- ETV BHARATને મળ્યો આંતરરાષ્ટ્રીય એવૉર્ડ
- 60 ટકાથી વધુ લોકો કોરોના સંકટ દરમિયાન પ્રભાવિત થયા
- જાહેર શિક્ષા પ્રણાલી પર રહેલા વિશ્વાસમાં પણ ખોટ આવી
હૈદરાબાદ : ETV BHARATને શુક્રવારના રોજ વધુ એક ઉપલબ્ધી હાંસલ થઇ છે. જેમાં ડિજિટલ સાક્ષરતાને પ્રત્સાહન અંગેના તેના કવરેજને એવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. વાન ઇફ્રા સાઉથ એશિયન ડિજિટલ મીડિયા એવૉર્ડસ 2020 દ્વારા બેસ્ટ પ્રોજેક્ટ ઇન ન્યૂઝ લિટરસી કેટેગરીમાં ETV BHARATને આ એવૉર્ડ આપવામાં આવ્યો છે. ETV BHARAT ડિજિટલ ડિવાઇડ અર્બન એરિયામાં રહેવાવાળા સુખી સંપન્ન અને મધ્યમ વર્ગની તુલનામાં વંચિતો, ગરીબો અને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં વધતી જતી દૂરીને દર્શાવે છે.
વિદ્યાર્થીઓએ કોરોનાકાળમાં અનેક પ્રકારના સંકટોનો સામનો કર્યો
કોરોના સંક્રમણકાળ દરમિયાન ઓનલાઇન શિક્ષામાં સૂચના પ્રસાર માધ્યમો પ્રમુખ સ્ત્રોત બનીને આગળ આવ્યા છે. જો કે, આ બાબતનો ફાયદો સમાજના છેવાડાના લોકો સુધી પહોંચી શક્યો ન હતો. યૂનેસ્કોએ 2020માં પોતાના સંશોધનમાં જાણ્યું કે, 60 ટકાથી વધુ લોકો કોરોના સંકટ દરમિયાન પ્રભાવિત થયા છે. જાહેર શિક્ષા પ્રણાલી પર રહેલા વિશ્વાસમાં પણ ખોટ આવી હતી. વિદ્યાર્થીઓએ આ દરમિયાન અનેક પ્રકારના સંકટોનો સામનો કર્યો હતો. આ સાથે તેવા મુદ્દાઓની પણ ઓળખ થઇ છે, જેના લીધે આ લોકો સુધી ઓનલાઇન શિક્ષાની પહોંચ સુનિશ્ચિત થઇ શકી નથી.
ETV BHARATના કેમ્પેઇનનું સકારાત્મક પરિણામ
આ ટેકનિકલ અવરોધોને કઇ રીતે દૂર કરી શકાય છે અને ક્યા રાજ્યોમાં ખાનગી ભાગીદારોએ કેવા પ્રકારની તૈયારી કરવી જોઇએ, આ અંગે ETV BHARATએ અગ્રેસર રહીને સવાલો ઉઠાવ્યા હતા. દેશના ઘણા વિસ્તારોમાં આ બાબતથી સકારાત્મક પરિણામ જોવા મળ્યું છે. પરિસ્થિતિને સુધારવા માટે રાજ્ય સરકાર અને ખાનગી ભાગીદારો પણ મોટી સંખ્યામાં આગળ આવી રહ્યાં છે.
ETV BHARATને ડિજિટલ મીડિયા અને મોબાઇલને સૂચના પ્રસારણ માટે પોતાનું માધ્યમ પસંદ કર્યું
સૌથી મોટું ડિજિટલ નેટવર્ક હોવાને કારણે ETV BHARAT દેશના દરેક વિસ્તારમાંથી સામાચાર એકઠા કરી પ્રકાશિત કરે છે. અમારુ નેટવર્ક લોકોના અવાજને પ્રમુખતાથી ઉઠાવી રહ્યું છે. આ એવોર્ડ અમારા એ પ્રયાસોનો સ્વિકાર છે કે, કેવી રીતે લોકોએ ETV BHARATને ડિજિટલ મીડિયા અને મોબાઇલને સૂચના પ્રસારણ માટે પોતાનું માધ્યમ પસંદ કર્યું છે.
આ પણ વાંચોઃ ETV BHARATને ‘બેસ્ટ ડિજિટલ ન્યૂઝ સ્ટાર્ટઅપ’નો એવોર્ડ