- આંદોલન ચાર વર્ષ સુધી ચાલશે.
- સોશિયલ મીડિયા પર ખેડૂતોને ટેકો આપવા યુવાનોને અપીલ કરી હતી
- છત્તીસગઢ સરકાર સતત કેન્દ્રને પત્ર લખીને કિસાન બિલ પાછું ખેંચવાની માંગ કરી
ગારિયાબંદ : છત્તીસગઢના રાજિમમાં આયોજિત કિસાન મહાપંચાયત પછી, ETV Bharat સાથે ખેડૂત નેતા રાકેશ ટીકૈતે સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે સોશિયલ મીડિયા પર ખેડૂતોને ટેકો આપવા યુવાનોને અપીલ કરી હતી. ખેડૂત નેતા રાકેશ ટીકૈતે સ્પષ્ટપણે કહ્યું કે, અમે આમને-સામને ની લડાઈમાં સરકારથી આગળ છીએ. પરંતુ સોશિયલ મીડિયાની બાબતમાં અમે પાછળ છીએ. જો દેશના યુવાનો અન્નદાતાને ટેકો આપે તો આપણે સરકારથી આગળ થઇ શકીએ.
આ પણ વાંંચો : Punjab Crisis: સિદ્ધુના રાજીનામાને કારણે પંજાબ કોંગ્રેસમાં હંગામો, મુખ્યપ્રધાન ચન્નીએ બેઠક બોલાવી
આગામી ચૂંટણી સુધી ખેડૂત નેતાઓ આંદોલન ચાલુ રાખશે
રાકેશ ટીકૈતે કહ્યું કે, 33 મહિના સુધી આંદોલન ચાલુ રહે તો પણ કોઈ સમસ્યા નથી. 33 મહિનાનો બીજો અર્થ એ કહેવામાં આવી રહ્યો છે કે આગામી ચૂંટણી સુધી ખેડૂત નેતાઓ આંદોલન ચાલુ રાખશે, જ્યાં સુધી સરકાર ખેડૂતોની માંગણીઓ નહીં સ્વીકારે. આ સિવાય છત્તીસગઢના ખેડૂતોની સ્થિતિ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નમાં તેમણે કહ્યું કે, શાકભાજી અને દૂધ સાથેનો ખેડૂત છત્તીસગઢમાં ખુશ નથી, તેમના માટે ઘણું કરવાની જરૂર છે. આ માટે સરકાર સાથે વાતચીત કરવી પડશે. આ સાથે, છત્તીસગઢ સરકાર સતત કેન્દ્રને પત્ર લખીને કિસાન બિલ પાછું ખેંચવાની માંગ કરી રહી છે. ટિકૈતે કહ્યું કે, આ આંદોલન ચાર વર્ષ સુધી ચાલશે.
આ પણ વાંંચો : પશ્ચિમ બંગાળમાં નિષ્પક્ષ ચૂંટણીની કોઈ શક્યતા નથી: વિજયવર્ગીય