ETV Bharat / bharat

બાબા રામદેવના વિરોધમાં DP બ્લેક રાખશે ડોક્ટર્સ, 1 જૂને કાળી પટ્ટી બાંધીને કરશે કામ

FAIMA બાબાને પહેલા જ કાનૂની નોટિસ આપી ચૂકી છે. હવે ફેડરેશન ઓફ રેજિડેંટ ડોક્ટર્સ એસોસિએશન ઇન્ડિયાએ 1 જૂનથી દેશભરમાં બ્લેક ડે મનાવવાનું એલાન કર્યું છે.

બાબા રામદેવના વિરોધમાં DP બ્લેક રાખશે ડોક્ટર્સ, 1 જૂને કાળી પટ્ટી બાંધીને કરશે કામ
બાબા રામદેવના વિરોધમાં DP બ્લેક રાખશે ડોક્ટર્સ, 1 જૂને કાળી પટ્ટી બાંધીને કરશે કામ
author img

By

Published : Jun 1, 2021, 11:45 AM IST

  • ફેડરેશન ઓફ રેજિડેંટ ડોક્ટર્સ એસોસિએશન ઇન્ડિયાએ 1લી જૂનથી દેશભરમાં બ્લેક ડે મનાવવાનું એલાન કર્યું
  • એક હજાર કરોડ રૂપિયાની માનહાનિની ​​નોટિસ પણ મોકલવામાં આવી
  • FAIMA એ બાબાને પહેલા જ કાનૂની નોટિસ આપી ચૂકી

નવી દિલ્હીઃ ડોક્ટર્સને લઇને યોગ ગુરુ બાબા રામદેવના નિવેદન પર અરાજકતા અટકતી નથી. રોજ નવા દિવસ સાથે બાબા રામદેવની મૂશ્કેલીઓ વધતી જાય છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન(IAM) પછી ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન(FAIMA)એ બાબાને પહેલા જ કાનૂની નોટિસ આપી ચૂક્યા છે. હવે ફેડરેશન ઓફ રેજિડેંટ ડોક્ટર્સ એસોસિએશન ઇન્ડિયાએ 1લી જૂનથી દેશભરમાં બ્લેક ડે મનાવવાનું એલાન કર્યું છે.

આ પણ વાંચોઃ "મારી ધરપકડ કરી શકે, તેવી કોઈના બાપમાં તાકાત નથી" - બાબા રામદેવ( Baba Ramdev )

દેશના બધા રેજિડેંટ ડોક્ટર્સ એસોસિએશન 1જૂને બ્લેક ડે મનાવશે

કોરોના વેક્સિનેશન અને એલોપેથીને લઇને આપવામાં આવેલા બાબા રામદેવના નિવેદનથી નારાજ સંગઠને તેમના વિરુદ્ધ કાર્યવાહી ન થવાની દિશામાં વિરોધ ઝડપી કરવાનું એલાન કર્યું છે. ફેડરેશન ઓફ રેજિડેંટ ડોક્ટર્સ એસોસિએશન ઇન્ડિયાના અધ્યક્ષ ડોક્ટર મનીષે કહ્યું કે, સંસ્થા સાથે જોડાયેલા દેશના બધા રેજિડેંટ ડોક્ટર્સ એસોસિએશન 1જૂને બ્લેક ડે મનાવશે.

રામદેવના નિવેદનથી દેશમાં આયુર્વેદ અને એલોપેથીની જંગ ઝડપી થઇ ગઇ

ડોક્ટર મનીષએ જણાવ્યું હતું કે, કોરોનાની ડ્યુટીમાં લાગેલા બધા ડોક્ટર, નર્સ અને પેરામેડિકલ સ્ટાફ પીપીઇ કીટ પર કાળી પટ્ટી બાંધીને કામ કરશે. સાથે જ વોટ્સઅપ પર પોતાનું ડીપી કાળુ રાખશે. ડોક્ટરોનું માનવું છે કે, રામદેવે નિવેદન આપીને સરકાર તરફથી કરવામાં આવતા વેક્સિનેશન વિરુદ્ધ એક જૂઠુ અને ભ્રમ ફેલાવ્યો છે. જો કે, કોરોનાના સંકટ વચ્ચે રામદેવના નિવેદનથી દેશમાં આયુર્વેદ અને એલોપેથીની જંગ ઝડપી થઇ ગઇ છે.

આ પણ વાંચોઃ ભેળસેળની ફરિયાદ બાદ બાબા રામદેવની ઓઇલ ફેક્ટરી સીઝ કરવામાં આવી

IMAએ બાબા રામદેવના નિવેદન અને નવા વીડિયો વિરુદ્ધ કડક એક્શન લેવાની માગ કરી

IMAએ બાબા રામદેવના નિવેદન અને નવા વીડિયો વિરુદ્ધ કડક એક્શન લેવાની માગ કરી છે. કેટલાક એલોપેથિક ડોક્ટરોએ રામદેવ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઇ છે. સાથે જ તેમને એક હજાર કરોડ રૂપિયાની માનહાનિની ​​નોટિસ પણ મોકલવામાં આવી છે. ત્યાં બાબા રામદેવનો એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે, જેમાં બાબા કહી રહ્યા છે કે, કોઇનો બાપ તેમને રેસ્ટ કરી શકતો નથી. જો કે, આ વીડિયો ઘણો જૂનો બતાવવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.