સિકંદરાબાદઃ રૂબી હોટલમાં રાત્રે ભીષણ આગ (fire mishap in Secunderabad hotel) લાગી હતી. હોટલમાં રોકાયેલા 7 પ્રવાસીઓ ધુમાડાને કારણે ગૂંગળામણથી મૃત્યુ (7 killed in fire at Secunderabad hotel) પામ્યા હતા. 3ના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય 4ના હોસ્પિટલમાં મોત થયા હતા. મૃતકોમાં 6 પુરૂષ અને 1 મહિલાનો સમાવેશ થાય છે. જણાવવામાં આવ્યું છે કે, તેમની ઉંમર 35 થી 40 વર્ષની વચ્ચે છે. જ્યારે અન્ય 10 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
ઈલેક્ટ્રીક વાહનોના શોરૂમમાં ફાટી નીકળી હતી આગ : મૃતકોમાં વિજયવાડાના એ. હરીશ, ચેન્નાઈના સીતારામન અને દિલ્હીના વિતેન્દ્રનો સમાવેશ થાય છે. બાકીની ઓળખ હજુ બાકી છે. 5 માળની ઈમારતના ભોંયરામાં આવેલા ઈલેક્ટ્રીક વાહનોના શોરૂમમાં આગ ફાટી નીકળી હતી. ધુમાડો વ્યાપક રીતે ફેલાઈ ગયો હતો, જેના કારણે ઘણા લોકો હોટલના રૂમ અને પરિસરમાં બેહોશ થઈ ગયા હતા. હોટલ શોરૂમની ઉપર સ્થિત છે. બેભાન લોકોને ગાંધી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તેમની સારવાર કરવામાં આવી રહી છે.
ગ્રાઉન્ડ ફ્લોર પર લાગી હતી આગ : પાસપોર્ટ ઓફિસની નજીક રૂબી લક્ઝરી પ્રાઇડ નામની 5 માળની ઇમારત છે. રૂબી ઇલેક્ટ્રિક વાહનોનો શોરૂમ બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલો છે. બાકીના 4 માળ પર એક હોટલ છે. સોમવારે રાત્રે 9.40 વાગ્યાની આસપાસ ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી. સ્ટાફનું કહેવું છે કે, આ વિદ્યુત શોર્ટ સર્કિટના કારણે થયું હતું. શોરૂમમાં હાજર ઈલેક્ટ્રીક વાહનોની બેટરી ગરમીના કારણે ફાટી ગઈ હતી. આગ વાહનોમાં પણ લાગી હતી, જેના કારણે તે વધુ ભડકી હતી.
હૈદરાબાદના સીપી સીવી આનંદે સ્થળનું કર્યું નિરીક્ષણ : આગ અને ધુમાડો ઉપરના માળ સુધી ફેલાઈ ગયો હતો. આ ઉપરાંત વાહનો અને બેટરીમાંથી પણ ગાઢ ધુમાડો નીકળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. પ્રધાન તલસાની શ્રીનિવાસ યાદવ, મહમૂદ અલી, હૈદરાબાદના સીપી સીવી આનંદે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો.