- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1 ગાંધીનગરમાં હેલિપેડ ખાતે એગ્રી એશિયાનો પ્રારંભ નેધરલેન્ડ એમ્બેસેડર દ્વારા કરવામાં આવશે
ગાંધીનગરમાં હેલિપેડ ખાતે આજે ગુરુવાર્ એગ્રી એશિયાનો પ્રારંભ થશે કરવામાં આવશે અને જેનો પ્રારંભ નેધરલેન્ડ એમ્બેસેડર દ્વારા કરવામાં આવશે.
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે....
1 Army Helicopter Crash: CDS બિપિન રાવત સહિત અન્ય 13 લોકોના નિધન
કુન્નૂરના વેલિંગ્ટન આર્મી સેન્ટરમાં ટ્રેનિંગ દરમિયાન હોટલ પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં સેનાના હેલિકોપ્ટરમાં CDS બિપિન રાવત અને તેમની પત્ની સહિત 14 લોકો સવાર હતા, જેમાથી 14 લોકોના નિધન થયા હતા. અત્યાર સુધીમાં 14 મૃતદેહો મળી આવ્યા છે. DNA પરીક્ષણ દ્વારા મૃતદેહોની ઓળખની પુષ્ટિ કરવામાં આવશે. CDS બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતે વિંગ કમાન્ડર પૃથ્વી સિંહ ચૌહાણ સાથે ઉડાન ભરી હતી. વિંગ કમાન્ડર પૃથ્વી સિંહ ચૌહાણ 109 હેલિકોપ્ટર યુનિટના કમાન્ડિંગ ઓફિસર હતા. Click Here
2 યાદોમાં જનરલ બિપિન રાવત: વડાપ્રધાન મોદીથી લઇ અન્ય નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલી
કન્નુર હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS Bipin Rawat ) જનરલ જનરલ બિપિન રાવતનું નિધન થયું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કરીને જાણકારી આપી છે. આ અકસ્માતમાં જનરલ રાવત અને તેમની પત્ની સહિત 14 લોકોના મોત થયા છે. જણાવી દઈએ કે હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા. વાયુસેનાએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર કહ્યું કે, હવે તે ખૂબ જ દુઃખ સાથે પુષ્ટિ કરવામાં આવી છે કે, કમનસીબ અકસ્માતમાં જનરલ બિપિન રાવત, મધુલિકા રાવત અને અન્ય 12 લોકોના મોત થયા છે. Click Here
3 India vs South Africa: ટીમ ઈન્ડિયાની જાહેરાત, વિરાટની જગ્યાએ રોહિત ભારતનો ODI કેપ્ટન હશે
દક્ષિણ આફ્રિકા( South Africa)પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની( India vs South Africa) જાહેરાત કરવામાં આવી છે. વિરાટ કોહલીને ટેસ્ટ ટીમની (est team to Virat Kohli)કમાન મળી છે, રોહિત શર્માને ODI ટીમનો કેપ્ટન (Rohit Sharma to captain ODI team)બનાવવામાં આવ્યો છે. Click Here
4 Omicron in India: ભારતમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો? સરકારે બતાવી સતર્કતા
શું કોરોનાની રસીના બંને ડોઝ લગાવી ચૂકેલા વ્યક્તિઓ પર ઓમિક્રોનની અસર (Corona vaccine effect on Omicron) નથી થતી. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયને જ્યારે આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો મંત્રાલયે જણાવ્યું હતું કે, અત્યાર સુધીના અભ્યાસમાં આ અંગે કંઈ પણ સ્પષ્ટ નથી કહેવામાં આવ્યું. હોઈ શકે છે કે, આપણી રસી ઓમિક્રોન સામે પણ અસરકારક હોય. મંત્રાલયે કહ્યું હતું કે, જે રીતે ઓમિક્રોનના કેસ (Omicron in India) સમગ્ર વિશ્વમાં નોંધાઈ રહ્યા છે. તેને જોતા ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવે (Omicron may bring third wave in india) તેવી સંભાવનાથી ઈનકાર ન કરી શકાય. Click Here
5 IAF chopper crash: Mi-17V5 હેલિકોપ્ટર વિશે જાણો...
CDS બિપિન રાવત(CDS Bipin Rawat), તેમની પત્ની સહિત 14 સભ્યોને લઈ જતું ભારતીય સેનાનું હેલિકોપ્ટર(Indian Army helicopter) તમિલનાડુમાં ક્રેશ થયું છે. ક્રેશ થયેલા હેલિકોપ્ટરની ઓળખ Mi-17V-5 મિડિયમ-લિફ્ટર હેલિકોપ્ટર (Mi-17V-5 Military Helicopter Crash)તરીકે કરવામાં આવી છે. તે વિશ્વના સૌથી અદ્યતન અને બહુમુખી હેલિકોપ્ટરમાંથી (most advanced and versatile helicopters) એક છે. Click Here
- આંતરરાષ્ટ્રીય
1 Car Bomb Explosion in Basra: ઇરાકના દક્ષિણી શહેર બસરામાં વિસ્ફોટ, મોટી સંખ્યામાં લોકો ઇજાગ્રસ્ત
ઇરાકના દક્ષિણી શહેર બસરાનો મધ્ય વિસ્તાર બોમ ધમાકાથી દેહશત ( Car Bomb Explosion in Basra) પામી ચુક્યો છે, આ કાર બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 4 લોકો મૃત્યુ (In bomb blast At least four people killed) પામ્યા છે અને અન્ય 20 જેટલાં લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત (20 people seriously injured) થયા હોવાની માહિતી મળી છે. બસરાના 'ગવર્નર અસદ અલ-ઈદાનીએ' (Basra 'Governor Asad al-Idani) ઘટનાસ્થળની મુલાકાત (Governor Asad al-Idani' visits the scene) દરમિયાન મીડિયાને જણાવ્યું હતું કે, આ એક મોટરસાઇકલમાં વિસ્ફોટ થયો હતો. જો કે હજુ સુધીએ સ્પષ્ટ થયું નથી કે બોમ્બ મોટરસાઈકલમાં મુકવામાં આવ્યો હતો કે પછી તે આત્મઘાતી હુમલો હતો. Click Here