કરાચી પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં અસાધારણ રીતે ભારે વરસાદને (Heavy Rains In Pakistan) કારણે વર્તમાન નાણાકીય વર્ષમાં ડોલર 4 બિલિયનથી વધુનું આર્થિક નુકસાન થવાની ધારણા છે અને તેના કારણે ઘણા વિસ્તારોમાં ભયંકર પૂર (Pakistan Flood) આવ્યું છે. ભારે વરસાદ અને પૂરના સતત પ્રકોપને કારણે અર્થતંત્રને થયેલા વાસ્તવિક નુકસાનનો સંપૂર્ણ અંદાજ લગાવવો શક્ય નથી, પરંતુ તેની કૃષિ ક્ષેત્રના ઉત્પાદન પર ઊંડી અસર હોવાનું માનવામાં આવે છે, જે પાકિસ્તાનના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં 23 ટકા યોગદાન આપે છે.
આ પણ વાંચો ગણતરીની સેકન્ડોમાં જ ટ્વીન ટાવર તળીયે, જૂઓ વીડિયો
પાકિસ્તાન સરકારે રાષ્ટ્રીય કટોકટી કરી જાહેર અત્યાર સુધીમાં 937 મૃત્યુ, 30 મિલિયન લોકોએ તેમના માથા ગુમાવ્યા: ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં વરસાદે તમામ રેકોર્ડ અને આંકડાઓને ધોઈ નાખ્યા છે. સ્વાત, દિર અને ચિત્રાલમાંથી તબાહીના આવા વીડિયો સામે આવી રહ્યા છે. પાકિસ્તાન સરકારે સત્તાવાર રીતે 343 બાળકો સહિત લગભગ 937 લોકોના મૃત્યુ થયા છે. દેશના ત્રણ કરોડ લોકોના માથા પરથી છત ઉડી ગઈ છે, ત્યારબાદ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી છે. સિંધ પ્રાંતમાં 14 જૂનથી ગુરુવાર સુધીમાં વરસાદ અને પૂરમાં 306 લોકોએ જીવ ગુમાવ્યા છે. બલૂચિસ્તાનમાં 234, ખૈબર પખ્તુનખ્વામાં 185 અને પંજાબમાં 164 મૃત્યુ નોંધાયા છે.
અખબાર ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન પાકિસ્તાની અખબાર 'ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન'માં છપાયેલા અહેવાલ મુજબ ભારે વરસાદ અને પૂરના કારણે થયેલા અકસ્માતોમાં લગભગ 1000 લોકોના મોત થયા છે અને કરોડો રૂપિયાની સંપત્તિનો નાશ થયો છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે, સરકારને ઘણા ભાગોમાં ઈમરજન્સી જાહેર કરવી પડી છે. આ અખબારે જેએસ ગ્લોબલ રિસર્ચના એક સંશોધન અહેવાલને ટાંકીને કહ્યું છે કે, અમારા પ્રારંભિક અંદાજ મુજબ, જો સરકાર દ્વારા કેટલાક ચોક્કસ પગલાં લેવામાં ન આવે તો પૂર અને વરસાદને કારણે ચાલુ ખાતાની ખાધ વધીને ડોલર 4.4 બિલિયન થઈ શકે છે.
આ પણ વાંચો નોઈડાનો ટ્વીન ટાવર આંખના પલકારામાં જ થયો ધરાશાયી, બ્લાસ્ટ બાદ ધુમાડાના ગોટેગોટા
પાકિસ્તાનમાં વરસાદ અને પૂરના કારણે કપાસના પાકને થયું નુકસાન આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનને મજબૂરીમાં ડોલર 2.6 બિલિયનના કપાસ અને ડોલર 900 મિલિયનના ઘઉંની આયાત કરવી પડી શકે છે. તેની સાથે ટેક્સટાઇલની નિકાસમાં પણ એક અબજ ડોલરનું નુકસાન વેઠવું પડી શકે છે. આ રીતે, કુલ નુકસાન લગભગ ડોલર 4.5 બિલિયન સુધી પહોંચી શકે છે. પાકિસ્તાનમાં વરસાદ અને પૂરના કારણે કપાસના પાકને સૌથી વધુ નુકસાન થયું છે. ગયા નાણાકીય વર્ષમાં 80 લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થયું હતું. આ વર્ષે સિંધમાં ભારે વરસાદને કારણે તેના પાકને ઘણું નુકસાન થયું છે. વરસાદ અને પૂરમાં પાક ઉપરાંત પાંચ લાખ જેટલા પશુઓના પણ મોત થયા છે. આનાથી ગ્રામીણ વસ્તી પર આર્થિક બોજ વધશે અને દૂધનો પુરવઠો પણ ખોરવાઈ જવાની ધારણા છે.