ETV Bharat / bharat

હારને સામે જોતા મમતા બેનરજી બીજી બેઠક પરથી ચૂંટણી લડવાનું વિચારે છેઃ જે. પી. નડ્ડા - નંદીગ્રામ બેઠક

પશ્ચિમ બંગાળ અને આસામમાં વિધાનસભા ચૂંટણી માટે 2 તબક્કાનું મતદાન થઈ ગયું છે. હવે ભાજપના નેતાઓ બંને રાજ્યમાં ભાજપની સરકાર બનશે તેવો દાવો કરી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ પણ જણાવ્યું હતું કે, બંને રાજ્યમાં ભાજપ જ સત્તા પર આવશે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, પોતાની હારને સામે જોતા મમતા બેનરજી બીજી બેઠક પરથી ચૂંટણી લડવાનું વિચારી રહ્યાં છે.

હારને સામે જોતા મમતા બેનરજી બીજી બેઠક પરથી ચૂંટણી લડવાનું વિચારે છેઃ જે. પી. નડ્ડા

author img

By

Published : Apr 3, 2021, 12:14 PM IST

  • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ મમતા બેનરજી પર કર્યા આક્ષેપ
  • મતદાન પછી મમતા બેનરજી પોતાની હાર સામે જોઈ ચૂક્યા છેઃ નડ્ડા
  • પશ્ચિમ બંગાળ અને આસામમાં ભાજપના સરકાર બનશેઃ નડ્ડા

આ પણ વાંચોઃ ડિબ્રુગઢમાં જે.પી.નડ્ડાનો હુંકાર: આ આસામની સંસ્કૃતિના સંરક્ષણ, સુરક્ષા અને સમૃદ્ધિ માટેની ચૂંટણી છે

નવી દિલ્હીઃ ભાજપના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ ફરી એક વાર પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળ અને આસામમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. આ સાથે જ તેમણે તૃણમુલ કોંગ્રેસ અને કોંગ્રેસને પણ આડેહાથ લીધી હતી. મમતા બેનરજી પર કટાક્ષ કરતા જે. પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, મમતા બેનરજીએ બીજી બેઠક પરથી ચૂંટણી લડવાનો મૂડ બનાવી રહ્યાં છે.

આ પણ વાંચોઃ મમતા બેનર્જીએ નામ લીધા વગર લગાવ્યા ભાજપ પર ગંભીર આરોપ

મમતા બેનરજી બીજી બેઠક પરથી ચૂંટણી લડવાનું વિચારી રહ્યાં છેઃ જે. પી. નડ્ડા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું હતું કે, અમને જાણવા મળ્યું છે કે, હવે મમતા બેનરજી બીજી બેઠક પરથી ચૂંટણી લડવાનું વિચારી રહ્યાં છે. નંદીગ્રામથી મમતા બેનરજી હારતા હોય તેવું દેખાઈ રહ્યું છે. આ મમતા બેનરજીની રણનીતિ છે. તેઓ જાણે છે, પરંતુ અમારી પાસે જાણકારી છે કે, બીજી બેઠક પરથી તેઓ ચૂંટણી લડવાનું વિચારી રહ્યાં છે. તેમના લોકોએ જ મને જાણ કરી છે.

મમતા બેનરજીને હાર દેખાઈ રહી છેઃ જે. પી. નડ્ડા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે પશ્ચિમ બંગાળ અને આસામના બે તબક્કામાં થયેલા મતદાન અંગે જણાવ્યું હતું કે, આ વખતના પરિણામ ખૂબ જ ચોંકાવનારા આવશે. મમતા બેનરજીની હાર થઈ રહી છે. જ્યારે ભાજપે NDAને સમર્થન આપવાનું મન બનાવી લીધું છે. પહેલા અને બીજા તબક્કામાં લોકોએ એકતરફી નિર્ણય લીધો છે કે આ વખતે ભાજપને જ સત્તા મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.