- વિદેશપ્રધાન જયશંકરે બુધવારે કુવૈતની મુલાકાત લે તેવી સંભાવના
- તેલ સમૃદ્ધ ગલ્ફ દેશ સાથે ભારતના સંબંધો વધુ ગાઢ બની શકે
- વૈતના વિદેશ પ્રધાન માર્ચમાં ભારતની મુલાકાતે આવ્યા હતા
નવી દિલ્હી : વિદેશપ્રધાન જયશંકરે બુધવારે કુવૈતની મુલાકાતે આવે તેવી સંભાવના છે, જેનાથી તેલ સમૃદ્ધ ગલ્ફ દેશ સાથે ભારતના સંબંધો વધુ ગાઢ બની શકે છે. રાજનયિકી સૂત્રોએ આ માહિતી આપી હતી.
આ પણ વાંચો : વિદેશ પ્રધાન જયશંકરે રાજપીપળામાં JCB ચલાવી તળાવનું ખોદકામ શરૂ કરાવ્યું
બન્ને પક્ષે સંયુક્ત કમિશન બનાવવાનો નિર્ણય લીધો
ઉર્જા, વેપાર, માનવશક્તિ, રોકાણ, અને માહિતી ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં સંબંધોને મજબૂત કરવા બંન્ને દેશોએ સંયુક્ત પ્રધાન કમિશન બનાવવાનો નિર્ણય લીધો તેના ત્રણ મહિના પછી જયશંકરની મુલાકાત થઇ રહી છેે. કુવૈતના વિદેશ પ્રધાન શેખ અહમદ નાસિર અલ મોહમ્મદ અલ સબાહ માર્ચમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન બન્ને પક્ષે સંયુક્ત કમિશન બનાવવાનો નિર્ણય લીધો હતો.
જયશંકર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પત્ર લઈ જાય તેવી સંભાવના
સૂત્રોએ જણાવ્યું હતું કે, દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાની રીત પર કુવૈતના સુલતાન શેખ નવાફ અલ અહેમદ અલ સબાહના માટે જયશંકર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પત્ર લઈ જાય તેવી સંભાવના છે. અલ સબાહે તેમની ભારત મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, નવી દિલ્હી અને કુવૈત વચ્ચેના સંબંધોના વિસ્તરણની વિશાળ સંભાવના છે.
આ પણ વાંચો : વિદેશ પ્રધાન જયશંકરે રાજપીપળામાં JCB ચલાવી તળાવનું ખોદકામ શરૂ કરાવ્યું
ભારતીય નૌકાદળના મોટા પ્રમાણમાં તબીબી ઓક્સિજન લઇને કુવૈત પહોંચ્યા
ભારતની તેમની મુલાકાત દરમિયાન જાહેરાત કરવામાં આવી હતી કે, વિદેશ પ્રધાન કક્ષાના સંયુક્ત આયોગ સંબંધોને મજબૂત બનાવવા માટે કામ કરશે. કોરોનાની મહામારીનેે પહોંચી વળવા કુવૈત ભારતને તબીબી ઓક્સિજનની સપ્લાય કરે છે. ભારતીય નૌકાદળના જહાજો છેલ્લા અઠવાડિયામાં મોટા પ્રમાણમાં તબીબી ઓક્સિજન લઇને કુવૈત પહોંચ્યા છે.