- કોવિશિલ્ડ રસીના સમયગાળાના વધારવાનો નિર્ણય વૈજ્ઞાનિક પ્રમાણે કરાયો
- રાષ્ટ્રીય રસીકરણ ટેક્નિક પરામર્શ સમૂહ (NTAGI)ના અધ્યક્ષ એન. કે. અરોડાએ આપી માહિતી
- કોવિશિલ્ડ રસીના 2 ડોઝ વચ્ચેનો સમયગાળો 8 અઠવાડિયાથી વધારી 12થી 16 અઠવાડિયા કરાયો
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રસીકરણ ટેક્નિક પરામર્શ સમૂહ (NTAGI)ના અધ્યક્ષ એન. કે. અરોડાએ મંગળવારે કહ્યું હતું કે, કોવિશિલ્ડ રસીના 2 ડોઝ વચ્ચેના સમયગાળાને વધારવાનો નિર્ણય વૈજ્ઞાનિક પ્રમાણના આધાર પર પારદર્શકતાથી કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો- અમેરિકા વૈશ્વિક રૂપથી આપવા માટે ફાઇઝર રસીના 50 કરોડ ડોઝ ખરીદશે
સમૂહના સભ્યો વચ્ચે કોઈ મતભેદ નહતો
કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય (Union Health Ministry) દ્વારા કરવામાં આવેલા ટ્વિટ અનુસાર, તેમણે કહ્યું હતું કે, આ સંબંધમાં સમૂહના સભ્યો વચ્ચે કોઈ મતભેદ નહતો.
આ પણ વાંચો- હવે 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પણ આ રસી મળશે, ફાઈઝરએ ટ્રાયલ શરૂ કરી
કોવિડ-19 કાર્યકારી સમૂહની ભલામણોને સ્વીકારવામાં આવી હતી
સરકારે 13 મેએ કહ્યું હતું કે, તેમણે કોવિડ-19 કાર્યકારી સમૂહની ભલામણોને સ્વીકાર કરતા કોવિશિલ્ડ રસીના 2 ડોઝ વચ્ચેના સમયગાળાને 6થી 8 અઠવાડિયાથી વધારીને 12થી 16 અઠવાડિયા કરવામાં આવ્યો છે.