- વડાપ્રધાન મોદી કરશે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ બેઠકની અધ્યક્ષતા
- 9 ઓગસ્ટે કરશે બેઠકની અધ્યક્ષતા
- સમુદ્રી સુરક્ષા ભારતની પ્રાથમિકતા
દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) 9 ઓગસ્ટે ડિજીટલ માધ્યમથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (United Nations Security Council) બેઠકની અધ્યક્ષતા કરશે. PM મોદી સમુદ્રી સુરક્ષા પર ખુલ્લી ચર્ચા કરશે. 75થી પણ વધુ વર્ષમાં પહેલા વાર ભારતીય રાજનૈતિક નેતૃત્વ 15 સદસ્યીય સંયુક્ત રાષ્ટ્ર નિકાયના કોઈ કાર્યક્રમમાં અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે.
વડાપ્રધાન મોદી કરશે અધ્યક્ષતા
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, આ પહેલી વાર હશે કે જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાન સયુક્ત રાષ્ટ સુરક્ષા પરિષદમા ખુલ્લી ચર્ચાની અધ્યક્ષતા કરશે. ભારત ઓગસ્ટ મહિના માટે સુરક્ષા પરિષદનું અધ્યક્ષ છે. બાગચીએ ટ્વીટ કર્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિજીટલ માધ્યમ દ્વારા નવ ઓગસ્ટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં 'આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા સમુદ્ર સુરક્ષા' પર ખુલ્લી ચર્ચાની અધ્યક્ષતા કરશે. તેમણે કહ્યું કે આ પહેલી વાર હશે કે જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાન ખુલ્લી ચર્ચાની અધ્યક્ષતા કરશે.
આ પણ વાંચો: ભારતીય હોકી ટીમની સિદ્ધિ, અત્યાર સુધીનો સૌથી સર્વશ્રેષ્ઠ વર્લ્ડ રેન્ક મેળવ્યો
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારત
ભારત એક જાન્યુઆરીથી 2 વર્ષ માટે સુરક્ષા પરિષદનું અસ્થાયી સદસ્ય છે. ભારત જાન્યુઆરી 2021માં 2 વર્ષની અવધી માટે UNSCના 10 બિનસ્થાયી સદસ્યોમાંથી એકની રીતે સામેલ થયું હતું. સુરક્ષા પરિષદમાં અસ્થાયી સદસ્યના રૂપમાં ભારતનો આ સાતમો કાર્યકાળ છે. ભારત જૂન 1950, સપ્ટેમ્બર 1967, ડિસેમ્બર 1972, ઓક્ટોબર 1977, ફેબ્રુઆરી 1985, ઓક્ટોબર 1991, ડિસેમ્બર 1992, ઓગસ્ટ 2011 અને નવેમ્બર 2021માં નિકાયનુ અધ્યક્ષ રહ્યું હતું. અધ્યક્ષ મહિના માટે એજન્ડા નક્કી કરે છે અને UNSCની મહત્વપૂર્ણ બેઠકોનું સમન્વય કરે છે.
ભારતની પ્રમુખ પ્રાથમિકતાઓ
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનીધી ટી.એસ. તિરૂમૂર્તિનું કહેવુ છે કે ભારત મહિના માટે પોતાની ત્રણ પ્રાથમિકતાઓ સમુદ્રી સુરક્ષા, આંતકવાદ સામે મુકાબલો અને શાંતિ સ્થાપના પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે ઉચ્ચસ્તરીય બેઠક અને બ્રિફીંગનું આયોજન કરશે. તિરુમૂર્તિએ કહ્યું કે સમુદ્રી સુરક્ષા ભારતની ઉચ્ચ પ્રાથમિકતા છે અને સુરક્ષા પરિષદ માટે આ મૃદ્દા પર સમગ્ર રૂપથી પોતાનું વલણ લેવું જરૂરી છે.
આ પણ વાંચો: બ્રિટને ભારતથી આવનારા યાત્રીઓ માટે નિયમો કર્યા હળવા
ભારતનો એજન્ડા
યૂએનમાં ભારતના ઉપ સ્થાયી અધ્યક્ષ નાગરાજ નાયડૂના પ્રમાણે ભારત ઓગસ્ટના અંતમાં આંતકવાદી કૃત્યોના કારણે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ખતરાના શિર્ષક સાથે એક મંત્રી સ્તરીય બેઠક આયોજીત કરશે. ભારત યુએન અને ફાઈનાન્સશિયલ ટાસ્ક ફોર્સની વચ્ચે સમન્વય કરવાની માગ કરી રહ્યા છે. મની લોન્ડરિંગ અને ટેરર-ફાઈનાન્સિંગ વોચડોગ વચ્ચે સંકલન વધારવા, તેમજ આતંક અને આંતરરાષ્ટ્રીય ગુનાઓ વચ્ચેના સંબંધોને દૂર કરવા માંગે છે. શાંતિ નિર્માણ, 'યુનાઇટેડ નેશન્સ પીસકીપીંગ: ટેકનોલોજી એન્ડ પીસબિલ્ડીંગ' પર મંત્રીની ખુલ્લી ચર્ચા 18 ઓગસ્ટના રોજ થશે. નાયડુએ જણાવ્યું હતું કે ભારતે યુનાઈટેડ નેશન્સ પીસકીપીંગ ઓપરેશન અને ઓપરેશનલ સપોર્ટ સાથે મળીને મોબાઈલ એપ યુનાઈટ અવેયર (યુનિટે જાગૃતિ) વિકસાવી છે. ભારતને આશા છે કે તેનાથી યુએન શાંતિ રક્ષકો માટે વિસ્તારની માહિતી અને પરિસ્થિતિગત જાગૃતિમાં સુધારો થશે.