જમ્મુ કાશ્મીર : જમ્મુ કાશ્મીરના શોપિયાના બાસ્કુચાન વિસ્તારમાં આજે સવારથી આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર (Encounter In Shopian) ચાલી રહ્યું છે. સુરક્ષા દળોએ જણાવ્યું હતું કે, આ કાર્યવાહીમાં એક આતંકવાદી માર્યો ગયો છે અને સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. ગત ગુરુવારે પણ જમ્મુ કાશ્મીરના શોપિયાના સૈયદપુરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી હોવાની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન (Security forces launched search operation) શરૂ કર્યું હતું.
-
#ShopianEncounterUpdate: 01 #terrorist killed. Search operation going on. Further details shall follow.@JmuKmrPolice https://t.co/5PSTh3A6XU
— Kashmir Zone Police (@KashmirPolice) October 2, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">#ShopianEncounterUpdate: 01 #terrorist killed. Search operation going on. Further details shall follow.@JmuKmrPolice https://t.co/5PSTh3A6XU
— Kashmir Zone Police (@KashmirPolice) October 2, 2022#ShopianEncounterUpdate: 01 #terrorist killed. Search operation going on. Further details shall follow.@JmuKmrPolice https://t.co/5PSTh3A6XU
— Kashmir Zone Police (@KashmirPolice) October 2, 2022
સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું : આ દરમિયાન, સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના શોપિયન જિલ્લાના સૈયદપુરા પુરા વિસ્તારને કોર્ડન કરવાની સાથે ઘર ઘર સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. 44 રાષ્ટ્રીય રાઈફલ્સ CRPF બટાલિયન અને જમ્મુ-કાશ્મીર પોલીસની 14 બટાલિયન દ્વારા સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષા દળોએ વિસ્તારના પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો પર ચુસ્ત ચાંપતી નજર રાખી હતી. આ સાથે જ ગામમાં લાઇટો ગોઠવીને સર્ચ ઓપરેશન (Security forces launched search operation) હાથ ધરવામાં આવ્યું હતું.