ETV Bharat / bharat

પવાર દેશમુખને સતત બચાવી રહ્યાં છે, સાચું બોલી રહ્યાં નથી: ફડણવીસનો આક્ષેપ - Union Home Secretary

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર દ્વારા મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખના બચાવને લઇને સતત અપાતાં નિવેદનોને મહારાષ્ટ્ર ભાજપના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે પડકાર્યાં છે. ફડણવીસે મંગળવારે આક્ષેપ કર્યો હતો કે એનસીપીના વડા શરદ પવાર મહારાષ્ટ્રના ગૃહપ્રધાનની રક્ષા કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે અને સત્ય બોલી રહ્યાં નથી.

પવાર દેશમુખને સતત બચાવી રહ્યાં છે, સાચું બોલી રહ્યાં નથી: ફડણવીસનો આક્ષેપ

author img

By

Published : Mar 23, 2021, 2:01 PM IST

  • દેવેન્દ્ર ફડણવીસે શરદ પવારને ઝાટક્યાં
  • દેશમુખનો સતત બચાવ કરતાં નિવેદનોને લઇ કાઢી ઝાટકણી
  • પવાર સાચું બોલી રહ્યાં નથીઃ ફડણવીસનો આક્ષેપ

મુંબઈઃ દેવેન્દ્ર ફડણવીસે શરદ પવારના એ નિવેદનને નકારી કાઢ્યું હતું કે જેમાં કહેવાયું હતું કે દેશમુખ નાગપુરમાં ઘરમાં ક્વોરન્ટીન હતાં. મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીરસિંઘે લખેલા પત્રમાં ઉલ્લેખિત સંબંધિત તારીખોને લઇને ફડણવીસે ફ્લાઇટ મેનિફેસ્ટો, પોલીસ વીઆઈપી હિલચાલના રેકોર્ડ્સ અને અન્ય કાગળો જાહેર કર્યાં હતાં કે જેમાં સ્પષ્ટ થતું હતું કે દેશમુખ તેમના ઘરમાં નહીં, ખરેખર તો મુંબઇમાં હતાં.

પવાર ખુલ્લાં પડી ગયાં છેઃ ફડણવીસ

ફડણવીસે મીડિયાને સંબોધન કરતાં દાવો કર્યો હતો કે, "દેશમુખને બચાવવા માટેનો આ પ્રયાસ છે. પવાર સાહેબને બરાબર માહિતગાર કરવામાં આવ્યાં નથી તેથી તેઓ સત્ય બોલી રહ્યાં નથી. તેઓ ખુલ્લા પડી ગયાં છે," ફડણવીસે વધુમાં કહ્યું કે તેઓ 'લેટર-બોમ્બ' અને સમગ્ર મામલામાં ખૂબ મોટા નામો સામેલ હોવાથી સંબંધિત મુદ્દાઓની સંપૂર્ણ વિગતો આપવા માટે કેન્દ્રીય ગૃહસચિવને મળશે અને સેન્ટ્રલ બ્યૂરો ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા તપાસની વિનંતી કરશે.

આ પણ વાંચોઃ પવારે ફરી દેશમુખનો કર્યો બચાવ, કહ્યું આરોપોમાં દમ નથી રાજીનામાંનો સવાલ નથી

કુલ 6.3 જીબીનો ડેટા

ફડણવીસે કહ્યું કે "ઇન્ટેલિજન્સ કમિશનરે ઓગસ્ટ -20માં મહારાષ્ટ્રના ડીજીને ટ્રાન્સફર રેકેટને લઇને તેમાં સામેલ શંકાસ્પદ ઈન્ટરસેપ્ટેડ કોલ્સનો અહેવાલ મોકલ્યો હતો. તે પછી મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને મોકલવામાં આવ્યો હતો. તે વિશે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરી ન હતી. મારી પાસે આ તમામ માહિતી ધરાવતો કુલ 6.3 જીબીનો ડેટા છે. જ્યારે ડીજીએ આ અહેવાલ વિશે પૂછપરછ કરી ત્યારે તેમને ખબર પડી કે તે ગૃહપ્રધાનને મોકલવામાં આવ્યો છે. હું આજે કેન્દ્રીય ગૃહ સચિવને મળવા માટે દિલ્હી જઇ રહ્યો છું અને સીબીઆઈને આ મામલે તપાસ કરવા માગ કરી રહ્યો છું."

આ પણ વાંચોઃ સસ્પેન્ડ પોલીસ અધિકારી સચિન વાજેની ધરપકડ બાદ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારે યોજી બેઠક

લેટર બોમ્બ બાદ ગાજી રહ્યો છે વિવાદ

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમવીરસિંઘના 'લેટર-બોમ્બ' અંગેના રાજકીય વિવાદના પગલે ફડણવીસના આ નિવેદનો સામે આવ્યાં છે. જેમાં સિંઘે કહ્યું છે કે દેશમુખે સસ્પેન્ડ કરાયેલા મદદનીશ પોલીસ ઇન્સ્પેક્ટર (એપીઆઈ) સચિન વાઝે પાસે કથિતપણે મુંબઇના બાર, ઇટરીઝ અને હૂ્ક્કાબારમાંથી રૂ. 100 કરોડની ઉઘરાણી કરવાનો ટાર્ગેટ આપ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.