ETV Bharat / bharat

સુરતના પાંચ ખિલાડીઓની BCCI દ્વારા આયોજિત વિજય હજારે વનડે ટુર્નામેન્ટમાં પસંદગી

સુરતના SDCA ના પાંચ ખિલાડીઓની BCCI દ્વારા વિજય હજારે વનડે ટુર્નામેન્ટમાં (Vijay Hazare ODI Tournament) પસંદગી કરાઇ છે. ભાર્ગવ મેરાઈ, ચિરાગ ગાંધી, હાર્દિક પટેલ, આર્ય દેસાઈ, સેન પટેલ,પંસદગી કરવામાં આવી છે. આવતી 12 નવેમ્બરથી દિલ્હી ખાતે આ ટુર્નામેન્ટ રમાશે.

સુરતના પાંચ ખિલાડીઓની BCCI દ્વારા આયોજિત વિજય હજારે વનડે ટુર્નામેન્ટમાં પસંદગી
સુરતના પાંચ ખિલાડીઓની BCCI દ્વારા આયોજિત વિજય હજારે વનડે ટુર્નામેન્ટમાં પસંદગી
author img

By

Published : Nov 9, 2022, 6:09 PM IST

સુરત SDCAના પાંચ ખિલાડીઓની BCCI દ્વારા આયોજિત વિજય હજારે વનડે ટુર્નામેન્ટમાં (Vijay Hazare ODI Tournament) પસંદગી કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટ આગામી તારીખ 12 નવેમ્બરથી દિલ્હી ખાતે રમાશે. જેમાં SDCAના પાંચ ખિલાડીઓની BCCI દ્વારા આયોજિત વિજય હજારે વનડે ટુર્નામેન્ટમાં પસંદગી કરાઇ છે.

ટુર્નામેન્ટમાં પસંદગી સુરત SDCAના પાંચ ખિલાડીઓની BCCI દ્વારા આયોજિત વિજય હજારે વનડે ટુર્નામેન્ટમાં (Vijay Hazare ODI Tournament) પસંદગી કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટ આગામી તારીખ 12 નવેમ્બરથી દિલ્હી ખાતે રમાશે. જેમાં ભાર્ગવ મેરાઈ જેઓ મિડલ ઓર્ડર બેસ્ટમેન (Middle order batsman) છે. ચિરાગ ગાંધી તેઓ પણ મિડલ ઓર્ડર બેસ્ટમેન છે. સેન પટેલ તેઓ પેસ બોલર છે. હાર્દિક પટેલ જેઓ લેફ્ટ આર્મ સ્પીનર છે. અને સ્ટેન્ડ બાય તરીકે આર્ય દેસાઈની પસંદગી કરવામાં આવી છે. જેઓ ઓપનિંગ બેસ્ટમેન છે. આ પાંચ ખેલાડીમાં ત્રણ ખિલાડીઓ ખૂબ જ અનુભવી ગણવામાં આવે છે.

મહત્વની ભૂમિકાઓ ભજવી આ પાંચ ખેલાડીમાં ત્રણ ખિલાડીઓ ખૂબ જ અનુભવી છે. એમાં ભાર્ગવ મેરાઈ જેઓ આ પેહલા ગુજરાત માટે 66 રણજી ટ્રોફી, 41 વન્ડે, અને 6- ટી 20 મેચ રમી ચૂક્યા છે. ચિરાગ ગાંધી તેમણે પણ આ પેહલા 26 રણજી ટ્રોફી, 26 વન ડે અને 56 ટી-20 મેચ રમી ચૂક્યા છે. હાર્દિક પટેલે પણ 17 રણજીત ટ્રોફી 30 વન-ડે, અને 41 ટી - 20 મેચ ગુજરાત વતી રમી ચૂક્યા છે. આ ત્રણે ખેલાડીઓ રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી અને સૈયદ મુસ્તાક ટી 20 ની મેચમાં મહત્વની ભૂમિકાઓ ભજવી છે.

ગુજરાત ટીમ સેન પટેલ અને આર્ય દેસાઈ ગતવર્ષે એન.સી.એ ઝોનલ ગુજરાત અંડર 19 અને અંડર 25માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ સૌપ્રથમ વખત ગુજરાત ટીમ રણજી ટ્રોફીમાં વન-ડેમાં પસંદગી કરવામાં આવી છે. આ તમામ ખેલાડીઓ એસડીસીએના ચીફ સિલેકટર મેહુલ પટેલ, વિમલ પટેલ, હિરેન પટેલ, પ્રફુલ પટેલ તથા કોચ વિપુલ પટેલના દેખરેખ હેઠળ તાલીમ લઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.