ETV Bharat / bharat

Bihar Violence: બિહારમાં ફરી હિંસા, નાલંદામાં થયેલ ફાયરિંગમાં એકનું મૃત્યુ

બિહાર રાજ્યના નાલંદામાં આખી રાત અજંપા ભરી સ્થિતિ રહી હતી. થોડા થોડા સમયે ફાયરિંગ પણ થતું હતું. સ્થિતિને ધ્યાને રાખીને 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. પહડપુર વિસ્તારમાં ફાયરિંગ થયું હોવાની વિગત સામે આવી છે. જેમાં એક યુવાનનું મોત નીપજ્યું છે. પોલીસ અને તંત્ર લોકોને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી રહ્યા છે. પોલીસે સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગમાર્ચ પણ કરી હતી.

Bihar Violence: બિહારમાં ફરી હિંસા, નાલંદામાં થયેલ ફાયરિંગમાં એકનું મૃત્યુ
Bihar Violence: બિહારમાં ફરી હિંસા, નાલંદામાં થયેલ ફાયરિંગમાં એકનું મૃત્યુ
author img

By

Published : Apr 2, 2023, 1:58 PM IST

Updated : Apr 2, 2023, 2:17 PM IST

બિહારઃ બિહારના નાલંદા જિલ્લામાં શનિવારની રાત તોફાનની રાત પુરવાર થઈ હતી. તોડફોડ કરીને આગચંપી કરવામાં આવી હતી. શનિવારે મોડી રાત્રે સમયાંતરે થતા ફાયરિંગમાં એક યુવાનનું અકાળે મોત થયું છે. પોલીસ અધિકારી એસપી અશોક મિશ્રાએ કહ્યું હતું કે, તોફાની તત્ત્વો સામે એક્શન લેવાયું છે. 50થી વધારે લોકોને પકડી લેવાયા છે. આઠ ફરિયાદ નોંધાઈ છે. પહડપુર, ખાસગંજ અને ગગનદિવાન વિસ્તારમાં ફાયરિંગ થયાની ઘટના બની હતી. તોફાનીતત્ત્વો એક ધાર્મિક સ્થળ પાસેથી રહીને ફાયરિંગ કરી રહ્યા હતા.

  • Bihar | A body (of a person who died in fresh violence last night) has been sent for post-mortem. More than 50 people have been arrested in raids conducted last night. Till now 8 FIRs registered. Additional force to be deployed: Ashok Mishra SP, Biharsharif, Nalanda district pic.twitter.com/BiVHJAvqa5

    — ANI (@ANI) April 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચોઃ CBI Registers FIR: 151 કરોડની બેંકિંગ છેતરપિંડીનો મામલો સામે આવ્યો, સીબીઆઈએ નેધરલેન્ડ સ્થિત કંપની વિરુદ્ધ નોંધ્યો કેસ

80થી વધારે લોકોની ધરપકડઃ ફાયરિંગની સાથે આ વિસ્તારમાં પથ્થરમારો થયો હોવાની ઘટના પણ સામે આવી છે. જિલ્લા અધિકારી શશાંક શભંકરે જણાવ્યું હતું કે, શનિવારની રાત ખૂબ અજંપા ભરી હતી. બે મોટી ઘટનામાં 80થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે. 51 લોકોની પૂછપરછ થઈ છે. 144ની કલમ લાગુ કરાઈ છે પણ કર્ફ્યૂ નથી. 9 પોલીસ ફોર્સ એસ્ટ્રા બોલાવાઈ છે.

પોલીસ છાવણીમાં નાલંદાઃ નાલંદામાં આસપાસના પાંચ જિલ્લાઓની પોલીસને બોલાવી લેવામાં આવી હતી. સ્થિતિને કાબુ કરવા માટે આ પગલું ભરાયું છે. રાતના સમયે ફાયરિંગ થતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. વહેલી સવારે સ્થિતિ કાબુમાં હતી. સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ વાન અને જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. પટના એટીએસના એસપી સંજય સિંહ અને સાત ડીએસપીને નાલંદા પોલીસને સહકાર આપવા માટે નાલંદા મોકલવામાં આવ્યા છે. નાલંદાના ડીએમ શશાંક શુભંકર અને એસપી અશોક મિશ્રાને હટાવવાની ચર્ચા નાલંદામાં જોરશોરથી ચાલી રહી છે.

આ પણ વાંચોઃ કર્ણાટક ચૂંટણીની જાહેરાત બાદ 39.38 કરોડ રૂપિયાની રોકડ, દારૂ અને અન્ય વસ્તુઓ જપ્ત

બ્લાસ્ટમાં ઈજાઃ જો કે પટનાના વહીવટી વિભાગ દ્વારા હજુ સુધી તેની પુષ્ટિ કરવામાં આવી નથી. જિલ્લામાં કલમ 144 લાગુ છે. ઈન્ટરનેટ સેવા હજુ પુનઃસ્થાપિત કરવામાં આવી નથી. સાસારામમાં પણ સ્થિતિ અલગ નથી. એક બ્લાસ્ટ પણ થયો હતો જેમાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજા પામેલાને સારવાર આપવામાં આવી રહી છે. ઈજાગ્રસ્ત દર્દીઓને યોગ્ય સારવાર આપવામાં આવતી ન હોવાનો આક્ષેપ સ્વજનોએ કર્યો છે.

ગઈ રાતની તાજી હિંસામાં માર્યા ગયેલા વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. ગઈકાલે રાત્રે પાડવામાં આવેલા દરોડામાં 50 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 8 FIR નોંધાઈ છે. વધારાની ફોર્સ તૈનાત કરવામાં આવી રહી છે” : અશોક મિશ્રા એસપી, બિહારશરીફ, નાલંદા જિલ્લો

“રાત્રે બે-ત્રણ જગ્યાએ ઘટનાઓ બની હતી. અત્યાર સુધીમાં 80થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. શહેરના તમામ 51 વોર્ડમાં આજે લોકોને બોલાવવામાં આવ્યા છે. કલમ 144 લાગુ કરવામાં આવી છે, કર્ફ્યુ લાદવામાં આવ્યો નથી. નાલંદામાં સ્થિતિને પૂર્વવત કરવા માટે 9 કંપનીઓને બોલાવવામાં આવી છે. ''- શશાંક શુભંકર, જિલ્લા મેજિસ્ટ્રેટ, નાલંદા

Last Updated : Apr 2, 2023, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.