ETV Bharat / bharat

IMPACT : કોરોનામાં આર્થિક રીતે પડી ભાંગેલા કલાકારોને રાજસ્થાન સરકાર 5 હજાર રૂપિયાની સહાય આપશે - ગહલોત સરકાર

રાજસ્થાનમાં ગહલોત સરકાર (Gehlot Government) દ્વારા આર્થિક રીતે પડી ભાંગેલા કલાકારોને 5 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. ETV Bharat દ્વારા કલાકારોની કથળતી પરિસ્થિતિના મુદ્દાને ઉઠાવ્યો હતો. જ્યારબાદ સરકારે આ નિર્ણય લીધો છે.

કોરોનામાં આર્થિક રીતે પડી ભાંગેલા કલાકારોને રાજસ્થાન સરકાર 5 હજાર રૂપિયાની સહાય આપશે

author img

By

Published : Jun 11, 2021, 12:29 PM IST

  • ETV Bharatના અહેવાલનો વધુ એક વખત પડ્યો પડઘો
  • રાજસ્થાનના મુખ્યપ્રધાને કલાકારો માટે 15 કરોડની કરી ફાળવણી
  • કોરોનાના સમયમાં કામ ન મળતા કલાકારોને પડી રહી હતી મુશ્કેલીઓ

જયપુર : ETV Bharat દ્વારા પ્રકાશિત કરાયેલા અહેવાલનો ફરી એક વખત પડઘો પડ્યો છે. રાજસ્થાનમાં કલાકારોની કથળતી પરિસ્થિતિ અંગેનો અહેવાલ પ્રકાશિત થયા બાદ ગહલોત સરકાર (Gehlot Government) દ્વારા આ કલાકારોને 5 હજાર રૂપિયાની સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

2 હજારથી વધુ કલાકારોને થશે ફાયદો

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહલોત (Ashok Gehlot) દ્વારા કોરોના મહામારી (Corona Pandemic) દરમિયાન કામ ન મળતા આર્થિક સંકળામણ અનુભવી રહેલા રાજસ્થાનના કલાકારોને 5 હજાર રૂપિયાની સહાય આપવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણયથી આર્થિક રીતે પડી ભાંગેલા રાજ્યના 2 હજારથી વધારે કલાકારોને તેનો ફાયદો થશે. સહાયની રકમ કલાકારોને 'કલાકાર કલ્યાણ કોષ' થકી આપવામાં આવશે.

કલાકારો માટે કુલ 15 કરોડની ફાળવણી

મુખ્યપ્રધાન અશોક ગહલોત (Ashok Gehlot) એ આ વર્ષના બજેટમાં જરૂરિયાતમંદ કલાકારોના કલ્યાણ માટે 15 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. ETV Bharat દ્વારા કોરોના મહામારી દરમિયાન રાજસ્થાનના જયપુરના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા કલાકારોને પડેલી હાલાકી અને આર્થિક સંકળામણનો મુદ્દો ઉઠાવીને અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા હતા.

કલાકારોમાં ખુશીનો માહોલ

ETV Bharat ના અહેવાલ પ્રકાશિત થયા બાદ સરકારે આ મામલાને ગંભીરતાથી લઈને રાજસ્થાનના અંદાજે 2 હજાર કલાકારોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. સરકારની આ જાહેરાત બાદ કલાકારોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પદ્મશ્રી થી સન્માનિત કાલબેલિયા નૃત્યાંગના ગુલાબો સપેરા (Gulabo Sapera) એ સરકારની આ જાહેરાતને આવકારી છે અને ETV Bharat નો આભાર વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.