ETV Bharat / bharat

Puna Crime News: સાસુ પાસેથી પૈસા પડાવવા જમાઈએ પોતાની અને સાળીની દીકરીનું કર્યુ અપહરણ - વાકનાડ પોલીસ સ્ટેશન

વાકનાડ પોલીસે અપહરણનું નાટક કરનાર આરોપીની ધરપકડ કરી છે. જેણે પોતાની દીકરી અને સાળીની દીકરીનું અપહરણ કર્યુ હતું. આ બંને દીકરીઓની ઉંમર અનુક્રમે 2 અને 15 વર્ષ છે. આરોપીનો ઈરાદો તેની સાસુ પાસેથી ખંડણીના નાણાં વસુલવાનો હતો.

સાસુ પાસેથી પૈસા પડાવવા કર્યુ અપહરણનું નાટક

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 1, 2023, 5:55 PM IST

પૂના(મહારાષ્ટ્ર): સાસુ પાસેથી પૈસા પડાવવા માટે એક વ્યક્તિએ પોતાની અને શાળીની દીકરીનું અપહરણ કર્યુ હોવાનો મામલો સામે આવ્યો છે. વાકનાડ પોલીસે આ આરોપીની ધરપકડક કરી લીધી છે. મહારાષ્ટ્રના પિમ્પરી ચિંચવાડની આ ઘટના છે. પોલીસ જણાવે છે કે સચિન મોહિતે નામના આરોપીએ સાસુ પાસેથી 10 લાખ રૂપિયા પડાવવા માટે આ કાવતરૂ રચ્યું હતું. આરોપીની સાળી સારિકા કૈલાસ ધાસલે પેટ્રોલિંગ કરતી પોલીસને આ અપહરણ વિશે જણાવ્યું હતું.

અપહરણનો ઘટનાક્રમઃ પોલીસે આ કેસમાં તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. જ્યારે આડોશ પાડોશમાં પુછપરછ કરવામાં આવી ત્યારે પોલીસને જાણવા મળ્યું કે, આ ઘટના ઘટી ત્યારે સચિન હાજર નહતો. તે તેની કારને સર્વિસ કરવા લઈ ગયો હોવાની માહિતી સામે આવી હતી. પોલીસે સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. બંને દીકરીઓનું જે કારમાં અપહરણ કરવામાં આવ્યું તે કાર સચિનની કારને મળતી આવતી હતી. વધુ તપાસ હાથ ધરતા પોલીસને જાણવા મળ્યું કે સારિકાનો મોબાઈલ ત્રણ મહિના પહેલા ખોવાઈ ગયો હતો. તેમજ ખંડણીનો ફોન પણ આ જ નંબર પરથી આવ્યો હતો.

આરોપીની ધરપકડ કરાઈઃ પોલીસે સચિનની પુછપરછ હાથ ધરી હતી. જેમાં સચિને કબૂલ્યુ કે તેણે પોતાની સાસુ પુષ્પા અલહાત પાસેથી 10 લાખ રૂપિયા પડાવા માટે આ અપહરણ કર્યુ હતું. સચિને અપહત્ય છોકરીઓને કોઈક અજ્ઞાત સ્થળે રાખી હતી. સચિને બનાવેલી અપહરણ યોજનામાં છોકરીઓનું રેસ્ક્યુ કરવાનું પણ સામેલ હતું. પોલીસે સચિનની ધરપકડ કરી છે.

  1. Crime News in Lucknow: લખનઉમાં કિશોરીનું અપહરણ અને સામૂહિક બળાત્કાર, ઝાડ પર લટકાવી હત્યાનો પ્રયાસ, ત્રણની ધરપકડ
  2. Ahmedabad News: પોલીસ બનીને સ્કોર્પિઓ ગાડીમાં યુવકનું અપહરણ કરી 25 લાખની ખંડણી માંગનાર બે શખ્સો ઝડપાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.