ETV Bharat / bharat

વિધાનસભા ચૂંટણીમાં આજે રાજકીય દંગલ, બંગાળ અને આસામ સહિત પાંચ રાજ્યોની 475 બેઠકો પર મતદાન

બંગાળ અને તમિલનાડુમાં જ્યાં ભીષણ રાજકીય ધમાસાણ જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ આસામમાં મતદાનનો આ છેલ્લો તબક્કો છે. કેરળમાં રેલીઓ યોજાઈ તો પોંડીચેરીમાં BJP પર આધાર કાર્ડની જાણકારીઓનો ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો. માટે આજની ચૂંટણી મહત્વની બની રહેશે.

election
election
author img

By

Published : Apr 6, 2021, 7:24 AM IST

Updated : Apr 6, 2021, 12:56 PM IST

  • વિધાનસભા ચૂંટણીમાં આજે રાજકીય દંગલ
  • બંગાળ અને આસામ સહિત પાંચ રાજ્યોની 475 બેઠકો પર મતદાન
  • પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ

ન્યૂઝ ડેસ્ક: દેશમાં હાલ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે જેમાં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અને આસામ વિધાનસભા ચૂંટણીમાં બે તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. હવે 6 એપ્રિલે આ બન્ને રાજ્યોમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે અને સાથે જ તમિલનાડુ, કેરળ અને પોંડીચેરી વિધાનસભા ચૂંટણીમાં એક જ તબક્કામાં તમામ બેઠકો પર મતદાન યોજાશે.

આસામમાં 6 એપ્રિલના રોજ યોજાશે ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન

આસામમાં 6 એપ્રિલના રોજ વિધાનસભાની ચૂંટણીના ત્રીજા અને છેલ્લા તબક્કાના મતદાનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યના 11 જિલ્લાઓમાં યોજાનારા આ મતદાન માટે 40 મતક્ષેત્રના 11,401 મતદાન મથકો પર 39,07,963 મહિલાઓ અને 139 ટ્રાન્સજેન્ડર સહિત કુલ 79,19,641 મતદારો મતદાન કરશે. ત્રીજા તબક્કાના મતદાનમાં 31 રાષ્ટ્રીય અને રાજ્યની રાજકીય પક્ષોના 337 ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ થશે. આ વર્ષની વિધાનસભાની ચૂંટણીમાં 7,337 ઉમેદવારોમાંથી 25 મહિલાઓ અને 312 પુરુષ ઉમેદવારો ઉભા રહ્યા છે.

આ પણ વાંચો: આજે પશ્ચિમ બંગાળમાં ત્રીજા તબક્કાનું મતદાન, તમામ માહિતી એક ક્લિકમાં...

સૌથી વધુ ઉમેદવારો ગુવાહાટી પશ્ચિમની બેઠક પર

ત્રીજા તબક્કાના મતદાનમાં કુલ 40 બેઠકો પૈકી ગુવાહાટી પશ્ચિમની બેઠક પર સૌથી વધુ 15 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે બોકો એસ.સી બેઠક પર સૌથી ઓછા 3 ઉમેદવારો નોંધાયા છે.

આજે પશ્ચિમ બંગાળમાં ત્રીજા તબક્કાનું મતદાન

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. બન્ને પક્ષો દ્વારા વિજયનો દાવો કરવામાં આવી રહ્યો છે. ચૂંટણીની આ નિર્ણાયક જંગમાં કોને સિંહાસન મળશે? તે જોવું રહ્યું.

50 ટકા ઉમેદવારો માત્ર 12 ધોરણ પાસ

6 એપ્રિલના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં 5થી વધુ મોટા રાષ્ટ્રીય અને રાજ્ય રાજકીય પક્ષોમાંથી 31 મતક્ષેત્રો માટે કુલ 205 ઉમેદવારો મેદાનમાં છે. નોંધાયેલા કુલ 205 ઉમેદવારોમાં 193 પુરુષ અને 12 મહિલા ઉમેદવારો છે. આ ચૂંટણીમાં હાસ્યાસ્પદ વાત એ છે કે, 50 ટકા ઉમેદવારો એટલે કે 102 ઉમેદવારો માત્ર 12 ધોરણ પાસ છે.

સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશને નેવે મૂકીને ઉમેદવારોની પસંદગી

ઉમેદવારોની પસંદગી માટે સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશને નેવે મૂકીને તમામ મુખ્ય રાજકીય પક્ષોએ મતદાનના ત્રીજા તબક્કામાં પણ ગુનાહિત ભૂતકાળ ધરાવતા આશરે 26 ટકા ઉમેદવારોને ટિકિટ આપી છે. 31 મતક્ષેત્રોમાંથી 8 (26 ટકા) મતક્ષેત્રોમાં ચૂંટણી લડી રહેલા 3 કે તેથી વધુ ઉમેદવારો વિરૂદ્ધ પોલીસ ગુનાઓ નોંધાયા હોવાથી તેમને 'રેડ એલર્ટ' તરીકે જાહેર કરાયા છે. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજવા માટે અને મતદારોનો વિશ્વાસ વધારવા માટે રાજ્યમાં CAPFની 125થી વધુ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.

આ પણ વાંચો: આસામમાં આજે અંતિમ તબક્કાનું મતદાન, મતદારોથી લઈને ઉમેદવારો સુધીની માહિતી એક ક્લિકમાં…

તમિલનાડુમાં તમામ 234 બેઠકો પર મતદાન

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2021ની વિગતો જોઈએ તો તમિલનાડુમાં 30 વિધાનસભા બેઠકો માટે એક જ ચરણમાં, એટલે કે એક જ દિવસમાં 6 અપ્રિલના રોજ મતદાન યોજાશે અને 2જી મેના રોજ ચૂંટણી પરિણામ આવશે. તમિલનાડુમાં 2021 માં યોજાનારી ચૂંટણી ઘણા દાયકાઓ પછી એકદમ વિશેષ બનવાની છે. કારણ કે આ વખતે ચૂંટણી બે રાજકીય દિગ્ગજો એમ કરુણાનિધિ અને જે. જયલલિતા વિના લડશે. ગત ચૂંટણીમાં, AIADMK (ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કળગમ) એ અહીં 236 માંથી 136 બેઠકો જીતી હતી. જ્યારે DMKને 89 બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં સુપરસ્ટાર કમલ હાસન પણ મેદાનમાં ઉતરશે.

કેરળ વિધાનસભા ચૂંટણી

અન્ય રાજ્યોની સાથે-સાથે કેરળમાં પણ આ વખતે વિધાનસભા ચૂંટણી થવાની છે. ડાબેરી સરકાર જ્યાં પોતાની સત્તા બચાવવાના પ્રયાસ કરી રહી છે, ત્યારે કૉંગ્રેસના નેતૃત્વવાળું ગઠબંધન સત્તાની ચાવી મેળવવાના પ્રયત્ન કરી રહ્યું છે. આ વખતે કેરળની સત્તા પર ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)ના નેતૃત્વવાળા લેફ્ટ મોરચાનું શાસન છે. ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીત્યા પછી લેફ્ટ મોરચાની આશા વધી છે કે તેઓ કેરળમાં પોતાની સત્તા બચાવીને રાજ્યમાં ચૂંટણીનો ઇતિહાસ બદલનાર પ્રથમ સરકાર હશે. આ દરમિયાન પૂર્વ સંરક્ષણ પ્રધાન અને ત્રણ વખત કેરળના મુખ્યપ્રધાન રહી ચૂકેલા એ. કે. એન્ટનીએ આ વખતે કૉંગ્રેસના નેતૃત્વવાળા યુનાઇટેડ ડેમૉક્રેટિક ફ્રન્ટ (UDF)ની સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

પોંડીચેરીમાં વિધાનસભા ચૂંટણી

પોંડીચેરી વિધાનસભા ચૂંટણી 2021ની સમગ્ર વિગતો જોઈએ તો પોંડીચેરીમાં 30 વિધાનસભા બેઠકો માટે એક જ ચરણમાં, એટલે કે એક જ દિવસમાં 6 અપ્રિલના રોજ મતદાન યોજાશે અને 2જી મેના રોજ ચૂંટણી પરિણામ આવશે.

પોંડીચેરીમાં તમામ 30 બેઠકો પર મતદાન

પોંડેચરીની DMK સાથે જોડાણમાં કોંગ્રેસની આગેવાનીવાળી સરકાર હતી. વી નારાયણસામી અહીંના મુખ્યપ્રધાન હતા. ગત ચૂંટણીમાં કોંગ્રેસ ગઠબંધને 30 માંથી 18 બેઠકો જીતી હતી. જ્યારે ભાજપ અને ઓલ ઈન્ડિયા એનઆર કોંગ્રેસને 14 બેઠકો મળી હતી. જ્યારે હાલમાં જ કોંગ્રેસે ચાર ધારાસભ્યોએ રાજીનામા આપતા નારાયણસામી સરકારે બહુમતિ ગુમાવી હતી. તેમજ ગૃહમાં ફ્લોર ટેસ્ટમાં નિષ્ફળ નીવડી હતી. જેના લીધે તેમને રાજીનામું આપવું પડ્યું હતું.

Last Updated : Apr 6, 2021, 12:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.