ETV Bharat / bharat

Lakhimpur Violence: કારચાલકે ખેડૂતોને કચડી નાખ્યા, વીડિયો થયો વાયરલ - લખીમપુર ખેરી હિંસા

કોંગ્રેસે સોમવારે લખીમપુર ખેરીની ઘટના અંગે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ અને અન્ય ઘણા નેતાઓએ પણ વીડિયો શેર કરીને નિશાન સાધ્યું છે. આ કેસમાં ખેડૂતોએ કેન્દ્રીય પ્રમુખના પુત્ર આશિષ મિશ્રા વિરુદ્ધ FIR નોંધાવી છે. જ્યારે બીજી તરફ સરકારે ખેડૂતોના પીડિત પરિવારોને વળતર આપવાની જાહેરાત કરી છે.

પીના લખીમપુરમાં, કારચાલકે ખેડૂતોને કચડી નાખ્યા, તે અંગેનો વિડીયો વાયરલ : શુ છે સત્ય ધટના જાણો

author img

By

Published : Oct 5, 2021, 9:58 AM IST

  • લખીમપુર ખેરીની ઘટના અંગે ટ્વિટર પર એક વીડિયો શેર થયો
  • સોશિયલ મીડિયા પર ઝડપથી વીડિયો વાઇરલ થઈ રહ્યો છે
  • કેન્દ્રીય પ્રધાન અજય મિશ્રાના પુત્ર આશિષ પર ખેડૂતોએ હુમલો કર્યો હતો
  • ઘટનામાં આઠના મોત, કેન્દ્રીય મંત્રીના પુત્ર સામે FIR

લખીમપુર: રવિવારે (3 ઓક્ટોબર) યુપીના લખીમપુર ખેરીમાં હંગામા પછી રાજકીય ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સપા સહિત લગભગ તમામ વિપક્ષી દળોના નેતાઓ કેન્દ્રીય પ્રધાન અજય મિશ્રા અને તેમના પુત્ર આશિષ અને યુપી સરકારને નિશાન બનાવી રહ્યા છે. કોંગ્રેસે સોમવારે લખીમપુર ખેરીની ઘટના અંગે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ અને અન્ય ઘણા નેતાઓએ પણ વીડિયો શેર કરીને નિશાન સાધ્યું છે.

  • जिनको #लखीमपुर_किसान_नरसंहार का सुबूत चाहिए, सुबूत ले लें..बस इन खूनी दरिंदों पर कठोरतम कार्रवाई करें ताकि फिर से कभी कोई ऐसी जुर्रत ना कर पाए।

    नाज़ियों द्वारा यहूदियों के होलोकॉस्ट में ही ऐसी बर्बरता शायद आखिरी बार हुई थी, जो अब सत्ता के मद में चूर लोग कर रहे हैं।#Lakhimpur pic.twitter.com/jq1U7CFg6e

    — Lalitesh Pati Tripathi (@LaliteshPati) October 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સોશિયલ મીડિયા પર ઝડપથી વીડિયો વાઇરલ થયો

સોશિયલ મીડિયા પર ઝડપથી શેર થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, કેટલાક લોકોને કચડતીને એક કાર નીકળી જાય છે. કોંગ્રેસ સહિત વિપક્ષી દળોના નેતાઓ દાવો કરે છે કે, આ વીડિયો લખીમપુર ઘટનાનો છે, જેમાં કેન્દ્રીય પ્રધાન અજય મિશ્રાના પુત્ર આશિષ પર ખેડૂતોએ હુમલો કર્યો હતો. આ સંબંધમાં, આશિષ સામે ટીકુનિયા પોલીસ સ્ટેશનમાં FIR પણ દાખલ કરવામાં આવી છે.

લખીમપુર ખેરીના ખૂબ જ પરેશાન કરનારા દ્રશ્યો

સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર વીડિયો પોસ્ટ કરતા કોંગ્રેસે લખ્યું, “લખીમપુર ખેરીના ખૂબ જ પરેશાન કરનારા દ્રશ્યો. જો કે, વિડીયોમાં તે સ્પષ્ટ રીતે દેખાતું ન હતું કે કોણ ડ્રાઇવિંગ કરી રહ્યું હતું, પણ ગાડી પાઘડી પહેરેલા માણસ ઉપર ચડતી જોવા મળી હતી. આ પછી, કારે ઘણા લોકોને પણ ટક્કર મારી. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. વિપક્ષી પાર્ટીઓ સહિત ઘણા લોકો ટ્વિટર પર વધુને વધુ આ વીડિયો શેર કરી રહ્યા છે.

લખીમપુર હત્યાકાંડનો સૌથી હૃદયદ્રાવક પુરાવો

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે પણ વીડિયો શેર કરતા સરકાર પર નિશાન સાધ્યું છે. સંજય સિંહે લખ્યું કે, આ પછી પણ કેટલાક પુરાવાની જરૂર છે? જુઓ, સત્તાના ઘમંડમાં ગુંડાઓએ ખેડૂતોને તેમની કાર નીચે કચડીને મોતને ઘાટ ઉતાર્યા. બીજી બાજુ, યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રીનિવાસે પણ વીડિયો શેર કર્યો છે. તેમણે લખ્યું છે કે, આ રાજ્ય પ્રાયોજિત લખીમપુર હત્યાકાંડનો સૌથી હૃદયદ્રાવક પુરાવો છે.

આ ઘટનામાં આઠના મોત, કેન્દ્રીય પ્રધાનના પુત્ર સામે FIR

રવિવારે બપોરે લખીમપુર ઘેરીમાં થયેલા હંગામામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોએ જીવ ગુમાવ્યો હતો. કેન્દ્રીય પ્રધાન અજય મિશ્રાના પુત્ર આશિષ પર આરોપ લાગ્યો છે. વિપક્ષી દળોના નેતાઓએ લખીમપુર ઘેરી પહોંચવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સફળ ન થઈ શક્યા. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને સીતાપુરમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આ સિવાય સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ, બીએસપી નેતા સતીશ ચંદ્ર મિશ્રા સહિત અન્ય નેતાઓને પણ લખીમપુર ખેરી જવા દેવામાં આવ્યા ન હતા. આ કેસમાં ખેડૂતોએ કેન્દ્રીય પ્રમુખના પુત્ર આશિષ મિશ્રા વિરુદ્ધ FIR નોંધાવી છે. જ્યારે બીજી તરફ સરકારે ખેડૂતોના પીડિત પરિવારોને વળતર આપવાની જાહેરાત કરી છે. ખેડૂત તરફથી વહીવટીતંત્રની સંમતિ પછી, મૃતદેહોનો અંતિમ સંસ્કાર પણ કરી શકાય છે.

આ પણ વાંચો : Gandhinagar Election Results: ગાંધીનગર મનપાની મતગણતરી શરૂ

આ પણ વાંચો : Whatsapp, Instagram and Facebook: 7 કલાક પછી પુન: શરુ થયા : જાણો કેમ સેવાઓ થઇ ઠપ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.