બિહાર: બિહારના નવાદામાં એક 4 માળના મકાનમાં આગ લાગી હતી, જે બાદ સમગ્ર વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. આગની આ ઘટનામાં એક મહિલાએ પોતાનો જીવ બચાવવા ત્રીજા માળેથી નીચે કૂદી ગઈ. જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની હાલત નાજુક છે. મામલો નવાદા જિલ્લાના કાદિરગંજ બજારનો છે.
આ પણ વાંચો: SC on Joshimath Land Subsidence: SCએ હસ્તક્ષેપ કરવાનો કર્યો ઇનકાર, ઉત્તરાખંડ હાઇકોર્ટનો સંપર્ક કરવા કહ્યું
2 ફાયર એન્જિનોએ આગ પર કાબૂ મેળવ્યો: સુરેન્દ્ર કેસરીના ઘરમાં અચાનક આગ લાગી હતી. ઘરવખરીનો સામાન, દાગીના, કપડાં વગેરે પણ બળીને ખાખ થઈ ગયા હતા. આગ ઓલવવાના પ્રયાસમાં પરિવારના ઘણા સભ્યો દાઝી ગયા હતા. પરિવારના સભ્યો સાથે રહેતી મહિલાએ ઘરની છત પર કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. જ્યારે ધાબળામાં લપેટાયેલ એક બાળક ઘરમાંથી નીચે ફેંકાયો હતો જે સુરક્ષિત છે. ફાયરની બે ગાડીઓએ કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
આ પણ વાંચો: Gangrape in Bihar: છાપરામાં 12 વર્ષની બાળકી પર થયો ગેંગરેપ
શોર્ટ સર્કિટથી આગ: મોડી સાંજે પરિવારના તમામ સભ્યો ચાર માળના મકાનમાં બેઠા હતા. તે જ સમયે શોર્ટ સર્કિટ થતાં આખા ઘરમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે તે ધીમે ધીમે કપડાની દુકાન સુધી પહોંચી હતી, જેના કારણે અંદાજે 50 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે ઘરમાં 7 લોકો હતા. કોઈ રીતે લોકો બહાર નીકળ્યા પરંતુ એક મહિલા બહાર નીકળી શકી ન હતી. જે બાદ તે સીધી બારીમાંથી નીચે કૂદી પડી હતી. જે બાદ તેની હાલત નાજુક છે, જ્યારે આગ એટલી વિકરાળ હતી કે નીચેના માળ સિવાય ઉપરના ત્રણેય માળ આગમાં બળીને રાખ થઈ ગયા હતા.