નવી દિલ્હી: ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જણાવ્યું છે કે, તેવા કેદીઓ દ્વારા ઈલેક્ટ્રોનિક ટ્રેકિંગ ડિવાઈસ પહેરાવવાની ખાતરી સુનિશ્ચિત કરો જેમને જેલમાંથી રજા આપવામાં આવી છે. તેથી કેદીઓની ગતિવિધિઓ પર નજર રાખી શકાય, કેદીઓની અવર-જવરની નિગરાની માટે ઈલેક્ટ્રોનિક ટ્રેકિંગ ડિવાઈસ પહેરવાની શરતે જ કેદીઓને જેલમાંથી રજા મળી શકે છે.
આદર્શ જેલ અને સુધાર સેવા અધિનિયમ 2023: ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને એક સૂચનામાં કહ્યું છે કે, કેદી દ્વારા કોઈપણ ઉલ્લંઘન પર જેલ તરફથી રજા આપવામાં આવી શકે છે. સાથે જ ભવિષ્યમાં મળનારી કોઈપણ જેલ રજાને અયોગ્ય જાહેર કરવામાં આવશે. જેવું નિયમ હેઠળ નિર્ધારીત કરી શકાય છે. વાસ્તવમાં, આ સૂચન વિવિધ હિતધારકો અને નિષ્ણાતો સાથે પરામર્શ કરીને તૈયાર કરવામાં આવેલ 'આદર્શ કારાગાર અને સુધાર સેવા અધિનિયમ, 2023'માં કરવામાં આવ્યું હતું. ગૃહ મંત્રાલયે વિવિધ હિતધારકો અને નિષ્ણાંતો સાથે પરામર્શ કરીને એક વ્યાપક 'આદર્શ જેલ અને સુધાર સેવા અધિનિયમ 2023' ને અંતિમ સ્વરૂપ આપ્યું છે. ગત મે મહિનામાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશનો એ ડ્રાફ્ટ કુશળ જેલ પ્રબંધનમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સમર્થન આપવા માટે પોતાના નિરંતર પ્રયાસ હેઠળ પસાર કરવામા આવ્યો છે.
આરોપીઓની ગુનાકીય ગતિવિધિઓ પર નજર: સોમવારે ગૃહ મંત્રાલયની વેબસાઈટ પર મોડલ જેલ અને સુધાર સેવા અધિનિયમ 2023ની કોપી અપલોડ કરવામાં આવી છે. મંત્રાલયે કહ્યું કે, ઉચ્ચ જોખમવાળા કેદીઓ, રીઢા ગુનેગારો અને કુખ્યાત આરોપીઓની ગુનાકીય ગતિવિધિઓ સામે સમાજની રક્ષા માટે તમામ યોગ્ય ઉપાય કરવા જેલ અને સુધાર સેવા નિદેશાલય અને રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના પોલીસ વિભાગની જવાબદારી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, 'કેદીઓ દ્વારા આચરવામાં આવેલા ગુનાની વિગતો, ઉપલબ્ધ પૃષ્ઠભૂમિ રેકોર્ડ્સ, તેનો ભૂતકાળ વગેરેના આધારે કેદીઓને યોગ્ય રીતે વર્ગીકૃત કરવામાં આવશે. તેમની પ્રવૃતિ અને અન્ય કેદીઓ પર નકારાત્મક અસર કરવાની તેમની વૃત્તિઓ અને ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે. તેમને અલગ બેરેક/સેલમાં રાખવામાં આવશે. જેવું યોગ્ય લાગી શકે.
કેવા કેદી નહીં રહે જેલ રજા માટે હકદાર: વઘુમાં કહેવામા આવ્યું છે કે. સમાજ અને પીડિતોની સુરક્ષાની દ્રષ્ટીએ ઉચ્ચ જોખમ ધરાવતા કેદીઓ, સખત ગુનેગારો અને રીઢા ગુનેગારો સામાન્ય રીતે પેરોલ, ફર્લો અથવા કોઈપણ પ્રકારની જેલ રજા માટે હકદાર રહેશે નહીં. મંત્રાલયે કહ્યું કે જેલો અને સુધારાત્મક સંસ્થાઓએ કેદ દરમિયાન સંગઠિત અપરાધ અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવાની ખાતરી કરવી પડશે. આ હેઠળ, ગેંગ પ્રવૃત્તિ, સાક્ષીઓને ડરાવવા વગેરેને રોકવા માટે આવા કેદીઓ પર વિશેષ દેખરેખ રાખવાની રહેશે.
સંવેદનશીલ બેરેકમાં સમયાંતરે ફેરફાર: 'મોડલ જેલ અને સુધારાત્મક સેવા અધિનિયમ', 2023માં જણાવાયું છે કે, ગતિશીલ સુરક્ષા સુનિશ્ચિત કરવા, જેલમાંથી ભાગી જવાની ઘટનાઓ અને ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે સુધારાત્મક સેવાઓ દ્વારા સંકલન કરીને કેદીઓનું નિરીક્ષણ કરી શકાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષામાં કોઈપણ પ્રકારની મિલીભગત અને બેદરકારીને રોકવા માટે જેલોમાં તૈનાત અન્ય સુરક્ષા કર્મચારીઓ અને આવી સંવેદનશીલ બેરેકમાં સમયાંતરે ફેરફાર કરવામાં આવશે.