- હરીદ્વારના કુંભમેળામાં ફરી એકવાર આગ
- બૈરાગી કેમ્પમાં આગ લાગી
- કેટલીય ઝુંપડીઓ બળીને ખાખ
હરીદ્વાર: બૈરાગી કેમ્પમાં ફરી એક વાર ભીષણ આગ લાગી છે અને તેના કારણે ત્યા ઝુંપડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટના સ્થળે ફાયર લાશ્કરોએ આગને કાબુમાં લેવાની પ્રયાસ કરી રહી છે. અત્યાર સુધી કોઈ પણ જાનમાલ હાનીની ખબર નથી મળી.

આ પણ વાંચો : ગુરુગ્રામમાં 700 ઝૂંપડા સળગ્યા, 6 ક્લાકે કાબૂમાં આવી આગ
ધર્મનગરી હરીદ્વારમાં બૈરાગી કેમ્પમાં આગ લાગી હતી જેની સાથે સપ્ત સરોવરમાં પણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઘટના સ્થળે 6 ફાયર બ્રિગેડની ગાડી પહોંચી હતી અને 4 ગાડીઓ સપ્ત સરોવર પર પહોંચી હતી. ફાયર લાશ્કરોનું કહેવું હતું કે સપ્ત સરોવરમાં લાગેલી આગ પેશ્વાઈ તરફ નિકળતા રસ્તા પર લાગી છે. બૈરાગી કેમ્પમાં આગ લાગતા આજું બાજુની ઝુંપડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી.
આ પણ વાંચો : એશિયાની નંબર વન 'સ્ટાર પેપર મિલ'ના ગોડાઉનમાં ભીષણ આગ, મોટી જાનહાનિ ટળી