કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના શોપિયાના ચૌગામ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં(Encounter in Jammu and Kashmir) બે શંકાસ્પદ આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ થઈ શકી નથી. આતંકીઓ પાસેથી હથિયાર અને દારૂગોળો મળી આવ્યો છે. પોલીસ સૂત્રો અનુસાર શોપિયાં એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા(Two Terrorists Killed Encounter in Shopian) ગયા છે. સાથે જ આ વિસ્તારમાં વધુ આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે. તેને જોતા સુરક્ષાદળોનું ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન ચાલુ છે.
અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર
પોલીસે જણાવ્યું છે કે, શોપિયાના ચૌગામ વિસ્તારમાં આતંકવાદીઓ(Collision in Chaugan area of Shopian) છુપાયા હોવાની ગુપ્ત માહિતી મળ્યા બાદ સેનાએ આ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન(Search Operation in Shopian) શરૂ કર્યું હતું. સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને ઘર-ઘર સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. સેનાએ જવાબી કાર્યવાહી કરી હતી જે બાદ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે.
અનંતનાગ જિલ્લામાં એક આતંકવાદી માર્યો ગયો
ઉલ્લેખનીય છે કે, જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શુક્રવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં હિઝબુલ મુજાહિદ્દીનનો એક આતંકવાદી માર્યો(Anantnag Mumanhal Encounter) ગયો હતો. પોલીસે કહ્યું કે તે પોલીસ ઈન્સ્પેક્ટર, બીજેપી કાર્યકરો અને અન્ય લોકોની હત્યામાં સામેલ હતો. આ ઉપરાંત અરવાણી વિસ્તારના મુમનહાલ ગામમાં આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
આતંકવાદી કુલગામના સેહપોરાનો રહેવાસી
"સર્ચ ઓપરેશન દરમિયાન, આતંકવાદીને તેની હાજરીની જાણ થતાં જ તેને આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હતું," જો કે, તેણે આત્મસમર્પણ કરવાનો ઇનકાર કર્યો અને સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો. જવાબી કાર્યવાહીમાં તે માર્યો ગયો. પ્રવક્તાએ કહ્યું કે આતંકવાદીની ઓળખ શહઝાદ અહમદ સેહ તરીકે થઈ છે, જે કુલગામના સેહપોરાનો રહેવાસી છે.
આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના તરીકે ઓળખ
"પોલીસ રેકોર્ડ્સ મુજબ, વ્યક્તિની ઓળખ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી(Terrorist Organization) તરીકે કરવામાં આવી હતી અને તે ઘણા આતંકવાદી કેસોમાં સામેલ જૂથનો ભાગ હતો," તેણે કહ્યું. તેણે કહ્યું કે સેહ ગયા વર્ષે ઓક્ટોબરમાં અનંતનાગમાં પોલીસ ઈન્સ્પેક્ટર મોહમ્મદ અશરફ ભટની હત્યામાં સામેલ હતો.
ભાજપના ત્રણ કાર્યકરોની હત્યા કરી
પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "તે ગયા વર્ષે ઓક્ટોબરમાં કુલગામમાં વાયકે પોરામાં ભાજપના ત્રણ કાર્યકરોની હત્યામાં પણ સામેલ હતો." આ વર્ષે 9 ઓગસ્ટે અનંતનાગના લાલ ચોકમાં ભાજપના સરપંચ અને તેમની પત્નીની હત્યામાં પણ તે સામેલ હતો.
આ પણ વાંચોઃ Encounter in Jammu and Kashmir : જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ
આ પણ વાંચોઃ Terrorist Associates Arrested : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જૈશ આતંકવાદીઓના ચાર મદદગારોની ધરપકડ