ETV Bharat / bharat

IAS પદ પર રહેલા વ્યક્તિએ ઘરે પાર્ટી-શાર્ટી કરીને યુવતી સાથે આવું કરી નાંખ્યું

IITની સ્ટુડન્ટની છેડતી (IIT Student Molestation) કરવા બદલ ખુંટી SDO સામે FIR નોંધવામાં આવી હતી. આ મામલે કાર્યવાહી કરીને પોલીસે આરોપી SDOને કસ્ટડીમાં લીધો છે. હવે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

IAS પદ પર રહેલા વ્યક્તિએ ઘરે પાર્ટી-શાર્ટી કરીને યુવતી સાથે આવું કરી નાંખ્યું
IAS પદ પર રહેલા વ્યક્તિએ ઘરે પાર્ટી-શાર્ટી કરીને યુવતી સાથે આવું કરી નાંખ્યું
author img

By

Published : Jul 5, 2022, 10:15 PM IST

ખુંટીઃ ઝારખંડના ખુંટી જિલ્લા SDO રિયાઝ અહેમદ વિરુદ્ધ જાતીય સતામણીનો (Sexual Assault Case Jharkhand) કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે ઝડપી કાર્યવાહી કરીને પોલીસે SDOને કસ્ટડીમાં લીધા છે. આ આખો મામલો તારીખ 2 જુલાઈનો છે અને 4 જુલાઈના રોજ મોડી રાત્રે ખુંટી મહિલા પોલીસ (Mahila Police Station Khunti) સ્ટેશનમાં આ મામલે FIR નોંધવામાં આવી છે. ખુંટી SPએ આ અંગે મીડિયાને માહિતી આપી છે. SDO પર IITની એક વિદ્યાર્થીનીની (IIT Student Molestation) છેડતીનો આરોપ છે.

આ પણ વાંચોઃ બેંકના કેશિયરે કરી 71.43 લાખની ઉચાપત, કેશિયર સામે નોંધાયો ગુન્હો

કોણ છે આઃ ખુંટી જિલ્લાની પોલીસે જાતીય સતામણીના કેસમાં વહીવટી સેવાના અધિકારીની અટકાયત કરી છે. ખુંટી પોલીસ સ્ટેશનમાં સબ-ડિવિઝનલ ઓફિસર રિયાઝ અહેમદ (IAS) વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલો તારીખ 2 જુલાઈનો જણાવવામાં આવી રહ્યો છે. ઘટનાની ખાતરી કરતા ખુંટીના SP અમન કુમારે કહ્યું કે આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. 1 જુલાઈની રાત્રે SDOએ IITની વિદ્યાર્થીઓને તેમના નિવાસસ્થાને પાર્ટી માટે બોલાવ્યા હતા. જ્યાં બધાએ ખાણી પીણીની મોજ માણી હતી.

પાર્ટી શાર્ટીઃ આ પાર્ટીમાં ડ્રિંક્સનું પણ સેવન કરવામાં આવ્યું. જે બાદ પીડિતા અને SDO થોડા સમય માટે અલગ થઈ ગયા હતા. તારીખ 2 જુલાઈના રોજ સવારે લગભગ 6 વાગ્યે તેણે પીડિતાને ચુંબન કર્યું હતું. પછી આગળ વધવાનો પ્રયાસ શરૂ કર્યો. આ દરમિયાન વિદ્યાર્થિની ત્યાંથી ભાગી ગઈ અને તેના સાથીઓ સાથે SDOના આવાસની બહાર આવી ગયા હતા. પીડિત યુવતી હિમાચલ પ્રદેશની છે અને કોલેજમાંથી આઈઆઈટીનો અભ્યાસ કરે છે. જિલ્લામાં 20 દિવસથી 20 વિદ્યાર્થીઓ કેટલીક તાલીમ માટે ખુંટીમાં પ્રવાસ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, રૂમના ભાડા મુદ્દે થઈ હતી માથાકૂટ

કેસ નોંધાયોઃ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જ કેટલાક કાર્યક્રમને લઈને તાલીમ માટે બોલાવવામાં આવ્યા હતા. હાલમાં, પીડિતાની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. કલમ 354(A) અને 509 IPC હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને કલમ 164 હેઠળ પીડિતાનું નિવેદન નોંધવામાં આવી રહ્યું છે. એસપીએ જણાવ્યું કે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તારીખ 13 જુલાઈ, 2015ના રોજ તત્કાલીન ડીડીસી દેવેન્દ્ર ભૂષણ પર ટપકારાની એક સગીર દ્વારા છેડતીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જેમાં દેવેન્દ્ર ભૂષણ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.