- ચેટિંગ એપ્લિકેશન વોટ્સએપે (WhatsApp) 20 લાખ ભારતીય એકાઉન્ટ બેન કર્યા
- નવી માહિતી ટેક્નોલોજી નિયમ (New information technology rule) અંતર્ગત એક રિપોર્ટ રજૂ કરવો ફરજિયાત
- 50 લાખથી વધુ યુઝર્સવાળા પ્રમુખ ડિજિટલ પ્લેટફોર્મ (Digital platform) માટે દર મહિને અનુપાલન રિપોર્ટ (Compliance Report) પ્રકાશિત કરવો જરૂરી છે
નવી દિલ્હીઃ મેસેજિંગ સેવા કંપની વ્હોટ્સએપે (WhatsApp) આ વર્ષે 2020માં 15 મેથી 15 જૂન વચ્ચે 20 લાખ ભારતીય એકાઉન્ટ બેન કરી દીધા છે. જ્યારે તે દરમિયાન તેમને 345 ફરિયાદ મળી હતી. કંપનીએ પોતાની પહેલી માસિક અનુપાલન રિપોર્ટમાં (Compliance Report) જાણકારી આપી છે.
આ પણ વાંચો- અમદાવાદ:સાવધાન, વૉટ્સએપ પણ થઈ શકે છે આ રીતે હેક
પ્લેટફોર્મ માટે મળનારી ફરિયાદોનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ
આપને જણાવી દઈએ કે, નવા માહિતી ટેક્નોલોજી નિયમ અંતર્ગત એક રિપોર્ટ રજૂ કરવો ફરજિયાત છે. નવા નિયમો અંતર્ગત 50 લાખથી વધુ યુઝર્સવાળા પ્રમુખ ડિજિટલ પ્લેટફોર્મ માટે દર મહિને અનુપાલન રિપોર્ટ પ્રકાશિત કરવો જરૂરી છે. આ રિપોર્ટમાં આ પ્લેટફોર્મ માટે તેમને મળનારી ફરિયાદો અને તેની પર થનારી કાર્યવાહીનો ઉલ્લેખ કરવો જરૂરી છે.
આ પણ વાંચો- WhatsApp પોતાની નવી પ્રાઈવર્સી પોલીસી લાગુ નહીં કરે
અનિચ્છનીય સંદેશ મોકલનારા એકાઉન્ટ બેન કરાયા
વ્હોટ્સએપે (WhatsApp) ગુરૂવારે કહ્યું હતું કે, અમારા મુખ્ય ધ્યાન એકાઉન્ટને મોટા પાયે હાનિકારક કે અનિચ્છનીય સંદેશ મોકલવાથી રોકે છે. આ ઉંચી અને અસામાન્ય દરથી મેસેજ મોકલનારા આ એકાઉન્ટની ઓળખ કરવા માટે ઉન્નત ક્ષમતાઓને યથાવત રાખી છે અને ફક્ત ભારતમાં 15 મેથી 15 જૂન સુધી આ રીતે દુરૂપયોગના પ્રયાસ કરનારા 20 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે, 95 ટકાથી વધારે પ્રતિબંધ સ્વચાલિત (Automatic) અથવા બલ્ક મેસેજિંગ (સ્પેમ)ને અનધિકૃત ઉપયોગના કારણે લગાવ્યા છે. ફેસબુકની માલિકીવાળી કંપનીએ કહ્યું હતું કે, પ્રતિબંધ લગાવેલા એકાઉન્ટની સંખ્યા વર્ષ 2019 પછીથી વધી છે. કારણ કે, પ્રણાલી વધારે ઉન્નથ થઈ છે અને આ પ્રકારના એકાઉન્ટની ઓળખ થવામાં મદદ મળે છે.