ETV Bharat / bharat

Explosive Material Smuggled : આસામના કછારમાં મોટી માત્રામાં વિસ્ફોટકો જપ્ત, મણિપુર લઇ જવાતા હતાં? - મણિપુર

આસામના કછારમાં મોટી માત્રામાં વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યાં છે. આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ મણિપુર લઇ જવાતા હતાં. સુરક્ષા દળોએ ચેકિંગ દરમિયાન જિલેટીનના 200 પલ્સ અને 200 ડિટોનેટર ઝડપી લીધાં હતાં. જોકે આ વસ્તુઓ લઇ જઇ રહેલા બે શખ્સો ફરાર થઇ ગયાં હતાં.

Explosive Material Smuggled : આસામના કછારમાં મોટી માત્રામાં વિસ્ફોટકો જપ્ત, મણિપુર લઇ જવાતા હતાં?

author img

By

Published : Aug 7, 2023, 4:11 PM IST

તેજપુર : ઉત્તર પૂર્વના નાનકડા રાજ્ય મણિપુરમાં સ્થિતિ હજુ પણ તંગ છે. રાજ્યમાં દરરોજ વિદ્રોહીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઇ રહેલી જોવા મળે છે. દરમિયાન, હિંસાગ્રસ્ત રાજ્યમાં વિસ્ફોટકો સપ્લાય કરવામાં આવ્યા છે. આસામના કછાર જિલ્લામાંથી મણિપુરમાં મોકલવામાં આવી રહ્યાં હોય તેવી આશંકા સાથે દાણચોરીની શંકાસ્પદ વિસ્ફોટક સામગ્રીનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

વિસ્ફોટકો જપ્ત : વિશેષ સૂત્રોના આધારે સુરક્ષા દળોએ ચેકિંગ દરમિયાન જિલેટીનના 200 પલ્સ અને 200 ડિટોનેટર જપ્ત કર્યા હતા. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે મણિપુરના રસ્તે કછારમાંથી વિસ્ફોટકો મોકલવામાં આવ્યાં હતાં જેને જપ્ત કરવામાં આવ્યા હતા.

હિંસા દરમિયાન વિસ્ફોટકોનો વપરાશ : આ તકે ઉલ્લેખનીય છે કે મણિપુરમાં ચાલી રહેલી જાતિગત હિંસા દરમિયાન ઘણા નાગરિકો ઘણી વિસ્ફોટક સામગ્રી અને દારુગોળાનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે. પરંતુ વહીવટીતંત્ર પાસે માહિતી નથી કે તેઓએ તે હથિયારો અને વિસ્ફોટકો લોકોએ કેવી રીતે એકત્રિત કર્યા.

બે શખ્સો ફરાર થવામાં સફળ : દરમિયાન રાત્રે આસામમાં કછારમાં જપ્ત કરાયેલા વિસ્ફોટકોનું પરિવહન કરી રહેલા બે શખ્સોએ તે વસ્તુઓ ફેંકી દીધી હતી અને સ્થળ પરથી નાસી જવામાં સફળ થયા હતા. આ જિલેટીન અને ડિટોનેટરનો ઉપયોગ બોમ્બ જેવા વિસ્ફોટક બનાવવા માટે થાય છે.

વિદેશી તાકાતોનો હાથ? : પરંતુ સવાલ એ છે કે આ વિસ્ફોટકો કોણ સપ્લાય કરે છે? શું ભૂતકાળમાં આસામ દ્વારા મણિપુરને વિસ્ફોટક સામગ્રી સપ્લાય કરવામાં આવી છે? શું તેની પાછળ કોઈ ત્રીજી તાકાત છે? વિવિધ પક્ષોને શંકા છે કે મણિપુર અથડામણ પાછળ વિદેશી તાકાતોનો હાથ છે. જો કે સમગ્ર રહસ્ય તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

પોલીસકર્મીનું મોત : મણિપુરમાં ચુરાચાંદપુર અને બિષ્ણુપુર જિલ્લાની સરહદે આવેલા કાંગભાઈ અને કોટક વિસ્તારોમાં રવિવારે બપોરથી ભારે ગોળીબાર ચાલુ રહ્યો હતો. જેના કારણે સામાન્ય લોકો પરેશાન છે. જોકે મણિપુર પોલીસે આ સંબંધમાં કોઈ માહિતી આપી નથી. આ વિસ્તારમાં કુકી સમુદાય દ્વારા આયોજિત સામૂહિક દફન કાર્યક્રમને લઈને ગુરુવારે ઘર્ષણ ફાટી નીકળ્યું હતું. આવી સ્થિતિમાં મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં ચેંજમ ચિરાંગ નામના પોલીસકર્મીનું પણ મોત થયું હતું.

  1. Supreme Court: મણિપુર કેસમાં સુપ્રીમ કોર્ટે ઉઠાવ્યા સવાલ, કહ્યું- મહિલાઓને ટોળાના હવાલે કરનારા પોલીસકર્મીઓની પૂછપરછ થઈ?
  2. Manipur Violence: વિષ્ણુપુર જિલ્લામાં થયેલી હિંસાત્મક ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુ
  3. Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેનાના ત્રણ જવાન શહીદ, મુઠભેડ યથાવત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.