ETV Bharat / bharat

આખી રાત કરનાલ મીની સચિવાલયની બહાર ખેડૂતોએ કર્યા ધરણા

કરનાલ મીની સચિવાલયની બહાર ખેડૂતોની હડતાલ ચાલુ છે. ખેડૂતો આખી રાત સચિવાલયની બહાર ઉભા રહ્યા. આ દરમિયાન કેટલાક ખેડૂતો દિલ્હી-ચંદીગઢ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પણ જામા થયા હતા. ETV Bharatએ વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે વાતચીત કરી હતી.

farm
આખી રાત કરનાલ મીની સચિવાલયની બહાર ખેડૂતોએ કર્યા ધરણા
author img

By

Published : Sep 8, 2021, 12:18 PM IST

  • ખેડૂતોએ કર્યા મીની સચિવાલયની બહાર ધરણા
  • પોતાની માગ માટે ખેડૂતો અડગ
  • આખી રાત ખેડૂતોએ કર્યા ધરણા

કરનાલ: હરિયાણાના કરનાલમાં મીની સચિવાલયની બહાર ખેડૂતોની હડતાલ ચાલુ છે. વહીવટીતંત્ર સાથેની બે નિષ્ફળ વાતચીત બાદ ખેડૂતો મીની સચિવાલયની બહાર ધરણા પર ઉભા છે. ખેડૂતો ત્રણ માંગણીઓ પૂરી કરવા માંગ પર અડગ છે.

મંગળવારે રાત્રે ETV Bharatની ટીમ પણ ખેડૂતો સાથે આખી રાત મીની સચિવાલયની બહાર હાજર રહી હતી. આ દરમિયાન ખેડૂતોએ વાતચીતમાં કહ્યું કે તેઓ સરકારનો ઘંમડ તોડશે. ત્રણ કૃષિ કાયદાઓ પણ રદ કરવામાં આવશે અને મહાપંચાયત દ્વારા લેવાયેલા નિર્ણયોથી લાઠીચાર્જમાં શહીદ ખેડૂત અંગેની ત્રણ માંગણીઓ પણ પૂરી થશે. વિરોધ કરી રહેલા ખેડૂતોએ સ્પષ્ટપણે કહ્યું કે હવે સરકાર સાથે વન ટુ વન લડાઈ થશે.

આ પણ વાંચો : શું તમે ગણપતિના 12 નામો જાણો છો? ETV Bharat ના માધ્યમથી જૂઓ વીડિયો

મોડી રાત્રે ETV Bharatએ દિલ્હી-ચંદીગઢ નેશનલ હાઇવેની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, ઘણા ખેડૂતો નેશનલ હાઇવે 44 પર તેમના વાહનોને રસ્તાની બાજુમાં મૂકીને આરામ કરતા જોવા મળ્યા. કેટલાક ખેડૂતો પત્તા રમીને પોતાનો સમય પસાર કરતા હતા. ખેડૂતોએ કહ્યું કે જ્યાં સુધી સરકાર તેમની માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે.

આ પણ વાંચો : અમદાવાદ શહેરમાં લાંબા સમય બાદ IT વિભાગનું મેગા ઓપરેશન, નામાંકિત બિલ્ડરોના ITના દરોડા

રાજ્યના વિવિધ ભાગોમાંથી અને રાજ્ય બહારના જિલ્લાઓમાંથી પણ ઘણા ખેડૂતોએ આરામ કરવા માટે નેશનલ હાઇવે 44 પર કબજો કર્યો હતો. કેટલાક ખેડૂતોએ એમ પણ કહ્યું હતું કે અમારા ઘરનો આરામ છોડીને બહારના રસ્તા પર આ રીતે સૂવું એ અમારી મજબૂરી છે. બહરાલ વહીવટીતંત્રના તમામ અવરોધોને દૂર કરીને ખેડૂતોએ કરનાલ જિલ્લા સચિવાલયને ઘેરો ઘાલ્યો છે. હવે જોવાનું એ છે કે હજારો ખેડૂતોએ જિલ્લા સચિવાલય પર કબજો જમાવ્યા બાદ આગળનો નિર્ણય શું લેવાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.