- ચૂંટણી પંચે જાહેર કર્યો આદેશ
- વિજય ઉજવણી રોકવા આદેશ
- ઉજવણી કરનારા વિરુદ્ધ કાર્યવાહી
નવી દિલ્હીઃ ચૂંટણી પંચે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ચૂંટણી જશ્ન મનાવનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. પંચે કહ્યું કે, તે આ વિષયને લઇને ગંભીર છે. પંચે આકરા આદેશ જાહેર કરી કહ્યું કે, જો કોઈ પણ સ્થળે આ પ્રકારનો જશ્ન જોવા મળશે, તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ LIVE UPDATE: આજે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ
ઉજવણી કરનારા વિરુદ્ધ કાર્યવાહી
ચૂંટણી પંચે આ વિષયને લઈને પાંચેય રાજ્યોના મુખ્ય સચિવો માટે નિર્દેશ જારી કર્યો છે. આયોગનું કહેવું છે કે, જો ચૂંટણીમાં વિજયની ઉજવણી થાય છે, તો તેના પર તાત્કાલિક પગલાં લેવા જોઈએ. પંચે એમ પણ કહ્યું હતું કે, આવા દરેક કેસમાં FIR નોંધવામાં આવશે અને SHO અને સંબંધિત અન્ય અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને તેમની સામે ગુનાહિત અને શિસ્ત કાર્યવાહી શરૂ કરવામાં આવે.
કોરોના ગાઈડલાઈનનો ભંગ
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી હોવા છતાં પશ્ચિમ બંગાળ અને તામિલનાડુના કાર્યકરો દ્વારા જશ્ન મનાવવામાં આવ્યો છે. જેની તસવીર પણ સાથે આવી છે. જેમાં જશ્ન મનાવતા કાર્યકરો કોરોના ગાઈડલાઈનના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવતા જોવા મળે છે.