમાં પંચાયતની ચૂંટણીઓની તારીખ જાહેર થતાની સાથે જ ચૂંટણીની કવાયત તેજ થઇ ગઇ છે. ઉમેદવારો પણ પોતાની તૈયારીઓમાં લાગી ગયા છે પણ આ ચૂંટણીમાં સૌથી મોટી મુસીબત સામે આવી છે આરક્ષણની યાદી. આ યાદીએ અનેક ઉમેદવારની ઇચ્છા પર પાણી ફેરવી દીધું છે. અનેક સીટ પર ઉમેદવારોની ઇચ્છાથી ઉંધુ અનેક સીટ આરક્ષિત જાહેર થઇ છે. આથી જોઇને દરેક ઉમેદાર પોતાનું ગણિત લગાવી રહ્યો છે.
વધુ વાંચો: મહુવા તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવી
ચૂંટણી માટે તોડ્યું બહ્મચર્ય
આ ચૂંટણીના માહોલમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે જેમાં હાથી સિંહ નામના વ્યક્તિ કે જેમની ઉંમર 45 વર્ષ છે. તેમને પ્રધાન પદ માટે ચૂંટણી લડવી હતી. જો કે તેમના ગામની સીટ મહિલા માટે આરક્ષિત થતાં તેમણે ગામની ભલાઇ માટે પોતાની ભીષ્મ પ્રતિજ્ઞા તોડી દીધી. તેમણે છપરા જિલ્લાની નીધિ કુમારી સાથે લગ્ન કરી લીધા. તેમના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યાં છે. લગ્ન અંગે સવાલ થતાં તેમણે કહ્યું હતું કે ગામ અને રાષ્ટ્રની ભલાઇથી મોટી રાષ્ટ્રથી મોટી કોઇ પ્રતિજ્ઞા નથી. આથી મેં મારી પ્રતિજ્ઞા તોડીને લગ્ન કર્યા છે. જેથી હું મારા ગામનો વિકાસ કરી શકું.
વધુ વાંચો: વિધાનસભા ગૃહમાં ગુજરાત પંચાયત (સુધારા) બિલ-2021 રજૂ કરાયું