- કેટલીક મર્યાદાઓ ઓળંગવામાં આવી
- બંધારણની રેખાઓનું ઉલ્લંઘન
- વિધાનસભાએ પણ રેખાઓ પાર કરી
કેવડિયાઃ ફટાકડા પર અદાલતના નિર્ણયને ન્યાયધીશોની નિયુક્તિમાં કાર્યકારીની ભૂમિકા નિભાવવાની મનાઇ કરવાનું ઉદાહરણ આપી ઉપરાષ્ટ્રપતિ અમ વેંકૈયા નાયડૂએ કહ્યું કે, કેટલાક નિર્ણયોથી પ્રતિત થાય છે કે, ન્યાયપાલિકાનો હસ્તક્ષેપ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે, બંધારણ હેઠળ નિર્ધારિત મુજબ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર તેમના અધિકારક્ષેત્ર હેઠળ કામ કરવા માટે બંધાયેલા છે.
કેટલીક મર્યાદાઓ ઓળંગવામાં આવી
ઉપરાષ્ટ્રપતિએ સમ્મેલનમાં વિધાનસભા, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે સમન્વયએ જીવંત લોકતંત્રની કુંજી વિષય પર સંબોધન કર્યું હતું. નાયડૂએ કહ્યું કે આ ત્રણેય અંગ એક બીજાના કાર્યોમાં હસ્તક્ષેપ કર્યા વગર કામ કરી રહ્યા છે, જેથી સૌહાર્દ બની રહ્યો છે. તેમણે વધુમાં ક્હ્યું કે, જેમાં પરસ્પર સન્માન, જવાબદારી અને ધૈર્યની જરૂર હોય છે. એવાં કેટલાય ઉદાહરણ છે, જેમાં સીમાઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે એટલે કે, આ હદોને વટાવી નિર્ણય લેવામાં આવ્યાં છે.
બંધારણની રેખાઓનું ઉલ્લંઘન
કેવડિયા ખાતે સંબોધન કરતાં નાયડૂએ કહ્યું કે, એક બાજુ એવી પણ ચર્ચા છે કે કેટલાક મુદ્દાઓને સરકારના અન્ય અંગો પર વૈધાનિક રુપ સાથે છોડી દેવા જોઈએ. તેમણે એવા કેટલાક ઉદાહરણ આપતાં કહ્યું કે, દિવાળી પર ફટાકડા અંગે નિર્ણય કરનારા ન્યાયતંત્ર કોલેજિયમના માધ્યમથી જજોની નિમણુકમાં કારોબારીને ભુમિકા આપવા માટે મનાઇ કરે છે. આવા કાર્યોથી બંધારણ દ્વારા નક્કી કરાયેલી રેખાઓનું ઉલ્લંઘન થયું છે, જેને આપણે બચાવી શકીએ તેમ હતાં.
વિધાનસભાએ પણ રેખાઓ પાર કરી
વિધાનસભા અંગે વાત કરતાં નાયડૂએ કહ્યું કે, વિધાનસભાએ પણ કેટલીક રેખાઓને ઓળંગી છે. જેને લઈ તેમણે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની ચૂંટણીને લઈ 1975માં કરવામાં આવેલા 39માં બંધારણ સુધારાનો ઉલ્લેખ કર્યો હતો. વિધાનસભાના કાર્યમાં આવતી અડચણો અંગે ચિંતા કરતાં તેમણે કહ્યું કે, લોકતંત્રના મંદિરની શાલીનતા, ગરિમા અને શિષ્ટાચાર ત્યારે જ જાળવી શકાય જ્યારે ત્રણ 'ડી' ડિબેટ(ડિબેટ), ચર્ચા( ડિસકસ) અને નિર્ણયનું (ડિસાઈડ) પાલન કરવામાં આવે.