ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર - Encounter in Jammu kashmir

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ (Encounter in Kathpora) થયું છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, સેનાની સાથે સ્થાનિક પોલીસ પણ આ ઓપરેશનમાં સામેલ છે. જો કે હજુ વિગતવાર અહેવાલની રાહ જોવાઈ રહી છે.

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર

author img

By

Published : Jul 27, 2022, 9:35 AM IST

કુલગામ: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર (Encounter in Kathpora) શરૂ થયું છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, સેનાની સાથે સ્થાનિક પોલીસ પણ આ ઓપરેશનમાં સામેલ છે. જો કે હજુ વિગતવાર અહેવાલની રાહ જોવાઈ રહી છે. 24 જુલાઈના રોજ કુલગામના રામપોરા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. તેમજ, થોડા દિવસો પહેલા, આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબામાં ભરતી થયેલા બે યુવાનોએ જમ્મુ અને કાશ્મીરના (Encounter in Jammu kashmir) કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યા બાદ તેમના માતાપિતાએ ભાવનાત્મક અપીલ કરી હતી.

આ પણ વાંચો: સસ્પેન્શન પર વિપક્ષે કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન, તો ભાજપે આપ્યો આ જવાબ

હડીગામ વિસ્તારમાં ઘેરાબંધી: નદીમ અબ્બાસ ભટ (18) અને કફીલ મીર (19) પખવાડિયા પહેલા લશ્કર-એ-તૈયબામાં જોડાયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર નદીમ અબ્બાસ ભટ કૈમોહના રાશીપુરાનો રહેવાસી હતો અને કફિલ મીર મીરપુરાનો રહેવાસી હતો. બાતમી પર કાર્યવાહી કરતા પોલીસ અને સેનાએ કુલગામ જિલ્લાના હડીગામ વિસ્તારમાં ઘેરાબંધી કરી હતી જ્યાં તેમને બે આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા હતી. મધ્યરાત્રિએ થોડો સમય એન્કાઉન્ટર ચાલ્યું અને સુરક્ષા દળોએ તે ઘરની ઘેરાબંધી મજબૂત કરી. આ દરમિયાન ખબર પડી કે, આ બંને આતંકીઓની નવી ભરતી કરવામાં આવી છે. આ પછી તેના માતા-પિતાને બોલાવવામાં આવ્યા અને તેમને અપીલ કરવામાં આવી, ત્યારબાદ બંનેએ સરેન્ડર કર્યું.

આ પણ વાંચો: Freebies Culture : જાણો, RBIએ કેમ ઉઠાવ્યા સવાલ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.