- ભારતે વિકસિત કર્યા બિન-ઘાતક હથિયાર
- ગલવાન જેવી સ્થિતિમાં હવે દુશ્મનને મળશે જડબાતોડ જવાબ
- પારપંરિક હથિયારોથી પ્રેરિત થઇને બનાવ્યા બિન-ઘાતક હથિયાર
નવી દિલ્હી: નોઇડામાં એક સ્ટાર્ટઅપ ફર્મે ત્રિશૂલ, વજ્ર જેવા પારંપરિક ભારતીય હથિયારોથી પ્રેરિત થઇને બિન-ઘાતક હથિયારો (Non-lethal weapons) વિકસિત કર્યા છે. ફર્મનું નામ એપેસ્ટ્રોન પ્રાઇવેટ લિમિટેડ (Epestron Pvt. Ltd.) છે. ગલવાન હિંસા (Galwan Clash)માં ચીને ભારતીય સૈનિકોની વિરુદ્ધ તારવાળી લાકડી તેમજ ટેસરનો ઉપયોગ કર્યો હતો. હવે ભારતે પણ બિન-ઘાતક હથિયારો વિકસિત કર્યા છે.
પારંપરિક હથિયારોથી પ્રેરિત થઇને બનાવ્યા બિન-ઘાતક હથિયાર
એપેસ્ટ્રોન પ્રાઇવેટ લિમિટેડના ચીફ ટેક્નોલોજી ઑફિસર (CTO) મોહિત કુમારે જણાવ્યું કે, પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં સંઘર્ષ બાદ ભારતીય સુરક્ષા દળોએ અમને બિન-ઘાતક હથિયારો વિકસાવવા કહ્યું હતું. અમે ચીની સૈનિકોને પારંપરિક હથિયારો (Traditional Indian weapon બતાવતા જોયા હતા. આ કારણે ભારતીય સૈનિકો માટે આપણા પારંપરિક હથિયારોથી પ્રેરિત આવા જ ટેસર અને બિન-ઘાતક હથિયારો પણ વિકસિત કર્યા છે.
સ્પાઇક્સની સાથે એક મેટલ રોડ ટેજર વિકસિત કર્યું
તેમણે કહ્યું કે, આપણા પારંપરિક હથિયારો ઘાતક હથિયારો કરતા અનેક ઘણા અસરકારક છે. સ્ટાર્ટઅપે વજ્ર-ત્રિશૂલની સાથે ભદ્ર, દંડ, સેપર પંચ પણ તૈયાર કર્યા છે, જે બહું જલદી ભારતીય સૈનિકો માટે ઉપલબ્ધ હશે, ત્યારબાદ ભારતીય સૈનિકો ચીનના ઘૂસણખોરોનો વધારે સારી રીતે મુકાબલો કરી શકશે. મોહિત કુમારે જણાવ્યું કે, તેમણે વજ્રના નામથી સ્પાઇક્સની સાથે એક મેટલ રોડ ટેજર વિકસિત કર્યું છે. આનો ઉપયોગ દુશ્મન સૈનિકો પર આક્રમક રીતે હુમલો કરવાની સાથે સાથે તેમના બુલેટ પ્રુફ વાહનોને પંચર કરવા માટે પણ કરી શકાય છે. તેમણે આગળ જણાવ્યું કે, વજ્રમાં સ્પાઇક્સ પણ હોય છે જે એક કરંટ છોડે છે.
ગત વર્ષે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થઈ હતી અથડામણ
તેમણે જણાવ્યું કે, ટેસિંગ ઉપકરણથી આવનારી સૌથી સારી પ્રતિક્રિયાને 'સેપર પંચ' કહેવામાં આવે છે, જેને ઠંડીમાં સેફ્ટી ગ્લવ્ઝ તરીકે પહેરી શકાય છે અને આનો ઉપયોગ હુમલાખોર દુશ્મનોને એક-બે ઝટકા આપવા માટે પણ કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જૂનમાં ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે હિંસક અથડામણ દરમિયાન ચીની સૈનિકોએ કાંટાળા તાર લાગેલા હોય તેવા ડંડાઓથી હુમલો કર્યો હતો, જેનાથી ભારતીયો સૈનિકોને ઘણું જ નુકસાન થયું હતું અને 20થી વધારે સૈનિકો શહીદ થયા હતા.
આ પણ વાંચો: "CWC બેઠકમાં કોંગ્રેસે સરદાર પટેલનું અપમાન કર્યું", પાત્રાએ લગાવ્યો આરોપ
આ પણ વાંચો: Ranjit murder case: રામ રહીમને આજીવન કેદની સજા