સેન ફ્રાન્સિસ્કો: ગુગલ મેપ્સએ દુનિયાભરના પોતાના એન્ડ્રોઇડ વપરાશકર્તા માટે ડાર્કથીમ લોન્ચ કરી છે ગુગલે પોતાના એન્ડ્રોઇડ માધ્યમ દ્વારા એક ટ્વીટમાં લખ્યું છે કે આપણને શું જોઇએ છે ? ડાર્ક થીમ, આપણને આના દ્વારા શું જોઇએ છે, ગૂગલ મેપ્સ
ગુગલ મેપમાં ડાર્ક મોડ એક્ટીવેટ
ગુગલે પાછલા વર્ષના સપ્ટેમ્બરમાં ગુગલ મેપ્સના ડાર્ક મોડનું પરીક્ષણ કર્યું હતું અને હવે એન્ડ્રોઇડ વપરાશકર્તાઓ માટે વૈશ્વિક સ્તરે રોલઆઉટ શરું કર્યું છે.નાઇટ મોડનો મુખ્ય ઉદ્દેશ તમારી આંખોને આરામ અને રાહત મળે અને સાથે તમારા મોબાઇલ ફોનની બેટરી લાઇફને બચાવવા માટે પણ ડાર્ક મોડ સક્ષમ છે. તમારે ફક્ત બસ ગુગલ મેપના ઉપરના ખુણાને ટેપ કરવાનું છે.
આ પણ વાંચો : ભારતમાં લઘુ ઉદ્યોગોને મદદ કરવા ગુગલ રૂ.109 કરોડનું રોકાણ કરશે
કેવી રીતે એક્ટીવ કરશો ડાર્ક મોડ
કોન્ફિગરેશન વિકલ્પોની સૂચીમાં થીમ સેંટીગ્સની તપાસ કરવી પડશે અને પછી ડાર્ક મોડને એક્ટીવ કરવાવાળી એન્ટ્રીનું ચયન કરવું પડશે. આ સુવિધાનો લાભ લેવા માટે એન્ડ્રોઇડ યુજર્સને એન્ડ્રોઇડ ઓએસનુ લેટેસ્ટ વર્ઝન 10.61.1 ડાઉનલોડ કરવું પડશે. મોડેલ ફિચર્સની સાથે ગુગલમેપના બેકગ્રાઉન્ડ માટે જ ગ્રેનો સુપર ડાર્ક શેડ આપવામાં આવ્યો છે. રસ્તાના નામ ગ્રે કલરના હલ્કા શેડમાં આપવામાં આવ્યા છે જેના કારણે વપરાશકર્તાને મહત્વપુર્ણ સ્થાન અને રસ્તાઓ સરળતાથી દેખાઇ શકે. આ સિવાય ગુગલે એન્ડ્રોઇડ હેંડસેટ માટે પાસવર્ડ ચેકઅપની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. કંપનીએ કહ્યું કે સુવિધા હાલમાં એન્ડ્રોઇડ ફોનમાં એન્ડ્રોઇડ 9 અને આ પછીના વર્ઝનમાં એકીકૃત છે.
આ પણ વાંચો : ગૂગલે પિક્સેલ બડ્સમાં નવી બાસ બૂસ્ટ સુવિધા રજૂ કરી