ETV Bharat / bharat

ખેડૂત આંદોલનનો 66મો દિવસ : આજે સદ્ભાવના દિવસ મનાવવામાં આવશે, દિવસભર ખેડૂતોનો ઉપવાસ - SHO pradip kumar

સ્થાનિક લોકો આંદોલન કરી રહેલા ગ્રુપના નેતાઓને રસ્તો ખાલી કરવાની માંગ કરવા ગયા. ત્યાં આંદોલનકારી અને સ્થાલિક લોકો વચ્ચે અથડામણ થઇ. ત્યાં સંપૂર્ણ વાતાવરણને શાંત કરી રહેલા SHO પ્રદિપકુમાર પર તલવારથી હુમલો થયો. પોલીસે 44 લોકોની ધરપકડ કરી છે.

દિલ્હી ખેડૂત આંદોલન
દિલ્હી ખેડૂત આંદોલન
author img

By

Published : Jan 30, 2021, 11:54 AM IST

  • સ્થાનિક લોકો અને આંદોલનકારી વચ્ચે અથડામણ
  • SHO ઉપર તલવારથી હુમલો
  • 44 લોકોની કરાઇ ધરપકડ

દિલ્હી : સ્થાનીક લોકો આંદોલન કરી રહેલા ગ્રુપના નેતાઓ જોડે એ માંગ કરવા પોંહચ્યા હતા કે, જલ્દી થી જલ્દી રસ્તો રસ્તો ખાલી કરી દેવામાં આવે. પરંતુ આ વચ્ચે બે બાજુથી સુત્રોચ્ચાર શરુ થયા અને પથ્થરમારો શરુ થઇ ગયો હતો. તે સમયે ત્યાં ડ્યૂટી કરી રહેલા SHO પ્રદીપ કુમાર ઉગ્ર વાતાવરણને શાંત પાડવાના પ્રયત્નો કરી રહ્યા હતા. ત્યારે તેમની પર અચાનક એક વ્યક્તિએ તલવારથી હુમલો કરી દીધો, જેના લીધે SHO પ્રદીપ કુમારની સાથે પાંચ અન્ય પોલીસકર્ચારી પણ ઘાયલ થઇ ગયા.

સ્થાનિક લોકોએ કર્યો આંદોલનનો વિરોધ

શુક્રવારે અંદાજે 1:30 વાગ્યાની નજીક દિલ્હીની સિંધુ બોર્ડર પર જોરદાર હોબાળો થયો હતો. લગભગ 200 જેટલા સ્થાનીય ગ્રામીણ GBT મેમોરિયની પાસે સિંધુ બોર્ડર પાસે પહોંચ્યા હતા. આ લોકો અલીપુરના રેડ લાઇટની આસપાસ KMSC ગુટના નેતાઓને મળવા માટે ગયા હતા. સ્થાનીક લોકોની માંગ હતી કે, પાછળના 2 મહિનાથી સતત સિંધુ બોર્ડરનો મુખ્ય રસ્તો જામ થવાની સાથે અહીં લોકોને ભારે નુકસાન પહોંચ્યું હતું, તેમ છતાં અહીંના લોકો કિસાન આંદોલનના નામ પર મદદ કરતા હતા પરંતુ હવે સમસ્યાઓનો સામનો નથી કરી શકતા.

દિલ્હીમાં 44 લોકોની ધરપકડ

સિંધુ બોર્ડરમાં શુક્રવારે થયેલી હિંસામાં પોલીસે તપાસ કરતા 44 લોકોની ધરપકડ કરી હતી. જેમાં તે વ્યક્તિ પણ છે, જેને સ્થાનીક લોકો અને આંદોલનકારીયોની વચ્ચે થયેલી અથડામણની વચ્ચે બચાવ કરી રહેલા અલીપુરના SHO પર તલવારથી હુમલો કર્યો હતો. પોલીસે કહ્યું કે, આ બાબત IPCની ધારા 307, 147, 148, 353 સહિત વિવિધ કલમોમાં કેસ નોંધ્યો છે.

44 આરોપીની ધરપકડ

સમગ્ર ઘટનામાં પોલીસે સિંધુ બોર્ડરથી કુલ 44 લોકોની ધરપકડ કરી છે. સાથે જ પોલીસે 22 વર્ષના રણજીત સિંહ નામના વ્યક્તિની પણ ધરપકડ કરી લીધી છે, જેને અલીપુરના SHO પર તલવારથી હુમલો કર્યો હતો. આરોપીની વિરુદ્ધ IPCની કલમ 183/353/332/307/147/148/149/152 કલમોની હેઠળ ગુનો નોંધ્યો છે.

બીકેયૂ (લોકશક્તિ)એ ફરી શરુ કર્યું આંદોલન

ગાજીપુર બોર્ડર પર ખેડૂત આંદોલનને લઇને થયેલ ઘટનાક્રમોંને જોતા ભારતીય ખેડૂત યુનિયન (લોકશક્તિ)એ નોઇડામાં પોતાનો વિરોધ પાછો લેવાની ઘોષણા કરીને એક દિવસ પછી શુક્રવારે ફરીથી વિરોધ-પ્રદર્શન શરુ કરી દીધુ છે. બીકેયૂ (લોકશક્તિ) પ્રમુખ ઠાકુર શ્યોરાજ સિંહ ભાટીએ નોઇડાના દલિત પ્રેરણા સ્થળ પર પડાવ લેનાર સમર્થકોંએ ગાજીપુર બોર્ડર પહોંચવાની હાકલ કરી, જ્યાં બીકેયૂના સભ્યો ધરણાં કરી રહ્યા છે.

ખેડૂતો આજે સદ્ભાવના દિવસ મનાવશે, દિવસભર કરશે ઉપવાસ

ખેડૂત સંગઠનોના નેતાઓએ શુક્રવારે કહ્યું કે, કેંન્દ્રના નવા ખેડૂત કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો 30 જાન્યૂઆરીએ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર સદ્ભાવના દિવસ મનાવશે અને દિવસભર ઉપવાસ કરશે. ખેડૂત નેતાઓએ દિલ્હીની સિંધુ બોર્ડર પર એક સંવાદદાતા સમ્મેલનને સંબોધિત કરતી વખતે કહ્યું કે, સવારે નવ નાગ્યા થી સાંજે પાંચ વાગ્યા સુધી ઉપવાસ કરશે. તેમને દેશના લોકોને ખેડૂતોની સાથે જોડાવવાની અપીલ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.