ન્યુઝ ડેસ્ક: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મુંબઈના ભાંડુપમાં શિવસેના સાંસદ સંજય રાઉતના ઘર પર દરોડા (Patra Chawl Land Scam) પાડ્યા છે. ED તેમની પૂછપરછ પણ કરી રહી છે. આ કૌભાંડમાં EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ નોંધ્યો છે.
આ પણ વાંચો: પાત્રા ચોલ કૌભાંડ: સંજય રાઉતે કહ્યું- હું મરી જઈશ પણ...
પાત્રા ચોલ જમીન કૌભાંડ: અગાઉ રાઉતને 20 અને 27 જુલાઈએ પૂછપરછ માટે (shiv sena mp sanjay raut) બોલાવવામાં આવ્યા હતા. પરંતુ રાઉત ED ઓફિસ ન પહોંચતા તેણે પોતાના વકીલ દ્વારા સંદેશ મોકલ્યો હતો કે, તે 7 ઓગસ્ટ સુધી જ પૂછપરછ માટે આવી (Money Laundering Case) શકે છે. આ કેસમાં એપ્રિલમાં EDએ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉત અને તેમના નજીકના લોકોની 11.15 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી હતી. પરંતુ શું છે આ પાત્રા ચોલ જમીન કૌભાંડની સંપૂર્ણ કહાની?
15 પોઈન્ટંમાં સમજીએ શું છે આ પાત્રા ચોલ કૌભાંડ ?
1. 2018 માં, મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (MHADA) એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો. આ કેસ રાકેશ કુમાર વાધવાન, સારંગ કુમાર વાધવાન અને અન્યો સામે હતો.
2. ED અનુસાર, તપાસ દરમિયાન એ વાત સામે આવી કે, ગુરુ આશિષ કન્સ્ટ્રક્શનને પાત્રા ચોલના પુનઃવિકાસનું કામ મળ્યું હતું. આ કામ તેમને મ્હાડા દ્વારા સોંપવામાં આવ્યું હતું. આ અંતર્ગત કન્સ્ટ્રક્શન કંપનીએ પાત્રા ચોલમાં 672 ભાડૂતોના મકાનો રિડેવલપ કરવાની હતી.
3. મુંબઈના ગોરેગાંવમાં પાત્રા ચોલ બનાવવામાં આવે છે. જે વિસ્તારમાં આ ફ્લેટ રિડેવલપ થવાના હતા તે 47 એકરનો હતો. ગુરુ આશિષ કન્સ્ટ્રક્શને મ્હાડાને ગેરમાર્ગે દોર્યું અને ફ્લેટ બાંધ્યા વિના આ જમીન 9 બિલ્ડરોને વેચી દીધી, આમાંથી તેને 901.79 કરોડ રૂપિયા મળ્યા.
4. બાદમાં ગુરુ આશિષ કન્સ્ટ્રક્શને મીડોઝ નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો અને ઘર ખરીદનારાઓ પાસેથી ફ્લેટ માટે રૂ. 138 કરોડ એકત્ર કર્યા. તપાસમાં સામે આવ્યું છે કે, ગુરુ આશિષ કન્સ્ટ્રક્શને ગેરકાયદેસર રીતે રૂપિયા 1,039.79 કરોડથી વધુની કમાણી કરી હતી, બાદમાં ગેરકાયદેસર રીતે સહયોગીઓને રકમ ટ્રાન્સફર કરી હતી.
5. ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડ એ હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (HDIL) ની સિસ્ટર કંપની છે. રાકેશ વાધવાન, સારંગ વાધવાન અને પ્રવીણ રાઉત પણ HDILમાં ડિરેક્ટર હતા.
6. ED અનુસાર, તપાસમાં સામે આવ્યું છે કે, HDILએ પ્રવીણ રાઉતના ખાતામાં લગભગ 100 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. બાદમાં આ પૈસા પ્રવીણ રાઉતે અલગ અલગ બેંક ખાતામાંથી તેના નજીકના મિત્રો, પરિવારના સભ્યો અને વેપારી સંસ્થાઓને મોકલ્યા હતા.
7. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, 2010માં પ્રવીણ રાઉતની પત્ની માધુરીએ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતના ખાતામાં 83 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ પૈસા ગેરકાયદેસર રીતે કમાયા હતા. આ રકમથી વર્ષા રાઉતે દાદરમાં ફ્લેટ ખરીદ્યો હતો.
8. તપાસ શરૂ થયા બાદ વર્ષા રાઉતે માધુરી રાઉતના ખાતામાં 55 લાખ રૂપિયા મોકલ્યા હતા. ED અનુસાર, પ્રવીણ રાઉતે રાકેશ વાધવાન અને સારંગ વાધવાન સાથે મળીને હજાર કરોડ રૂપિયાથી વધુની ગેરરીતિ કરી છે.
આ પણ વાંચો: પાત્રા ચોલ જમીન કૌભાંડ કેસ: શિવસેના સાંસદ સંજય રાઉતના ઘરે પહોંચી ED
9. EDએ જણાવ્યું હતું કે, 2010માં પ્રવીણ રાઉતને ઈક્વિટી વેચાણ અને જમીનના સોદા માટે 95 કરોડ રૂપિયા મળ્યા હતા. જોકે, કંપની આ પ્રોજેક્ટ પૂર્ણ કરી શકી નથી. એકંદરે પ્રવીણ રાઉત, રાકેશ વાધવાન અને સારંગ વાધવાને રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના નામે કરોડો રૂપિયાની ગેરરીતિ કરી હતી.
10. આ કેસમાં EDએ પ્રવીણ રાઉત અને તેના નજીકના સાથી સુજીત પાટકર સાથે સંબંધિત સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ કેસમાં પ્રવીણ રાઉતની ધરપકડ કરવામાં આવી હતી અને પાટકરનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.
11. PMC બેંક કૌભાંડમાં પ્રવીણ રાઉત અને વાધવાન ભાઈઓનું નામ પણ આવ્યું હતું. પ્રવીણ રાઉત અને સંજય રાઉત કથિત રીતે મિત્રો છે. સાથે જ સુજીત પાટકર પણ સંજય રાઉતના નજીકના માનવામાં આવે છે. સુજીત પાટકર પણ સંજય રાઉતની પુત્રી સાથે વાઈન ટ્રેડિંગ કંપનીમાં ભાગીદાર છે.
12. આ સિવાય પાટકરની પત્ની અને સંજય રાઉતની પત્નીએ પણ અલીબાગમાં એક સાથે જમીન ખરીદી હતી. અલીબાગનો આ જમીન સોદો પણ EDના રડાર પર છે.
13. પાટકરને મુંબઈ અને થાણેમાં ઘણી જગ્યાએ કોવિડ કેન્દ્રો બનાવવાનો કોન્ટ્રાક્ટ પણ મળ્યો હતો. ભાજપના નેતા કિરીટ સોમૈયાએ આ કોન્ટ્રાક્ટમાં ગેરરીતિનો આક્ષેપ કર્યો હતો. સોમૈયાએ પાટકર અને તેની કંપની વિરુદ્ધ પુણેના શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
14. પ્રવીણ રાઉત PMC બેંક કૌભાંડમાં પણ આરોપી છે. ડિસેમ્બર 2020 માં, આ કૌભાંડ સંબંધિત કેસમાં તેમની રૂ. 72 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. EDએ ગયા વર્ષે વર્ષા રાઉતની PMC બેંક કૌભાંડ અને માધુરી રાઉત (પ્રવીણની પત્ની) સાથેના સંબંધોના સંબંધમાં પૂછપરછ કરી હતી.
15. તપાસમાં જાણવા મળ્યું કે, વર્ષા રાઉત અને માધુરી રાઉત અવની કન્સ્ટ્રક્શનમાં ભાગીદાર છે. આ કંપનીમાં વર્ષા રાઉતે માત્ર 5,625 રૂપિયાનું યોગદાન આપ્યું હતું, જ્યારે આ કંપનીમાંથી તેમને 12 લાખ રૂપિયા મળ્યા હતા.