- બીજેપી નેતા અજય શર્મા પર ફાયરિંગ
- અજય શર્માને હાથ, પગ અને પેટમાં ગોળી વાગી
- પોલીસ તરફથી હુમલાખોરોની શોધખોળ કરી રહી છે
પ્રયાગરાજઃ જિલ્લાના ફાફામૌ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે અજાણ્યા બદમાશોએ બીજેપી નેતા અજય શર્માને ગોળી મારી(Ajay Sharma shot dead)ને ઈજા પહોંચાડી હતી. અજય શર્મા ભાજપ ખેડૂત સેલના જિલ્લા ઉપાધ્યક્ષ છે.
મળતી માહિતી છે કે ગત રાત્રે જ્યારે તે ઘરની બહાર ફરતા હતા ત્યારે તેને ઘરની બહાર ગોળી મારવામાં આવી હતી. બદમાશોએ બીજેપી નેતા પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા જેના કારણે તેમને હાથ, પગ અને પેટમાં ગોળી વાગી છે. આ ઉપરાંત પરિવારજનો દ્રારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જો કે હજુ સુધી પરિવાર તરફથી કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. ત્યારે પોલીસ હુમલાખોરોને શોધી રહી છે.
પરિવારના સભ્યો દ્રારા હજુ ફરિયાદ નથી કરવામાં આવી
આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. કહેવામાં આવી રહ્યું છે કે અજય શર્મા પ્રોપર્ટી ડીલિંગનું કામ પણ કરતો હતો. આવી સ્થિતિમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કોઈ પરસ્પર દુશ્મનાવટમાં તેમને ગોળી મારી દેવામાં આવી છે. જો કે, પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે આ સાથે પોલીસ પરિવારના સભ્યો પાસેથી લખાણની પણ રાહ જોઈ રહી છે. ફરિયાદ મળ્યા બાદ પોલીસ તે એંગલથી પણ તપાસ કરશે.
આ પણ વાંચોઃ કાકા-ભત્રીજા વચ્ચેનો ડખો થયો દૂર, UPમાં શિવપાલ-અખિલેશ સાથે મળી ચૂંટણી લડશે
આ પણ વાંચોઃ ભાજપ નેતા રાવનું નિવેદન, 'બ્રાહ્મણ અને વાણિયા તેમના ખિસ્સામાં છે', કોંગ્રેસે કરી માફીની માગ