આંધ્ર પ્રદેશ અન્નામય્યા જિલ્લામાં પિતાએ પોતાના પુત્રની હત્યા માટે થઇને બે લાખ રૂપિયાની સોપારી આપી Father gave 2 lakh supari to kill his son હતી. આ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓને હિરાસતમાં પણ લીધા છે. હત્યા પાછળનું કારણ એવું સામે આવ્યું છે કે, પિતા તેના પુત્રની ખરાબ આદતોથી ખૂબ પરેશાન હતા. તેમનો પુત્ર પરિવારના સભ્યોને હેરાન કરતો હતો. આ સંદર્ભમાં પોલીસે ખુલાસો કર્યો છે કે એન્જિનિયરિંગના વિદ્યાર્થીની હત્યાના સંબંધમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મૃતકના પિતા અને કાકા તેમજ અન્ય એક વ્યક્તિની હત્યા કેસમાં આરોપી તરીકે ઓળખ કરવામાં આવી છે.
આ પણ વાંચો રક્ષાસુત્ર બાંધવા જતા સગીરા સાથે થયો સામૂહિક દુષ્કર્મ
પિતાએ આપી હત્યાની સુપારી રેડપ્પા નાયકને બે પુત્રો છે. જેમાં મોટો પુત્ર ટાગોર નાયક ચેન્નાઈની એક એન્જિનિયરિંગ કોલેજમાં બીટેકના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. આ દરમિયાન તેને ડ્રગ્સની લત લાગી ગઈ હતી. ટાગોરે તાજેતરમાં જ ઘરમાંથી સોનાના દાગીના લીધા અને તેને વેચી દીધા હતા. ત્યારબાદ મળેલા પૈસાથી તેણે દારૂ અને ગાંજાનું સેવન કર્યું હતું. આ બનાવ અંગે તેના પિતા અને નાના ભાઈને પૂછતાં તેણે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આનાથી તેમના પિતાને ટાગોર દ્વારા ખતરો લાગ્યો અને તેમણે તેમના પુત્રને મારી નાખવાની યોજના બનાવી હતી.
આ પણ વાંચો સારવારના નામે મહિલાને દવા પીવડાવી પછી કરી નાંખ્યું ગંદુ કામ
3 લોકોની ધરપકડ રેડપ્પા નાયકે આ સમસ્યા તેમના સાળા બી શેખરને કહી હતી. જે બેંગલુરુ એરપોર્ટ પર સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરે છે. આના પર તેણે તેના પુત્રની હત્યા કરાવવા માટે જૂના ગુનેગાર બી પ્રતાપને એડવાન્સ તરીકે 50, 000 રૂપિયા આપ્યા અને કહ્યું કે હત્યા બાદ બાકીના બે લાખ રૂપિયા ચૂકવશે. યોજના અનુસાર, આ વર્ષે 28 જૂને, ટાગોર દારૂ લેવા જવાનો હતો. આ દરમિયાન પ્રતાપ નાયક અને શેખર નાયકે પણ સાથે દારૂ પીધો હતો જેથી કોઈ શંકા ન રહે. આ પછી ટાગોરની હત્યા કરવામાં આવી હતી. હત્યા કર્યા બાદ આરોપીઓ હત્યા બાદ છોડીને ત્યાંથી ભાગી ગયા હતા. 2 જુલાઈએ દુર્ગંધ આવતા આ બાબતની જાણકારી પોલીસને ભરવાડો દ્વારા આપવામાં આવી હતી. પોલીસે શંકાસ્પદ મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. પરિણામે, પોલીસે હત્યામાં સામેલ પ્રતાપ નાયક (23), શેખરનાયક (27) અને મુખ્ય સૂત્રધાર મૃતકના પિતા રેડપ્પા નાયકની ધરપકડ કરી હતી.