જમ્મુ કાશ્મીર: ગુરુવાર અને શુક્રવારની રાત્રે રાજૌરી જિલ્લાના દારહલ્લી નાળામાં અચાનક પૂર (Jammu kashmir Rajauri flood) આવતાં એક ટીપર ડ્રાઇવર અને તેના હેલ્પરનું મૃત્યુ (two die in tipper) થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, બે વ્યક્તિઓ મોહમ્મદ અસલમનો પુત્ર સજ્જાદ અહેમદ અને જમાલ દિનનો પુત્ર અબરાર અહેમદ, બંને સોકર કોત્રંકાના રહેવાસીઓ તેમના ટીપરમાં રેતી ભરતી વખતે ધારાલી નાળામાં ધોવાઈ ગયા હતા.
આ પણ વાંચો: અચાનક પણી વધી જતા સ્કૂલબસ પૂરમાં ફસાઈ ગઈ, 25 વિદ્યાર્થીઓ હતા સવાર
"એવું બન્યું કે લોડિંગ દરમિયાન, નાળામાં પાણીનું સ્તર અચાનક વધી ગયું, જેના કારણે આ ઘટના બની." "ટૂંક સમયમાં, ગુમ થયેલા લોકોને શોધી કાઢવા માટે પોલીસ, SDRF અને સેના દ્વારા સંયુક્ત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને અત્યાર સુધી ડ્રાઇવરનો મૃતદેહ નાળામાંથી પુનઃપ્રાપ્ત કરવામાં આવ્યો હતો"
આ પણ વાંચો: શાળામાં પડ્યું કાળમૂખી વૃક્ષ, એક વિદ્યાર્થીનીનું મોત, 19 બાળક ઘાયલ
તેઓએ ઉમેર્યું હતું કે સંયુક્ત ટીમ દ્વારા ઓપરેશનને વધુ તીવ્ર બનાવવા સાથે હેલ્પર હજુ પણ શોધી શકાયો નથી. એસએસપી રાજૌરી મોહમ્મદ અસલમે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, ગુમ થયેલા વ્યક્તિને શોધવા માટે ઓપરેશન ચાલુ છે. અંતે બીજી લાશ ઘટના સ્થળથી દૂર મળી આવી હતી.